આપણા કરતા વધારે લાંબું આયુષ્ય કોનું???/Who has a longer life than us ???
ૐ
આપણા કરતા વધારે લાંબું આયુષ્ય કોનું???/Who has a longer life than us ???
આ દુનિયામાં બધાને ખૂબ લાંબું અને નિરોગી થઈને જીવવું છે. કોઈને મરવું નથી કે મારવાની ઉતાવળ પણ નથી. જેવી રીતે આ કોરોનાની વેક્સીન આવી તેવી રીતે કોઈ કહે કે એક એવી દવા આવી છે કે જેનાથી તમને કોઈ મોટી બીમારીઓ નહી થાઈ પરંતુ ડાયાબિટીસ ને બ્લડપ્રેસરને એવી નાની મોટી બીમારીઓ થશે પણ તમે ગેરેન્ટેડ નેવું થી સો વર્ષ જીવશો તો મને લાગે છે કે વેક્સીન લેવા માટે પડાપડી થાઈ કોરોના કરતા પણ વધારે.... પણ આ તો ખાલી વિચાર જ છે. પણ એક વાત નક્કી કે બધાને પોતાની જીંદગી વ્હાલી છે અને દરેકને લાંબું આયુષ્ય જોઈએ છે. ( કોઈક અપવાદ નીકળી શકે ). પરંતુ આ અશક્ય છે. ઈશ્વરે જેને જેટલા શ્વાસ આપીયા તેટલા જ શ્વાસ લઈ શકીએ છીએ આથી જ યોગ પ્રમાણે લાંબા શ્વાસ લેવાનું મહત્વ છે. ટૂંકા શ્વાસ વાળી વ્યક્તિ જલ્દી જલ્દી શ્વાસ લઈ લ્યે છે આથી યોગ પ્રમાણે તેમનું આયુષ્ય પણ ટૂંકું હોઈ છે.
એક વાત નક્કી જ છે કે આ ધરતી પણ જે જનમ્યા છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે પછી ઈશ્વર પોતે જ કેમ આ ધરતી પર આવ્યા હોઈ. આપણે તો સામાન્ય મનુષ્ય છે. આથી ઈશ્વર કહે છે કે આ શરીરથી તો આપણે લાંબું નથી જીવી શકવાના પરંતુ આપણું નામ અને આપણી પ્રતિષ્ઠા ખૂબ લાંબું જીવવાની છે. આથી આપણે હંમેશા આપણા કર્મોનું ધ્યાન રાખવાનું છે કે જેના થકી આપણું નામ અને પ્રતિષ્ઠા બને છે. પ્રખ્યાત થવા માટે બે રીત એક સારા કર્મો વડે અને બીજી રીત ખરાબ કર્મો વડે. આ બંને રીતે લોકો આપણને યાદ કરે છે પણ એકમાં માણસો સારી રીતે યાદ કરે છે અને બીજીમાં આપણને બદદુઆ આપે અને યાદ કરે. આપણે ઘણી વખત પરિવારમાં જોઈએ છે કે જો તમારું વર્તન સારૂ હશે તો તમને અવારનવાર સુખદુઃખના પ્રસંગે યાદ કરશે, તમને બોલાવશે પરંતુ તમારો વ્યવહાર કચકચ કરવાનો, વાતે વાતે રિસાઈ જવાનો કે કામકાજમાં મદદ કરવાને બદલે તેમાં ખામીઓ શોધવાનો હશે તો તમને બોલાવશે પણ જરાએ મહત્વ નહી આપે અથવા એક બે વખત બોલાવશે ને પછી કદાચ બોલાવવાનું પણ બંધ કરી દયે. આવું આપણે જોતા જ હોઈને આવું સભ્ય પરિવારમાં હોઈ પણ છે, જેને વાતે વાતે દુઃખ લાગતું હોઈ અને પોતાની જાતને જ મહત્વ આપતું હોઈ. પણ શું આ યોગ્ય છે???
આપણા વડીલો કહેતા કે પૈસો જશે તો પાછો કમાઈ શકાઈ છે પરંતુ એક વખત માન સમ્માન અને પ્રતિષ્ઠા ગઈ તો પાછી મેળવવી ખૂબ અઘરી છે. આજની પેઢીને બધું સસ્તું, સારૂ અને મફત જોઈએ છે આથી ઘણા ટૂંકા રસ્તાઓ ઉપર જાય છે અને જીવનની બરબાદી અને પોતાની બદનામી કરે છે. બદનામી અને સત્કર્મોની સુવાસ બંને ખૂબ જલ્દીથી ફેલાઈ છે અને આપણી પ્રતિષ્ઠામાં વધારો કે ઘટાડો કરે છે આથી હંમેશા આપણા કર્મોનું ધ્યાન રાખવાનું છે જે એની મેળે જ આપણી પ્રતિષ્ઠાનું ધ્યાન રાખશે. સારા કર્મો હશે તો પ્રતિષ્ઠા પણ સારી હશે અને લોકો આપણે હયાત હશું ત્યારે અને દુનિયામાંથી વિદાઈ થાશું ત્યારે પણ યાદ કરશે આથી આપણે આપણી પ્રતિષ્ઠાની ખૂબ સંભાળ રાખવાની છે જે આપણા કરતા પણ આ દુનિયામાં લાંબું જીવવાની છે.
એક વાત ચોક્કસ કહેવી ગમશે કે સાચી પ્રતિષ્ઠા માનવીના સદગુણોથી, વિચારોથી અને સારા નીતિપૂર્વકના, પ્રામાણિક કાર્યોથી મળે છે. આથી જે લોકો દુનિયામાં આવા સુંદર કાર્યો કરીને ગયા છે તેને વર્ષો અને સદિયો પછી પણ યાદ કરીએ છીએ, પછી ભલે તેનો વંશ કે વારસદાર હોઈ કે ના હોઈ. આથી જ શ્રી કૃષ્ણની ગીતા, મહાત્મા ગાંધીના કાર્યો અને સ્વામીવિવેકાનંદને યાદ કરીએ છીએ. આમાં વંશવારસદારો પણ છે અને વંશ વગરના પણ છે. પ્રતિષ્ઠા કર્મોથી બને છે. ઘણી વખત ખોટી પ્રતિષ્ઠા માટે બીજાને આપણે અન્યાય પણ કરી બેસીએ છીએ તેની પણ કાળજી લેવી જોઈએ, પછી તે પરિવાર હોઈ કે બહારનું કોઈ બધાને પોતાના સ્વાભિમાનની રક્ષા કરવી જોઈએ પણ અભિમાનની નહી.
તો ચાલો મિત્રો, આપણા સત્કર્મોથી આપણી પ્રતિષ્ઠા વધારીએ અને ટૂંકું જીવીએ તો પણ દુનિયામાં લાંબું જીવીએ. બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો