બધાને ખબર છે કે ઈશ્વર આપણને જુએ છે પણ કોઈને એ વાતથી ડર છે ને કોઈને એ વાતનો વિશ્વાસ છે....../Everyone knows that God sees us but some people are afraid of it and some people believe in it ......

 ૐ

 બધાને ખબર છે કે ઈશ્વર આપણને જુએ છે પણ કોઈને એ વાતથી ડર છે ને કોઈને એ વાતનો વિશ્વાસ છે....../Everyone knows that God sees us but some people are afraid of it and some people believe in it ......

આ એક શ્રદ્ધા અને વિશ્વાસનો વિષય છે. લગભગ દુનિયામાં મોટા ભાગના લોકો ઈશ્વર, ગોડ, ભગવાન, અલાહ બધાને મને છે પણ અમુક વર્ગ એવો પણ છે કે જે આ બધામાં નથી માનતા.   હકીકતમાં તો આપણે માનીએ કે ના માનીએ પણ એવી તો કોઈક શક્તિ છે કે જે આ આખા વિશ્વનું સંચાલન કરે છે અને બધું સમયસર રાખે છે. ક્યારેય વિચાર કાર્યો છે કે જો સૂરજ એના સમયે ના આવે તો??? રાત પાંચ કલાક મોડી પડે તો??? ધરતીમાં વાવેલું બીજું ત્રણ મહિના સુધી ના ઉગે તો??? આપણે કંઈ જ ના કરી શકીએ  પણ આપણા બધાનું જીવન અસ્ત વ્યસ્ત ચોક્ક્સ થઈ જાય. આપણને બધાને દુનિયાની તો ઠીક પણ આપણે જે શરીરમાં રહીએ છીએ તેની અંદર શું ચાલી રહ્યું છે તેની પણ ખબર નથી. અરે! ખુદ ડોક્ટર પણ પોતાની બીમારીનો ઈલાજ પોતે જાતે નથી કરી શકતો. તો છે ને કમાલ!!!! માનવું જ પડે કે એવું કોઈક તો છે જે આપણા બધાનું સંચાલન કરે છે. ઘણા બુદ્ધિશાળી લોકો એને વિજ્ઞાનનું નામ આપે છે પણ વિજ્ઞાન પણ હજી આત્મા નામના તત્ત્વને નથી પકડી શક્યો તો પરમાત્મા તો ખૂબ દૂર છે.

પરમાત્મા તો પ્રેમનો, શ્રદ્ધાનો અને ભક્તિનો વિષય છે. માનોતો પથ્થરની મૂર્તિમા પણ ઈશ્વર અને ના માનોતો સ્વયં ઈશ્વર સામે હોઈ તો પણ દર્શન દુર્લભ. આથી જ ઈશ્વરનો વિષય હંમેશા રહસ્યમયી એ લોકો માટે રહ્યો છે જે તેમાં માનતા નથી અને સરળ એ લોકો માટે રહ્યો છે જે ઈશ્વરને બધે અને બધામાં જુએ છે. અહીંયા તો લોકો હવે એના કર્મોથી ડરે છે. મનુષ્ય વિચારે છે કે કર્મથી પૈસો કમાઈ છે પણ ના એવું નથી તે એના કર્મો વડે પાપ અને પુણ્ય કમાઈ છે. અનીતિ અને બેઈમાનીના કામ કરનારને હંમેશા એ વાતનો ડર રહેતો હોઈ છે કે તે જે ખોટું કરી રહ્યો છે તેને ઈશ્વર જોઈ રહ્યો છે. એને ખબર પણ હોઈ છે પરંતુ પોતાના જન્મો જન્મના કર્મબંધનથી બંધાયેલો એ માનવી ડરતો ડરતો પણ ખોટા કર્મ કરીએ જાય છે. જ્યારે એક ખોટું કામ બીજા સો ખોટા કામ કરાવે અને પછી એ બેઈમાનીના કીચડમાં ફસાતો જાય છે. હા, જો એકવાર હિંમત કરી જાય તો ઈશ્વર જ તેની મદદ કરશે પણ આ ખોટો રસ્તો હંમેશા ખૂબ લોભાવનારો હોઈ છે આથી લોકો મૂકી નથી શકતા અને તેમાં ને તેમાં આગળ વધ્યે જ જાય છે.

બીજી તરફ એવા માનવીઓ પણ છે કે જે હંમેશા ભક્તિમય, નિતીમય જીવન જીવે છે. જે ગમે તેવી મુશ્કેલીમાં પણ ઈશ્વરનો સાથ નથી છોડતો. જેણે આપાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, છતાએ એ મનુષ્યને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે ઈશ્વર મને જુએ છે. એને એ વાતનો વિશ્વાસ હોઈ છે કે હૂં નિતી અને સત્યની રાહ ઉપર ચાલુ છું આથી ઈશ્વરે મારો હાથ જાલ્યો છે. એને વિશ્વાસ અને શ્રદ્ધા હોઈ છે કે એ મને ગમે ત્યારે મુશ્કેલીમાંથી બહાર ખેંચી જ લેશે એટલે મારે ગભરાયા વગર આ સત્યના માર્ગ ઉપર ચાલ્યે જ રાખવાનું છે ધીરજ ધરીને. નરસિંહ મહેતા, મીરાંબાઈ, જલારામબાપા અને બીજા તો ઘણાએ આવા સંતો ભક્તો, પીરો અને ફકીરો બધા જ આના જીવંત ઉદાહરણો સમાજમાં હતાં અને છે પણ ખરા. હકીકત એ છે કે આ કાળા, ધોળા, પીળા અને ઘણાય રંગના માથાનો માનવી આ કુદરત કે ઈશ્વર નામની સતા આગળ ખુબ નાનો છે. અભિમાનમાં રચનાર આ માનવીની કુદરત ધારે તો એક તણખલું હલાવવાની તાકાત પણ ના રહેવા દયે પણ એ કરુણાનો સાગર આપણા જેવા ઘણાના સારા ખરાબ કર્મોને માફ કરતો જ રહે છે પણ આપણે જ આપણી વાસ્તવિકતા ભૂલી જઈએ આપણા કર્મોના પરિણામે ત્યારે સજાને પાત્ર બનીએ છીએ.

તો હંમેશા ઈશ્વરથી ડરવું પડે તેવી રીતે નહી પણ ઈશ્વરને આપણા કર્મોનો સાક્ષી રાખીને કાર્ય કરવાનું છે અને એ આપણા સત્કાર્યોને પુરા કરવામાં આપણી મદદ કરશે જ એવી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને કામ કરવાનું છે. તો ચાલો મિત્રો, બધાના કલ્યાણની ભાવના સાથે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

દરરોજના તમારા અમૂલ્ય સમય માટે ખૂબ આભાર.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday