આજ શીતળા સાતમ......

 

આજ શીતળા સાતમ......

આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોઈ કે ઓફીસીયલી સ્ત્રીઓને રસોડામાંથી છુટ્ટી મળે. જોકે આ એક દિવસનું સાટુ આગલા બે દિવસમાં વળી જ ગ્યું હોઈ. કંઈ કેટલા નાસ્તા અને મીઠાઈઓ બનાવ્યા હોઈ એટલે આ એક આખા દિવસની રસોડામાંથી રજા મળવી જ જોઈએ. આખા દિવસમાં ગેસ ચાલુ ના કરવાનો હોઈ એટલે કેટલીય વખત બૈરાઓ બોલશે, " હાશ, આજ તો ઠંડુ ખાવાનું છે એટલે રસોઈ કરવાની નિરાંત છે ". કેટલો હાશકારો અને શાંતિ જણાશે એના અવાજમાં.

પુરુષોતો જયારે કામમાંથી નિવૃત્તિ લ્યે એટલે પછી સાવ નિરાંત હોઈ છે પરંતુ સ્ત્રીઓ જયારે નોકરીમાંથી નિવૃત્તિ લ્યે તો પણ રસોઈ અને રસોડામાંથી તો એ મરે ત્યાં સુધી જોડાયેલ રહે છે. પહેલાના જમાનામાં પુત્રવધુ આવે તો બધું સંભાળી લ્યે છતાએ રસોડા અને રસોઈ સાથે સંબંધ તૂટતો નથી. ક્યારેક  જો બીમાર પડી જાય કે તોજ નહીંતર તે કંઈને કંઈ રસોડામાં કર્યે જ રાખશે. અત્યારે તો આધુનિક, ભણેલી અને કામ કરતી પુત્રવધુ ઘર કરતા બહાર વધારે કામ કરે છે. ક્યારેક થકી જાય તો હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમી આવે. પણ આપણા મમ્મી કે દાદીને પૂછી જોજો કે તેઓ ક્યારેય રેસ્ટોરન્ટ જોયતા???

સ્ત્રીઓને એવું નથી કે રસોઈ કરવી ગમતી નથી કે તેઓ કંટાળી જાય છે પણ જ્યારે હોંશે બનાવેલી રસોઈ ઘરના બધા સભ્યો ચૂપ ચાપ ખાઈ લ્યે અને એની મહેનતના બદલામાં બે શબ્દો પણ ના બોલે તો કંટાળો આવવા લાગે છે. દરરોજ ના બોલાઈ કે કહેવાય, તો બે ત્રણ દિવસે એકવાર તો વખાણ કરવા જ. સ્ત્રી ક્યારેય પોતાના વખાણ સાંભળવા રસોઈ નથી બનાવતી તે પોતાના પ્રિયજનો માટે રસોઈ ભેગો પ્રેમ પણ ઉમેરતી હોઈ છે અને બનાવતી વખતે એ બધાને પ્રેમથી યાદ કરતી જાઈને બનાવતી જતી હોઈ છે. એ આશા પણ નથી કરતી, પણ પોતાનો કિંમતી સમય બધાને માટે વિતાવતી હોઈ છે ત્યારે ઘરના બધા જ સભ્યોએ થોડી તો પ્રશંસા કરવી જ જોઈએ. આવું કરવાથી દરેક ગૃહિણી એટલા ઉત્સાહથી ખાવાનું બનાવશે કે તમે પોતે એને જોઈ શકશો.

હકીકતે સ્ત્રી દરેક ઘરની અન્નપૂર્ણા છે. જે સ્ત્રી સકારાત્મક મન સાથે રસોઈ બનાવતી હશે તે ઘરમાં બધાના વિચારો સુંદર હશે. પોતાના બાળકોને ભાવતું ભોજન બનાવવું તે એના જીવનની પ્રથમ પ્રાથમિકતા હોઈ છે. મિત્રો અઠવાડિયે એક વાર નહી પણ મહિને બે મહિને એક વાર પણ પોતાની પત્ની કે માને બહાર ખાવા લઈ જાવ તો અચૂક કહો, " ગમે ત્યાં જમીએ મમ્મી તમારા જેવું કે પત્ની હોઈ તો ડાર્લિંગ તારી રસોઈ જેવો સ્વાદ થઈ જ ના શકે, આ તો તને એક દિવસ આરામ મળે અને બહાર જઈએ છે આથી તને પણ થોડો આરામ અને બહાર નીકળ તો થોડી તાજગી અને નવીનતા મળે." આટલુ સાંભળતા જ એ ભાવુક થઈ જશે. કોઈ પણ વ્યક્તિ દરરોજ એકને એક કામ કરીને કંટાળી જાય છે પણ ઘરની સ્ત્રીઓ રસોઈથી નહી કંટાળે, હા ક્યારેક થાકશે જરૂર પણ તમારા પ્રેમભરેલા બે શબ્દો કે વખાણ એને ફરીથી દોડતી કરી નાખશે. ઘણી વખત  પતિ એની પત્નીને બદલાઈ ગઈ છો એમાં કહે છે પણ જો એક દિવસ પણ પત્ની સમયસર ચા કે નાસ્તો નથી આપતી તો પુરુષનું આખુ રૂટિન વિખાઈ જાય છે પણ ક્યારેય વિચાર કાર્યો છે કે પરિવારના રૂટિન જાળવવા પાછળ એના રૂટિનનું શું થતું હશે!!!! છતાએ સ્ત્રીના અવાજમાં ફરિયાદ ઓછી ને બધાની ચિંતા વધારે હશે.

મિત્રો સ્ત્રી અને પુરુષ એકબીજા વગર અધૂરા છે આથી તમારી ઘરની સ્ત્રીઓના કામની થોડી કદર કરશોને તો પણ એ તમને બદલામાં ઘણું આપશે વગર અપેક્ષાએ. આજ સાતમની ઠંડી રસોઈ ખાઈને ફરિયાદ નહી પણ એટલા વખાણ કરજો કે આવતીકાલે સવારે ગરમાગરમ નાસ્તો ઉઠતાવેત ટેબલ ઉપર જ હોઈ. ચાલો બધાને શીતળા સાતમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....