આપણે ધારીએ તો શું ના કરી શકીએ???/ What can't we do if we guess ???
ૐ
આપણે ધારીએ તો શું ના કરી શકીએ બસ આટલુ જ કરવાની જરૂર છે ???/ Assuming we can't do it, that's all we need to do ???
" આપણે ધારીએ તો શું ના કરી શકીએ? " આ વાક્ય આપણે ઘણી વખત સાંભળ્યું હશે અને બોલ્યું પણ હશે પરંતુ પછી તરત જ નકારાત્મક વિચાર આવી જાય કે ના હો બધું આપણું ધાર્યું તે કાંઈ થતું હશે?? ધાર્યું તો ઉપરવાળાનું થાઈ અને પછી બધા જ હથિયાર નીચે મૂકી શાંતિથી રોજની એ જીંદગીના કામોમાં પરોવાઇ જઈએ છે.
કેવું સારુ લાગે કે આપણે દરરોજ એકદમ ઉત્સાહથી, ઉમંગથી ભરપૂર રહેતા હોઈ તો!! કેવી મજા આવે દરરોજ બધું આપણા ધાર્યા મુજબ થઈ જતું હોઈ તો!! લોકો આપણા કહેતા પહેલા જ વાત સમજી જાય અને માની જાય તો!!! જો આવું થાઈ તો આપણા બધાની જીંદગી ખૂબ જ સરળ અને સુંદર બની જાય. પણ અફસોસ કે કોઈની જીંદગીમાં એવું બનતું નથી. બધાએ પોતાની સામે આવતી પરિસ્થિતિઓ સામે લડવું પડે છે કે નમવું પડે કે પછી એનો સ્વીકાર કરી તે વિપરીત પરિસ્થિતિને પોતાની પ્રગતિના પગથિયાં બનાવી આગળ વધતું રહેવું પડે છે. આ શિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી. પોતાની પીડા, પોતાની તકલીફ, પોતાના દુઃખ હંમેશા બીજાની થાળીના લડવાની જેમ મોટા જ લાગે છે.
બધાને પોતાની તકલીફ પૂછો એટલે એવી રીતે કહેશે કે જાણે આખી દુનિયાના દુઃખો એની પાસે છે અને એ એકલો જ બધું ઉપાડીને ચાલી રહ્યો છે. નાના બાળકને પૂછો તો એને પણ એની સમસ્યા ખૂબ મોટી લાગતી હોઈ પછી ભલેને તેના રમકડાંને લાગતી જ હોઈ. મોટા હોઈ તો એ પ્રમાણે એની લેવલ મુજબ વાત હશે. મેં એવા પણ ઘણાને જોયા છે આવી રીતે ઉધરની ઉપાદી લઈને પણ ફરતા હોઈ છે. આ દુનિયામાં કોઈ એવું નહી હોઈ કે એની પાસે કોઈ ફરિયાદ, કોઈ તકલીફ કે પછી કોઈ સમસ્યા ના હોઈ આથી કોઈએ એમ નથી વિચારવાનું કે હૂં જ કેમ આ સ્થિતિમાં!!! બસ સ્થિતિ-પરિસ્થિતિને જોવાની નજર બદલવાની છે. કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિ કઈંક તો એવું લઈને આવે જ કે જેમાંથી આપણને શીખવાનું અને સમાજવાનું મળે જ. સિક્કાની બેન બાજુની જેમ દરેકની બે બાજુ હોઈ જ છે. આપણે કઈ બાજુ મોઢું રાખીને બેઠા છે તે મહત્વનું છે.
ગઈકાલે ચશ્માંની ફ્રેમ તૂટતાં ચશ્માની દુકાનમાં ચશ્માંની ફ્રેમ લેવા ગઈ ત્યારે એમણે પૂછ્યું કે ખાલી ફ્રેમ જ બદલવાની છે ને એટલે મેં કીધું હા ભાઈ ફ્રેમ જ બદલવાની છે બાકી આંખના નંબર તો સમય સંજોગો પ્રમાણે બદલાતા રહે છે પણ દ્રષ્ટિ તો આપણામાં સમજણ અને સકારાત્મક જોવાની ટેવ હશે તો આવશે. એટલે એ કહે, સાચી વાત છે આમેય પણ અમે ખાલી કાચ અને ફ્રેમ જ વહેંચીએ છીએ. અને આ વાત મને વિચાર કરતી કરી ગઈ.......
તો ચાલો મિત્રો તમારા વિચારો પણ મને કમેન્ટ કરી જણાવશો. બધાને ઈશ્વર ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ગઈકાલે ખૂબ મોડો બ્લોગ પબ્લિશ કરવા બદલ માફ કરજો. બીજા બ્લોગ્સ માટે
shamdivine.blogspot.com
તમારા દરરોજના સુંદર સાથ માટે ખૂબ આભાર thank you.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો