પાણીમાં પડવાથી કોઈ નથી મરતું પણ તરતા નથી આવડતું એટલે ડૂબીને મરે..../ you don't die becsuse you fell in the water but you will die if you don't know how to swim....

 

પાણીમાં પડવાથી કોઈ નથી મરતું પણ તરતા નથી આવડતું એટલે ડૂબીને મરે..../ you don't die becsuse you fell in the water but you will die if you don't know how to swim....

આજે એવું કોઈ નહી હોઈ કે તેને જીવનમાં કોઈ સમસ્યા નહી હોઈ. એવું કોઈ ઘર નહી હોઈ જ્યાં ક્યારેય કોઈનું અવસાન નહી થયું હોઈ. એવો કોઈ પરિવાર નહી હોઈ કે કોઈ દિવસ તેઓને કંઈ તકલીફ ના પડી હોઈ. ચોક્કસ બધાને એવું તો કઈંક હોઈ જ છે કે તકલીફ આપતું હોઈ કે કઈંક સમસ્યા હોઈ કે પછી પોતાના શરીરની જ કોઈ પીડા કે તકલીફ હોઈ જ. આથી હંમેશા મારું દુઃખ મોટું, મરી તકલીફ મોટી, મરી સમસ્યાઓ વિશાળ છે એમ માનવાની જરૂર નથી. દુઃખ, તકલીફ, પીડા આ બધું બધાને હોઈ જ છે. કોઈને નાની હોઈ તો કોઈને મોટી હોઈ છે. અરે!! નાનકડા બાળકને પૂછશો તો એ પણ તમને એના લેવલની સમસ્યાઓ ગણાવી જ દેશે. આથી સમસ્યાઓ હોવી કે તકલીફો હોવી એ નવી વાત નથી. નવી વાત એ છે કે આપણે એ સમસ્યાઓને કઈ રીતે જોઈએ છે અને એ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરીએ છીએ, તે મુખ્ય બાબત છે. સંસારમાં આવિયા છે તો સુખ દુઃખ, સમસ્યાઓ, તકલીફો આ બધું તો સંસારનો એક અવિભાજ્ય ભાગ છે આથી આવશે પણ ખરા અને તેનો સામનો પણ કરવો જ પડશે પછી તે રડતા રડતા કરો કે હસ્તા મુખે કરો.

જયારે કોઈ માણસ કે વ્યક્તિ નદી કે તળાવમાં પડે છે તો તેનું મર્ત્યું નથી થતું પરંતુ તેને પાણીમાં તરતા નથી આવડતું આથી તે ડૂબે છે ને મરી જાય છે. બસ આવું જ કઈંક આપણી સાથે થાઈ છે.  જીવનમાં પરિસ્થિતિઓ તો આવે ને જાય પરંતુ આપણને એનો સામનો કરતા, લડતા નથી આવડતું એટલે એ સમસ્યા કે પરિસ્થિતિ આપણી ઉપર હાવી થઈ જાય છે. પરિસ્થિતિ ક્યારેય સમસ્યા નથી બનતી પણ આપણને જયારે એની સામે લડતા નથી આવડતું ત્યારે એ પરિસ્થિતિ સમસ્યા બને છે. આથી પરિસ્થિતિ પ્રત્યે તમારો કેવો દ્રષ્ટિકોણ છે તે ખૂબ મહત્વનું છે. ઘણી વખત લોકો આપણને સકારાત્મક રહેવાનું કહે છે પરંતુ ત્યારે આપણને કંઈ જ સૂઝતું નથી હોતું. પરંતુ આ પહેલું પગથિયું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં હંમેશા સકારાત્મક વલણ રાખવું. તે પછી મનને સ્થિર અને શાંત રાખી વિચાર કરવો પછી તટસ્થ રહી વિચાર કરીને જોવું કે આ સમસ્યા બીજા સામે આવી હોત તો આપણે એની કઈ રીતે મદદ કરત. બસ અહીંયા જ આપણા સમસ્યાના તાળાની ચાવી છે. જો મનમાં લાઈટ થઈ જાય તો મળી જાય. આ અખતરો મારો એક વખત નહી ઘણી વખત આજમાવેલો છે. પ્રયત્ન કરી જોજો.

બાકી આપણી જાતને આપણાથી વધુ કોઈ ના સમજી શકે. આપણી સમસ્યાઓ, તકલીફો, પીડાઓ બધું આપણું હોઈ છે બીજાનું નહી આથી એમાંથી છુટકારો પણ આપણે જ મેળવવાનો છે. જો આપણે અરીસામાં કે પાણીમાં આપણું પ્રતિબિંબ ચોખ્ખું જોવું હોઈ તો અરીસા ઉપર ધૂળ ના હોવી જોઈએ અને પાણીમાં વમળ ના હોવા જોઈએ એટલે કે સ્થિર અને ચોખ્ખું હોવું જોઈએ. બસ આવી જ રીતે આપણા મનની સ્થિતિ પણ પાણીની જેમ શાંત અને સ્થિર હોવી જોઈએ. જેથી આપણે પરિસ્થિતિમાં એવેલી સમસ્યાઓ જોઈ શકીએ અને તેને પૂરી હિંમતથી વિશ્વાસથી દૂર પણ કરી શકીએ. ( મનને સ્થિર રાખવા યોગ, ધ્યાન, નિષ્કામ ભક્તિ કે નિષ્કામ કર્મ જ દવા છે )

હંમેશા યાદ રાખવું કે પરિસ્થિતિ મોટી નથી પણ આપણા મનની સ્થિતિ મોટી  છે......... તો ચાલો મિત્રો, ફરી મળ્યે ત્યાં સુધી અને હંમેશા બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ માટે shamdivine. blogspot.com ઉપર જાવ.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day