આજે ખબર નઈ......

 

આજે લખવુંતું પણ લખવાની મરજી નોહતી થતી. ક્યારેક મનમાં ઘણું બધું ચાલતું હોઈ છે. જયારે આપણે કોઈ વસ્તુ કે વાતમાં ધ્યાન ના આપી શકીએ ત્યારે સમજવું કે મગજમાં કોઈ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્વ ગમે તે હોઈ પણ આપણા મનની શાંતિ હણાઈ જાઈ છે.

આજે કઈંક એવું જ ચાલ્યું. ધારેલું કામ સમયસર ના થાઈ અથવા આપણી રાખેલ અપેક્ષાએ કોઈ ખરું ના ઉતરે તો થોડું મન બેચેન બને. કદાચ આજે કઈંક એવું જ બન્યું પણ અત્યારે બધું ઠીક છે કારણ કે મનની સાથે વાત થઈ ગઈ અને સમાધાન પણ મળી ગયું. પણ હવે એ અપેક્ષા નહી રાખું કે મેં જે સમાધાન શોધ્યું છે તે મુજબ જ બધું થશે. કદાચ ઉલ્ટુ પણ થાઈ પણ જોયું જશે પરંતુ મન થોડું શાંત ચોક્કસ થઈ ગ્યું.

મેં ક્યાંક વાંચ્યુંતું કે ચાલવાથી શરીર સુધરે અને ચલાવી લેવાથી સબંધ સુધરે. વાત તો સાવ સોના જેવી સાચી છે અને આપણને ખબર પણ છે પરંતુ બંનેમાં ખૂબ મહેનત અને પ્રયત્નની જરૂર રહે છે. આપણો વાંધો પણ એજ કે ખબર હોઈ છતાં આપણે જીભના થોડા રસાસ્વાદ માટે પણ આપણી તંદુરસ્તીને દાવે ચડાવ્યે છે. એ પ્રલોભન થોડીવાર માટે જ હોઈ છે પણ આપણી તંદુરસ્તીને પતાવવામાં ખૂબ ભાગ ભજવે છે. સમયસર ધ્યાન ના આપીએ તો ઘણી મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે. આ ચાલવા અને ચલાવી આ બેય શબ્દોમાં અક્ષરો તો સરખા જ છે બસ થોડી કાનામાત્રનો જ ફરક છે પણ ખૂબ જ સરસ વાત સમજાવી જાઈ છે.

જેમ ચાલવાથી શરીર તંદુરસ્ત રહે છે તેવી જ રીતે આપણા સંબંધોને તંદુરસ્ત રાખવા હોઈ તો આપણે સંબંધોમાં થોડું ચલાવી પણ લેવું જોઈએ. જયારે આપણે થોડું ચલાવી લઈએ કે થોડું જતું કરી લઈએ તો ઘણી બધી બાબતો બગડતી બચાવી શકીએ છીએ. આજે આપણે સંબધોમાં નાની વાતે અને નાની નાની બાબતોમાં કે ભૂલોમાં ખૂબ ઉશકેરાય જઈએ છીએ અને કાંઈ પણ વિચાર્યા વગર આપણે બોલીએ છીએ અને બીજાના દોષોનો ઢંઢેરો પીટીએ છીએ. પરંતુ એ સમયે બોલવાની જગ્યાએ થોડું સમજીએ, સમજાવીએ અને થોડું જતું કરી દઈએ કે બીજાની ભૂલોને માફ કરી દઈએ તો એ સંબંધોમાં લાગણીઓની સાથે એક સચ્ચાઈ અને પ્રેમ હશે. સંબંધોમાં એક સંતોષ પણ હશે જે એને ખૂબ આગળ સુધી લઈ જશે પરંતુ આપણે ધારીએ એટલું સરળ નથી. તેમાં ખૂબ જ ધીરજ અને શાંતી હોવી જોઈએ તોજ આ ચલાવી લેવાની પ્રક્રિયા થાઈ છે. આથી પોતાના મનની સાથે મનોબળ પણ ખૂબ મજબૂત હોવું જરૂરી છે.

તો મિત્રો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!