ક્યાં બે ભાગમાં જીંદગી પૂરી થઈ જાય છે????/Where does life end in two parts ????

 

ક્યાં બે ભાગમાં જીંદગી પૂરી થઈ જાય છે????/Where does life end in two parts ????

આ બ્રહ્માંડમાં જોવા જઈએ તો બધું જ એકબીજા સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલું જ છે. આપણે બધા વ્યવહાર પણ આપણી ઈચ્છા મુજબ નહી પણ કુદરત કહો કે ઈશ્વર કહો કે પછી બીજું ગમે તે, આપણે તેની ઈચ્છા મુજબ જ કરીએ છીએ. આપણી અંદર રહેલા અભિમાન ખાતર આપણે ઘણી વખત માનીએ છીએ અને ઘણી વખત નકારીએ છીએ પરંતુ દિલ તો હંમેશા સાક્ષી પુરે જ છે. આપણે બધા ધરતી ઉપર આવીએ તો એક ધ્યેય લઈને પણ તે ધ્યેયને આપણે ધરતી ઉપર આવતા ભૂલી પણ જઈએ છે. ઘણી વખત સારુ કામ હોઈ છતાં આપણે ના કરવું હોઈ અને એવી અદ્રશ્ય શક્તિ આપણને વારેવારે એ કામ આપણી સામે લાવતી હોઈને આપણે પૂરું કરવું જ પડે છે ત્યારે આપણને ખબર પડે છે. આમ જુઓ તો જીંદગી ખૂબ સરળ છે પરંતુ આપણે એને ગુંચવી નાખીએ છીએ.

 એક ફિલ્મની જેમ જ આપણી જીંદગી પણ બે ભાગમાં વહેંચયેલી છે. ઇન્ટરવલ (મધ્યાહન)પહેલાનો ભાગ અને બીજો ઇન્ટરવલ પછીનો ભાગ અને વચ્ચે જયારે ઇન્ટરવલ પડે તેમાં આપણે આગળ જોયેલી ફિલ્મને સમજવાની કોશિષ કરીએ છીએ અને ખાઈએ છે, પીએ છે, આનંદ કરીએ છીએ ત્યાં તો ઇન્ટરવલ પછીનો ક્લાઈમેક્સ વાળો ભાગ શરુ થઈ જાય છે. તમને નથી લાગતું કે આપણી જીંદગીનું પણ કઈંક આવું જ છે?? જેવી રીતે ફિલ્મમાં ઘણા બધા કલાકારો હોઈ છે પણ આપણી પસંદના હોઈ તો ફિલ્મ જોવાની મજા પડે છે અને જો આપણા મનગમતા ના હોઈ તો ફિલ્મ જોઈ નાખીએ છે પણ ચાલે એટલે કે જોવા ખાતર જોઈ લઈએ છે. મને બસ આપણા જીવનમાં પણ આવું જ લાગે છે.

બીજી રીતે જોઈએ તો પણ જીંદગી બે ભાગમાં જ પૂરી થાઈ છે. મેં એક સુવાક્ય વાંચ્યુંતું આ વિશે. "હજી અને હવે " આપણે જયારે જન્મ લઈએ ત્યારે ઘરમાં ખુશીઓ છવાઈ હશે એમ હૂં માનું છું. આપણા જન્મતાની સાથે આપણી સાથે મા બાપની આપણી પ્રત્યેની ઈચ્છાઓ અને ચિંતાઓ વગેરે પણ જોડાઈ ગયા હશે. અત્યારે બધાના વિચારો બદલાયા છે પણ તોયે મા બાપ તો મા બાપ છે. હકીકતમા તેઓને આપણી ચિંતા હોઈ છે આથી દરેક નવી વસ્તુ કે  વિચાર કે પછી વ્યક્તિ વિશે જયારે આપણે વિચાર કે કોઈ મંતવ્ય રાખીએ ત્યારે તેઓ તરત કહીં દેશે કે એ વિશે વાત કરવાની હજી તારી ઉંમર નથી, હજી તારાથી એકલા ના જવાઈ, હજી તે દુનિયા નથી જોઈ, હજી તારામાં એટલી પક્વ બુદ્ધિ નથી, હજી તને ખબર ના પડે, હજી તો બોવ જીંદગી સામે પડી છે. બસ આ હજી હજી વાળો ભાગ એટલે આપણા જીવનની ફિલ્મનો ઇન્ટરવલ પહેલાનો ભાગ પૂરો થયો.

ચાલો ભાઈ ઇન્ટરલ પડ્યો. કઈંક ખાઈએ પીએ થોડો આટો ફેરો કરી આવીએ એટલે પગ હળવો થાઈ અને આપણે પણ બસ હજી ના થાઈ એમાંથી છૂટીને પગ હળવો કરવા ઉભા થઈએ છે. લગ્નના લાડવા ખાઈએ, પ્રેમની મોજ માણીએ, આંકક્ષાઓના વિમનમાં બેસી ખૂબ ઉડીએ કદાચ બીજાને સુખી કરવામાં બીજા માટે ખાવા પીવાનું લઈ આવવામાં આપણો તો ઇન્ટરવલ પૂરો થઈ જાય છે. બસ એવી જ રીતે આપણી જીંદગીનો ઇન્ટરવલ વાળો ભાગ પણ બધું ભેગું કરવામાં અને પોતાની જવાબદારીઓ પૂરી કરવામાં પૂરો થઈ જાય છે. ઘણું બધું ખાવાનું,પીવાનું, વાતો કરવાનું, હસવા બોલવાનું રહી ગયું. ચાલો પછી કરશું એમ વિચારીને બેસી જઈએ છે ઈચ્છાઓને મારીને. અને પછી ચાલુ થાઈ છે ક્લાઈમેક્ષ વાળો બીજો ભાગ.

આ ભાગમાં તો લગભગ આખી વાર્તા સમજમાં આવી જાય છે પણ ક્યારેક જીંદગીની અને સિનેમાની ફિલ્મમાં છેલ્લી ઘડીએ વળાંક આવે ને બધું જ બદલાઈ જાય. જીંદગીમાં બાળકો મોટા થઈ જાય, બધા પોતપોતાની જીંદગીમાં મશગુલ થઈ જાય ત્યારે આપણે વિચાર આવે કે ચાલો હવે આપણી મરજી મુજબ થોડું જીવીએ ત્યાં તો તો આવે ક્લાઈમેક્ષ શબ્દ " હવે " હવે કાંઈ થોડું આ ઉંમરે શોભે, હવે કાંઈ ઉંમર છે જેમ તેમ ખાવા પીવાની, હવે તે કાંઈ દુનિયા થોડી જોવાઈ પ્રભુ સ્મરણનો ટાઈમ છે, હવે થોડું જ્યાં ત્યાં ના જવાઈ કાંઈ થાઈ તો, હવે નિરાંત રાખી બેસો, હવે હવે હવે કરતા આપણે અને બીજા પણ આપણને મોતની રાહ જોવા બેસાડી દયે છે અને આપણી પાસે પણ આજ રસ્તો રહી જાય છે અને સિનેમાની ફિલ્મની જેમ આપણી જીંદગી પણ " હજી અને હવે " ની વચ્ચે પૂરી થઈ જાય છે.

પણ મિત્રો, હજુ જો તમારી જીંદગી ઇન્ટરવલે પહોંચી હોઈ તો આમાંથી શીખજો અને ઇન્ટરવલ પછીની સ્ટોરી જાતે લખવાની હિંમત કરજો. આપણે આજની ખબર છે આથી જીંદગી પણ આજમાં જ છે. કાલ થાઈ તો સુંદર એની જેમ આજ જીવન છે જો બીજો જન્મ કે જીવન હોઈ તો આપણને ખબર નથી પણ અત્યારે આ જ જીવન હાથમાં છે તો એનેજ આપણા જીવનની સુંદર સુપરહિટ ફિલ્મ કેમ ના બનાવ્યે????? ચોક્કસ વિચારજો.

તો ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!