કોઈની ટીકા કરવા કરતા ટેકો આપવો સારો.....

 

કોઈની ટીકા કરવા કરતા ટેકો આપવો સારો.....

મનુષ્ય એક વિચિત્ર સ્વાભાવવાળું પ્રાણી છે. હંમેશા પોતાની અંદર જોવા કરતા બીજાને જોવામાં વધારે મશગુલ હોઈ છે. ગમે તે કોઈ સારૂ કામ કરે તો જલ્દીથી સ્વીકારી એના વખાણ નહી કરે પરંતુ તેના કામમાં કંઈને કંઈ ખામીઓ કાઢશે. મજાની વાત એ હોઈ કે તે ખામીઓ તેના કામને સુધારવાના ઈરાદાથી નહી પણ તેમને નીચા પાડવાના ઈરાદાથી જ મોટા ભાગે થતું હોઈ છે.

દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જન્મતા સાથે જ હોશિયાર નથી થઈ જતો. દુનિયામાં આવિયા પછી જ બધું શીખે છે. જે આજે વિધાર્થી છે તે આવતીકાલ પ્રોફેસર પણ બનશે બસ જરૂર છે તો એની મહેનત અને લગનની અને સાથે સાથે સાચા માર્ગદર્શકની જે એને એની ભૂલો પણ બતાવે અને તેમાં સુધારો કરી આગળ વધવાનું પણ શીખવાડે. કોઈ પણ ક્ષેત્રમાં તમે કામ કરો, હંમેશા શરૂઆતથી શરુ કરવાનું હોઈ છે. હા, કદાચ તમે પૈસાદાર અને ધંધાર્થી હોવ તો સંતાનોને ચાલુ ધંધો આપો પણ એને ચલાવવા માટે તો એ સંતાનોને પહેલેથી જ શીખવું પડશે નહીંતર એના બીનઅનુભવી નિર્ણયો દેવાળું કરી શકે છે.

કોઈને પણ શીખવા માટે અને શીખવવા માટે ધીરજની જરૂર રહે છે. વિધાર્થી હોઈ એનામાં જિજ્ઞાસા, ધીરજ અને નમ્રતા હોવી જરૂરી છે. જોકે આ ગુણો દરેક મનુષ્યમાં હોવા જોઈએ. આપણે અભિમાન સાથે કોઈ પાસે કંઈ શીખવા જઈએ તો એ આપણને શીખવવાની જગ્યાએ આપણું આવડતું હોઈ એને પણ બગાડી શકે છે. વિધાર્થી એટલે ફક્ત શિક્ષણ કે ભણતરવાળા જ નહી પણ એ બધા લોકો જેને કંઈ જાણવું છે, શીખવું છે. પછી તે કોઈ કારીગરી હોઈ, કે પછી રસોઈ હોઈ, કે પછી બીજું ગમે તે. હંમેશા શીખવવાવાળું ગુરુનું સ્થાને કહેવાય પછી ભલે તે નાનકડું બાળક જ કેમ ના હોઈ અને શીખવાવાળું હંમેશા વિધાર્થી જ કહેવાય પછી તે વૃદ્ધ જ કેમ ના હોઈ!!

શીખવા અને શીખવવાની વિધિ ખૂબ ધૈર્ય માંગી લે છે. જયારે કોઈ કંઈ નવું શીખે તો એ વ્યક્તિ એનું શીખેલું બીજાને બતાવવા માટે ખૂબ આતુર હોઈ છે અને તે પોતાના વખાણની અપેક્ષા રાખતું હોઈ છે પછી તે નાનકડું બાળક હોઈ કે આપણા જેવી મોટી વ્યક્તિ. પરંતુ આપણે શું કરીએ જયારે આપણી પાસે કોઈ કંઈ બતાવવા કે જાણવા આવે ત્યારે આપણે તેના કામના વખાણ તો ઠીક પણ એની ક્યારેક એટલી ટીકા કરીએ છીએ કે સામેની વ્યક્તિની હિંમત જ ભાંગી નાખીએ છીએ અને જ્યારે એવું   થાઈ ત્યારે એ વ્યક્તિ બીજી વખત આપણી પાસે આવશે જ નહી. બની શકે તો સકારાત્મક રીતે ખામીઓ (constructive feedback)  બતાવવી જોઈએ જેથી કરીને તે નિરાશ થવાની બદલે પોતાનામાં કે પોતાના કામમાં સુધારો કરી આગળ વધી શકે. આથી બની શકે તો વ્યક્તિની કે તેના કામની ટીકા કરવાની બદલે તેને ટેકો આપો જે તેનો ઉત્સાહ પણ વધરશે અને તમને પણ એક સાચા માર્ગદર્શકના રૂપમાં જોશે. જીંદગી ગમે તેવું માણસ હોઈ તેમાં એવું કઈંક તો એવું હોઈ જ કે આપણને એમની પાસેથી શીખવાનું મળે.

મેં થોડા સમય પહેલા ક્યાંક વાંચ્યુંતું કે, " એક સાથે ચાર જણા ને કાંધ આપતાં જોઈને મૃત વ્યક્તિના મનમાં વિચાર આવ્યો કે, એક જણ કાફી હોત તો જીવતો હતો ત્યારે સાથ (ટેકો ) આપ્યો હોત તો..... "  આ મને  વિચાર કરતું કરી ગયુ કે સાચું જ છે આપણે જયારે માણસને ટેકો આપવાનો હોઈ ત્યારે તેની ટીકા કરીએ છીએ અને એનું પરિણામ ઘણી વખત ખૂબ ખરાબ હોઈ શકે છે. આથી મિત્રો ખાસ ધ્યાન રાખજો જયારે કોઈને આપણા ટેકાની જરૂર હોઈ ત્યારે તેમની ટીકા ના કરતા કારણ કે વારા પછી વારો હોઈ છે ને મે પછી હંમેશા ગારો હોઈ છે. ચાલો ત્યારે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......