કોઈ યાદ કરે કે ન કરે પણ હૂં સૌવને યાદ કરું છું......

 ૐ

કોઈ યાદ કરે કે ન કરે પણ હૂં સૌવને યાદ કરું છું......

કેમ છો મિત્રો?? આશા છે ખૂબ મજામાં હશો. આમ તો હૂં મારા બ્લોગ દ્વારા છેલ્લા છ મહિનાથી દરરોજ મળું છું અને મારા વિચારો તમારી સાથે વહેંચુ છું અને તમે દરરોજ તમારી પાંચ મિનિટ મારા બ્લોગસ ને આપો છો તે માટે હૂં ખૂબ આભારી છું. આજે આ પત્રની સાથે 200 બ્લોગસ પૂરા કરું છું  એટલે તમને thank you તો મરે કહેવું જ પડે. 

રૂબરૂ નથી મળાતું એટલે શબ્દો દ્વારા રોજ મળું છું, કોઈ યાદ કરે કે ન કરે, હૂં  રોજ બધાને યાદ કરું છું. ધરતી ઉપર છે એને પણ અને મારા ઈશ્વર પાસે છે એને પણ, જે મારી હિંમત બની મારી સાથે જ છે. સ્વીકારી લીધો ઈશ્વરનો એ નિર્ણય હવે તો શોધવું છે જીવનનું એ ધ્યેય જેની માટે ઈશ્વરે આ રસ્તો દેખાડ્યો છે.

ખૂબ ખૂબ ખૂબ આભાર મારા ઈશ્વરનો  અને મને સહાય કરનાર મારા સર્વે સ્વજનો અને મિત્રોનો. કોરોનાથી હટીને જીંદગી ધીમે ધીમે પાટા ઉપર ચડવા લાગી છે પણ યાદ રાખજો મિત્રો કોરોના નહી તો બીજું કોઈક મોતનો સંદેશ લાવશે જ આથી કાળજી રાખજો અને ડર્યા વગર મન મૂકીને જીવજો કારણ કે જે આજે છે એ કાલે નહી હોઈ અને કાલે આપણે પણ હશું કે નહી એની પણ કોને ખબર આથી માની જજો અને મનાવી લેજો રીસામણા મનામણાં તો પ્રેમનો એક ભાગ છે અને આપણે જીવતા અને સાથે છીએ તેની સાબિતી છે. પૂછી જોજો એને કે જેની પાસે કોઈ નથી દીવાલો શિવાય. ફરીથી ખુબ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ અને દિલથી thank you મને આટલા સમય સુધી સાથ આપવા માટે, તમારા વિચારો અને મંતવ્યો જણાવવા માટે. મને પણ ઘણું શીખવાનું અને જાણવાનું મળે છે. Thank you thank you thank you.

ચાલો બધા ફરી મળીએ ત્યાં સુધી અને હંમેશા બધા સ્વસ્થ રહો,  મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.