આપણને શું જોવાનો સમય નથી???/What do we not have time to see ???
ૐ
આપણને શું જોવાનો સમય નથી???/What do we not have time to see ???
ઈશ્વરે આપણને સુંદર શરીર આપીને આપણી ઉપર ખૂબ ઉપકાર કાર્યો છે. એમાં પણ કેટલી સુંદર આંખો આપી છે કે જેના વડે આપણે આ સુંદર દુનિયા જોઈ શકીએ છીએ. જેને આંખોમાં દ્રષ્ટિ નથી આપી તેની માટે તો દિવસ રાત બધું એક જ સરખું. ક્યારેય વિચાર્યું છે કે કેવું લાગતું હશે એને??? આ આંખોની સાથે બીજી મનની આંખો પણ આપી છે કે જેનાથી આપણે સરખી રીતે જોઈ શકીએ અને સમજણ પૂર્વક પરખી શકીએ. બરોબરને!!!!
આપણે મનુષ્યોને આ ઈશ્વરના અદ્ભૂત આશીર્વાદની સાચી કદર નથી આથી આપણે તેનો દુરપયોગ પણ કરીએ છીએ. જયારે આપણે નાનકડા હતાં અને મમ્મી બધાને સાથે જમવા બેસાડે તો આપણી મનભાવતી વસ્તુ પીરસતા આપણે હંમેશા બીજાની થાળીમાં પહેલા નજર નાખીએ છીએ અને કહીએ કે એને મારા કરતા વધારે આપ્યું છે. એટલે કે બીજાની થાળીમાં હંમેશા મોટો જ લાડવો લાગે. જો કે હોઈ તો બધા સરખા પણ આ આપણી માનવ પ્રકૃતિ છે. આપણે હંમેશા આપણા કરતા બીજાની પ્રગતિનો હિસાબ ખૂબ રાખીએ છીએ. આ એક પ્રકૃતિગત સ્વાભાવ છે પણ આપણે એની ઉપર ખૂબ કામ કરવાની જરૂર છે કારણ કે તે આપણી પાસેથી સંતોષરૂપી ધન લઈ લ્યે છે.
ઈશ્વરે બધાને એના કર્મો અનુસાર જીવન આપ્યા છે અને તેને જે પાઠ આ દુનિયામાં શીખવાનો છે એજ વિષય અને એજ વર્ગમાં ( વાતાવરણમાં ) રાખ્યા છે પરંતુ આપણે આપણા જરૂરી અને બિનજરૂરી કામોમાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણે શાંતિથી ક્યારેય વિચારતા જ નથી અને ઘેટાંની જેમ ટોળામાં એકબીજાની આગળ પાછળ ચાલ્યે જાય છે.
આપણને આપણી પાસે શું છે કે શું નહી એ જોવાનો, જાણવાનો કે માણવાનો સમય જ નથી. આપણને હંમેશા બીજાની થાળીનો લાડવો મોટો દેખાય છે એટલે એના જેવડો લાડવો આપણી પાસે હોવા છતાં ખાઈ નથી શકતા અને એના જેવો લાડવો મેળવવા માટે બસ વિચરીયા વગર બીજો એના કરતા મોટો લાડવો આવશે એ પછી બેય ભેગા ખાશું એ લાલચમાં આપણો લાડુ ખાવાનો પણ રહી જાય છે. સામાન્ય ઉદાહરણ લઈએ તો, દીકરી અને દીકરાના લગ્ન સાથે થયા હોઈ ત્યારે લગ્નમાં આપણે દીકરીને શું આપ્યું છે તેના કરતા આપણી વહુ શું લઈ આવી છે તે જોવામાં વધારે ધ્યાન દઈએ છીએ. આપણે શું કરીએ છીએ એના કરતા આપણા સહકાર્યકરો શું કરે છે એની ખબર વધારે રાખીએ છીએ. હંમેશા આપણે ઈશ્વરે બીજાને શું આપ્યું છે તે જોવામાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણને ઈશ્વરે શું આપ્યું છે તે જોવામો સમય જ નથી....
આથી બીજાની થાળીમાં એનો લાડવો નાનો હોઈ કે મોટો હોઈ આપણે શું??? આપણે તો આપણી થાળીના લડવાની મજા માણીએ અને બીજા સાથે પણ વહેંચીને ખાઈએ. શું ખબર એ આપણા કરતા પણ વધારે દિલદાર હોઈ અને આપણી સાથે એનો લાડવો પણ વહેંચે?????બીજાને કદાચ ઈશ્વરે આપણા કરતા વધારે આપ્યું હશે પણ કઈંક તો એવું આપણને પણ આપ્યું હશે કે જે એના કરતા ચડીયાતું અને મોટું હશે અને મોટું ના પણ હોઈ તો એટલું તો હશે જ કે આપણે એની માટે એ ઉપરવાળાના આભારી થઈએ.....
મિત્રો, તો પહેલા હંમેશા આપણી પાસે શું છે એ જોવાની અને આપણે બીજાને શું આપી શકીએ એ શોધવાની ટેવ પાડજો કારણ કે આ ટેવ આપણામાં એક સંતોષની લાગણી જન્વમાશે જે ખૂબ જ કિંમતી છે અને તેનું કોઈ મૂલ્ય નથી. તો ચાલો રજા લવ. ફરી મળ્યે ત્યાં સુધી બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો