કયારેય વિચાર્યું છે કે જીવનમાં ક્યારેય રિહર્સલ નથી થતા, ખાલી સીધું પર્ફોમન્સ જ કરવાનું હોઈ છે....../ Ever thought that rehearsals never happen in life, just have to do straightforward performances....

 

કયારેય વિચાર્યું છે કે જીવનમાં ક્યારેય રિહર્સલ નથી થતા, ખાલી સીધું પર્ફોમન્સ જ કરવાનું હોઈ છે....../ Ever thought that rehearsals never happen in life, just have to do straightforward performances....

અંગ્રેજી લેખક વિલિયમ શેક્સપિયર એના નાટકમાં એક સંવાદ લખેલો છે કે, " આ દુનિયા એક રંગમંચ છે અને આપણે બધા એ રંગમંચના કલાકારો " કેટલું સુંદર, સાચું અને આપણા જીવન સાથે જોડાઈ એવું છે. આપણે હકીકતે જ આ દુનિયાના રંગમંચ ઉપર આપણું પાત્ર ભજવવા જ આવીએ છીએ. આપણો રોલ પૂરો આપણો અભિનય પૂરો એટલે રંગમંચની બહાર. કદાચ, જયારે આ સંવાદ લખ્યો હશે ત્યારે એટલું મહત્વ નહી મળ્યું હોઈ પણ પછીથી કોઈ તત્ત્વચિંતકે જીંદગીની સચ્ચાઈ સાથે જોડ્યો હશે અને ખૂબ સરસ રીતે જીવનની વાસ્તવિકતા સમજાવે છે.

મને પણ આ સંવાદ ખૂબ ગમે છે. આ દુનિયા પ્રત્યે આસક્ત થતા રોકે છે. જયારે જયારે આપણે વધારે પડતા લાગણીશીલ કે લાગણીહીન થઈએ ત્યારે આ સંવાદ યાદ કરી લેવો. આપણને ફરીથી જીવનના પાટા ઉપર ચડવામાં અને પોતાનું પાત્ર ભજવવામાં મદદ પણ કરશે અને એક શક્તિ અને સમજણ પણ મળશે. કોઈએ ક્યારેય નાટકમા ભાગ લીધો હશે તો ખબર જ હશે કે શાળા અને કોલેજમાં ભજવતા નાટકો માટે આપણે ઘણા બધા રિહર્સલ કરતા હોઈએ છે. ખૂબ બધી પ્રેકટીસ કરતા હોઈએ છે કે આપણે આપણો રોલ સરખી રીતે કરી શકીએ. સાચુંને!! અને આ પ્રેકટીસ દરમિયાન જ આપણે બીજા પાત્રો સાથે પરિચય થાઈ, એકબીજાને ઓળખીએ, જાણીએ અને આ પ્રેકટીસ કરવાની પણ એક મજા અને આનંદ છે. જેણે કરી હશે એને ખબર જ હશે. જોકે હંમેશા જીવનમાં અને મુસાફરીમાં સફરની જ મજા લેવાની હોઈ છે. મંજીલે પહોંચ્યા પછી તો ખબર નહી કે આપણું ધાર્યું હોઈ પણ અને ના પણ હોઈ. ત્યાં રિહર્સલમાં આપણે જે કંઈ ભૂલ કરીએ તેને સુધારી શકીએ અને ફરીથી પાછુ સરખું કરી શકીએ. કેટલું સુંદર અને અદ્ભૂત!!! નાટકમાં આ રિહર્સલ ની જ મજા હોઈ છે. જયારે ફાઇનલ નાટક ભજવાઈ પછી તો બધું ત્યાં જ પુરુ થઈ જાય છે.

કાશ કે જીવનમાં પણ આપણને રિહર્સલ કરવાનો મોકો મળતો હોત???? પણ એવું નથી આ દુનિયાના રંગમંચ ઉપર આપણે સીધું પર્ફોમન્સ જ આપવાનું હોઈ છે. અહીંયા કદાચ રંગમંચની પાછળ ઈશ્વરરૂપી ડાઈરેક્ટર આપણને સમજાવ્યું હશે કે કેવી રીતે પાત્ર ભજવવું પણ આપણે જ આપણા સંવાદ ( ડાઈલોગ ) ભૂલી જતા હશું અને પછી આપણા ધાર્યા પ્રમાણે કરતા હશું આથી ક્યારેક આપણને તાળીઓ મળે છે અને ક્યારેક જૂતા ચપ્પલ. પણ એક વાસ્તુતો પાકી કે આપણને ગમે કે ના ગમે જ્યારે જે રોલ મળે તેને આપણે કરવાનો છે અને એ પણ રિહર્સલ વગર એટલે પહેલા જ પ્રયત્નમાં સરખો ભજવાઈ જવો જોઈએ. પછી તે ગમે તે રોલ હોઈ. બાળપણનો રોલ હોઈ ત્યારે એટલું ના સમજાઈ પણ પછી તો આપણને સમજાતું જાય એમ પૂરી ઈમાનદારીથી  પુત્રનું, પુત્રીનું, માનું, બેનનું, ભાઈનું, પિતાનું, માલીકનું, નોકરનું, મિત્રનું, પત્નીનું, પતિનું, દેરનું, નણંદનું, દાદાનું, દાદીનું અને આવા ઘણા પાત્રો ભજવવાના હોઈ છે એ પણ પહેલા જ ટેકમાં. આથી હંમેશા આપણા કર્તવ્યો, આપણી ફરજો, આ બધું જો સાચી નિતી, ઈમાનદારી, વિશ્વાસ અને સચ્ચાઈ સાથે પાત્રો ભજવવામાં આવે તો જ આપણે આપણા પાત્રને સાચો ન્યાય આપ્યો ગણાય. દુનિયા તાળીઓ આપે કે ના આપે પણ આપણો ઉપરવાળો જે ડાઈરેક્ટર છે તેને તો ખબર જ હશે કે આપણે કેવું આપણું પાત્ર ભજવ્યું છે.

માટે મિત્રો હંમેશા યાદ રાખો કે સચ્ચાઈ અને પુરી ઈમાનદારી સાથે તમારું પાત્ર ભજવો કારણ કે અહીંયા દુનિયાના રંગમંચ ઉપર આપણેને પર્ફોમન્સ કરવાની જ તક મળશે. તેની માટે નતો કોઈ પ્રેકટીસ કે ના કોઈ રિહર્સલ થશે. તો ચાલો અત્યારે જે પણ પાત્ર ભજવતા હોઈ, તેને પૂરો ન્યાય આપજો. તો ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday