ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ટકશે....../Assuming the relationship lasts longer than asking......

 ૐ

શું ધારી લઈએ એના કરતા પૂછી લઈએ તો સંબંધ વધારે ના ટકે???/Assuming that the relationship does not last longer than asking ???

આપણે બધા એકલા જંગલમાં નથી રહેતા. બધા જ એક ભર્યા પુરા પરિવારોમાં રહીએ છીએ. એક જ હાથની પાંચ આંગળીઓ પણ સરખી નથી, એક માના પાંચ બાળકોમાં કંઈ સરખું નથી તો પછી એક પરિવારમાં બધા લોકો અને તેમના સ્વાભાવ ક્યાંથી સરખા હોઈ!!! બધા સાથે રહેતા હોઈ તો અણબનાવ, બોલાચાલી અને મનદુઃખ પણ થાઈ કારણ કે આપણે બધા મનુષ્યો છીએ. આ દુનિયામાં કોઈ પણ સર્વગુણ સંપન્ન નથી. બધામાં કોઈને કોઈ ખામી અને કોઈને કોઈ ગુણ હોઈ જ છે. જેવી રીતે લોહચુંબકના સરખા છેડા જોડો તો એકબીજાથી દૂર ભાગે અને વિરુદ્ધ છેડા જોડો તો ભેગા થાઈ. બસ આવું જ આપણા મનુષ્યોમાં છે. જીંદગીમાં બે વ્યક્તિની અંદર બધું સરખું જ હોવું જોઈએ કે પછી બંનેના વિચારો મળતા જ હોવા જોઈએ એ જરૂરી નથી. એવું પણ ના માની લેતા કે  જેઓ સરખા વિચારોવાળા છે તેઓ આખી જીંદગી સુખેથી સાથે જ રહે છે કે તેમના કોઈ ઝઘડા નથી થતા!!! જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓ હોઈ ત્યાં હંમેશા બે વ્યક્તિત્વ અને બે મન સાથે હોઈ છે અને બંનેને પોતાના વિચારો, મંતવ્યો, ઈચ્છાઓ અને પોતાની એક સમજણ હોઈ છે. જયારે આ સમજણ એકબીજા સાથે સહમત થાઈ ત્યારે જ એકબીજા વચ્ચે પ્રેમ હોઈ એવું જરૂરી નથી. ક્યારેક સહમત હોઈ પણ ખરા અને ક્યારેક વિચારો પર સહમત ના પણ હોઈ પણ એવું જરૂરી નથી કે ત્યાં હંમેશા અણબનાવ હોઈ જ.

સંબંધોમાં સૌવથી જરૂરી છે એકબીજાની ઈચ્છાઓને માન આપવાનું, એકબીજા સાથે ખુલ્લા દિલે વાત કરવાનું અને એક બીજા ઉપર વિશ્વાસ કરવાનું. તમે જ વિચારો કે તમારી જ ઈચ્છા પ્રમાણે બધું થતું હોઈ, બધા તમારી જ હામાં હા અને નામાં ના કરતા હોઈ તો જીંદગી કેટલી નીરસ થઈ જાય. કોઈ રિસાઈ નઈ, કોઈ મનાવે નઈ અને બધા એક જ જીંદગી જીવ્યે જાય. જેવી રીતે ભોજનમાં એકલું ખાટું કે ખારું કે તીખું કે મીઠું મીઠું જ ના ચાલે, બધા સ્વાદ જોઈએ તોજ એ સંપૂર્ણ ભોજન કહેવાય તેમ જીંદગીમાં પણ પ્રેમની સાથે થોડા નોકજોક કે અણબનાવ થાઈ તો એ જીંદગીને રસપ્રદ બનાવે છે. આપણાથી કોઈ રિસાઈ તો એને મનાવવાની અને થોડીવાર નખરા કર્યા પછી માની જવાની પણ એક મજા છે.  જીંદગીમાં પોતાની ઈચ્છા તો સૌવ માને અને મનાવવાની કોશિષ કરે પણ જ્યારે બીજાની ઈચ્છાને માન આપીએ  ત્યારે તે વ્યક્તિ દિલથી તમારું માન જાળવશે.

ઘણી વખત આપણે ઘરના સભ્યો સાથે કે આપણા જીવનસાથી સાથે ઝઘડો થાઈ કે કોઈ વાતે અનબન  થાઈ તો ક્યારેય શક ના કરવો અને ક્યારેય કોઈની પણ વાત આંખ બંધ કરીને માની ના લેવી. કોઈ દિવસ આપણા મનથી વિચાર કરી ધારી પણ ના લેવી. એ અડધી વાત કરે અને ઓછું સમજો તો પૂછી લેવું પણ ઊંધુ સમજવાની ભૂલ તો ક્યારેય ના કરવી. સંબંધોમાં તો હંમેશા ચોખવટ હોવી જોઈએ. સૌવથી વધારે ઝઘડાઓ કે અણબનાવ એટલે જ લાંબા ચાલે છે કે લોકો ચોખવટ કરવાની બદલે એકબીજા પ્રત્યે મનથી ધારણા કરી લ્યે. હકીકતમાં એવું કંઈ જ નથી હોતું જેવું આપણે ધારી લીધું હોઈ. આથી મિત્રો હંમેશા યાદ રાખો કે ક્યારેય અણબનાવ થાઈ તો તમારા મનથી કંઈ પણ ધારી લીધા પહેલા જો મોટપ રાખી સરખું પૂછી લેશો તો આપણા સંબધો ખૂબ ટકશે અને વિશ્વાસપૂર્વક લાંબા ચાલશે. આ વિશે જરૂરથી વિચારશો અને તમારા વિચારો મારી સાથે શેર કરજો.

ફરીથી બધાના કલ્યાણની ભાવના સાથે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 ગઈકાલની શુભકામનાઓ માટે અને તમારા હંમેશના સુંદર સાથ અને કમેન્ટ માટે ખૂબ ખૂબ આભાર. Thank you.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday