એવું શું છે જે આપણે ધ્યાનથી સાંભળીએ છે???/What is it that we listen to carefully???

 

એવું શું છે જે આપણે ધ્યાનથી સાંભળીએ છે???/What is it that we listen to carefully???

આપણે મનુષ્યો ઈશ્વરની સર્વ શ્રેષ્ઠ રચના છીએ. એકદમ સુંદર એકદમ સંપૂર્ણ. આ શરીર આપણા આત્માનું મંદિર છે. ઈશ્વરે જો આ શરીરમાં આત્માની સાથે ઇન્દ્રિયો ( આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ ) ના આપ્યા હોત તો આપણે એના વગર આ દુનિયાનો અનુભવ જ ના કરી સકત. કોઈ અંધને કે કોઈ મૂંગા બહેરા હોઈ એને જોશો તો ખબર પડશે. પણ ખાલી અનુભવ કરવો હોઈ તો આંખ બંધ કરીને પોતાના ઘરમાં જ ચાલીને જોજો. આપણને ખબર છે છતાએ આપણે ભટકાશું અને બીક પણ લાગશે. તો વિચાર કરો કે જે જન્મથી અંધ કે કોઈ તકલીફ વાળા હશે એનું જીવન કેટલું મુશ્કેલ હશે.જો આત્મા અને મન એને કાબુમાં ના રાખે તો આપણને ફસાવનાર પણ આપણી ઇન્દ્રિયો જ છે.

કહેવાય છે કે મનુષ્યના અંત સમયમાં આ ઇન્દ્રિયો સૌવથી પહેલા કામ કરવાનું બંધ કરે છે પણ એક સાંભળવાની શક્તિ છે તે મર્યા પછી પણ ઘણીવાર સુધી સક્રિય હોઈ છે. જીભેથી આપણે બોલીએ અને કાનેથી સાંભળીએ છીએ પરંતુ આમાં બોલવા કરતા સાંભળવાનું વલણ વધારે હશે તો જીવન સુખી વધારે હશે. કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કરવો હોઈ તો આંખ, કાન અને જીભ આ ત્રણેયનો સમન્વય હોઈ તો જ કરવો બાકી ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ જૂઠ હોઈ શકે. આપણે  બધા જ આપણી જાતને ખૂબ હોશિયાર માનીએ છીએ અને એટલે આપણને સાંભળવા કરતા બોલવું વધારે ગમે છે. જો કે બધામાં બોલવાની શક્તિ નથી હોતી એટલે કે પોતાના વિચારો બીજાની સામે સરળતાથી નથી રાખી શકતા પણ મને લાગે કે બોલવા કરતા સાંભળવાની શક્તિ વધુ વિક્સવીએ તો ઘણું બધું બચાવી શકાઈ. પરંતુ આપણે ક્યારે બોલવું, કેટલું બોલવું અને કેવું બોલવું એ ખબર હોઈ તો આપણે કદાચ બીજાના હૃદય ઉપર રાજ કરી જ શકીએ.

આપણને બીજાને સલાહ અને શિખામણ તો દેવી ખૂબ જ ગમે છે પણ એ દેતા પહેલા હંમેશા પોતાની જાતને એ વ્યક્તિની જગ્યાએ રાખી જોઈ અને પછી પરિસ્થિતિમાંથી બહાર રહીને જોઈ પછી જ બોલવું કે કહેવું. શિખામણ અને સલાહ દેવી ખૂબ સરળ છે પણ જેની આપવીતી હોઈ તેની માટે કદાચ સરળતાથી માનવી અઘરી હોઈ છે. સલાહ અને શિખામણ સાચી હોઈ છે અને આપણા વડીલો કે શુભચિંતકો આપણને સાચી સલાહ આપતાં હોઈ અને આપણને ખબર પણ હોઈ પરંતુ આપણને એ ધ્યાનથી સાંભળતા પણ નથી. આપણે એને ખોટું પ્રવચન ગણીને ઘણી વખત નકારી પણ દઈએ છે. ક્યારેક સમજ્યા કે વિચાર્યા વગર સામે જવાબ પણ આપી દઈએ છે જયારે આપણને ખબર હોઈ છે કે એ સાચું કહે છે. એનાથી ઉલ્ટુ ત્યારે બને છે જયારે કોઈ આપણા વખાણ કરતા હોઈ. એ સાચા હોઈ કે ખોટા હોઈ આપણે સલાહ અને શિખામણ કરતા ધ્યાનથી સાંભળીએ છીએ. આપણે મનુષ્યોને ખુશામત કરવા કરતા સાંભળવી ખૂબ ગમે છે. ખુશામત કરનારાઓની કોઈની ખુશામત કરવી મજબૂરી હોઈ છે પણ આપણે એ ખૂબ ધ્યાનથી સાંભળીએ છીએ અને આપણને ખબર પણ હોઈ કે સાવ ખોટી છે છતાએ ખુશ પણ થતા હોઈએ છે. જો આ ખુશામત સાંભળવાની ટેવ પડી ગઈ તો પછી આપણને જીંદગીના મુશ્કેલીઓના ખાડામાં પડતા કોઈ નહી બચાવી શકે. જી હા! આપણે પોતે પણ નહી. આથી જે પણ સાંભળીએ શિખામણ,  સલાહ કે ખુશામત કે વખાણ હંમેશા વિચાર અને ચિંતન કરી પછી જ પોતાની વાણીનો સદુપયોગ કરવો.

તો મિત્રો તમારા વિચારો કમેન્ટ દ્વારા મને જણાવવા માટે ખૂબ આભાર. ઘણું શીખવાનું અને જાણવાનું મળે છે.  આમ જ સુંદર સંબંધ બનાવી રાખવા માટે અને દરરોજ સાથ આપવા માટે ખૂબ આભાર. તો ચાલો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday