શું જીવનમાં મળતી દરેક વસ્તુ આપણી મહેનતનું પરિણામ છે???/Is everything we get in life the result of our hard work ???
ૐ
શું જીવનમાં મળતી દરેક વસ્તુ આપણી મહેનતનું પરિણામ છે???/Is everything we get in life the result of our hard work ???
આ દુનિયામાં સૌવથી નસીબદાર કોણ?? જેની પાસે પુષ્કળ ધન, સંપત્તિ કે પૈસો છે તે કે પછી કે જેની પાસે સુખ દુઃખમાં સાથ આપનાર પરિવાર, બાળકો, મિત્રો છે તે ??? મારા મતે એ વ્યક્તિ નસીબદાર છે કે જેની ચિંતા કરવાવાળું કોઈ છે, કોઈ એની જાણ બહાર એની માટે પ્રાર્થના કરવાવાળું છે તે વ્યક્તિ નસીબદાર છે. દુનિયામાં ઘણા એવા બાળકો છે કે જે અનાથ છે. કોઈ અમુક સંજોગવાસાત મા બાપ ગુમાવી દયે છે અને અમુક મા બાપ સંજોગો પ્રમાણે બાળકો ગુમાવી દયે છે. ક્યારેક કુદરત તેમને જુદા કરી દયે છે. પણ જે હોઈ તે એ લોકો બધા જ એક બીજા વગર લાચાર હોઈ છે. મા બાપ અને પરિવાર વગરના એ બાળકોને બીજાની ઓશિયાળી અને લાચારી કરવી પડતી હોઈ છે.
ખૂબ નસીબદાર હોઈ છે એ બાળકો કે જેમને ઈશ્વરે મા બાપ બેયની છત્રછાયા આપી હોઈ અને તેમની પ્રેમની હૂંફમાં મોટા થયા હોઈ. આ વાત આપણને માતા પિતા હયાત હોઈ ત્યારે નથી સમજાતી પરંતુ જયારે તેઓ આ દુનિયામાંથી વિદાઈ થઈ જાય ત્યારે સમજાય છે અથવા આપણા બાળકો જયારે આપણને ધિક્કારે કે ખૂબ પ્રેમ કરે ત્યારે સમજાય છે. આખી જીંદગી મા બાપ કામ કરે, દિવસ રાત પોતાના બાળકોની જીંદગી સુંદર બનાવવા માટે મહેનત કરે છે. ક્યારેક બાળકો મેળવવા માટે ખૂબ પ્રાર્થનાઓ કરે છે અને ઈશ્વર જયારે એ અમૂલ્ય ભેટ આપે છે ત્યારે હરખઘેલા થઈને પોતાનું બધું હેત એમની ઉપર ન્યોછાવાર પણ કરી દયે છે. આ બધું એ બાળકને નાનું હોઈ ત્યારે ખબર નથી હોતી અને મોટું થાઈ ત્યારે માબાપની ફરજમાં આવે તેમાં ગણાવી દયે છે.
બાળક જીંદગીમાં ખુબ પ્રગતિ કરતું જાય, ઉન્નતિ કરતું જાય અને સફળતાના શિખરો સર કરતું જાય. મનમાં ને મનમાં પોતાની જાત ઉપર, પોતે પ્રાપ્ત કરેલ ડિગ્રીઓ પર અભિમાન કરતો જાય છે પરંતુ કોઈક જ એવા બાળકો હોઈ છે કે જેમને ખબર હોઈ છે કે તેની આ પ્રગતિ અને સફળતાઓ પાછળ એની મહેનતની સાથે ઘણાના આશીર્વાદ અને પ્રાર્થનાઓ કામ કરતી હોઈ છે. ઘણી વખત આપણે ખૂબ મહેનત કરીએ છીએ, આપણે આપણું સો ટકા આપ્યું હોઈ છતાએ આપણે નિરાશ થઈએ છે,
અને ઘણી વખત આપણને ખુદને ખબર હોઈ છે કે આપણને જે મળ્યું છે તે સુખના કે તેવી ભવ્ય સફળતાના હકદાર નથી છતાં એ આપણને મળે ત્યારે સમજી જવું કે આપણી ઉપર જરૂરથી કોઈના દિવ્ય આશીર્વાદ વરસી રહ્યા છે. દરેક વસ્તુ મહેનતથી પ્રાપ્ત તો થાઈ છે પણ આપાર, અકલ્પનિય, અદ્ભૂત અને ભવ્ય સફળતા તો કોઈના આશીર્વાદ અને દુવાઓ હોઈ તો જ મળે છે. આથી આપણા અભિમાનમાં અને ગુમનમાં નથી પડ્યું જવાનું પણ જો આપણને ખબર હોઈ કે મારી માટે કોઈ મૂંગા મોઢે પ્રાર્થના કરી રહ્યું છે તો તમે પણ તેમની માટે ચોક્કસ પ્રાર્થના કરજો અને જો ખબર ના હોઈ તો પણ એ અદ્રશ્ય શક્તિ માટે પ્રાર્થના કરજો અને આભાર માનજો કે જે તમારી સહાય કરે છે.
તો મિત્રો હંમેશા યાદ રાખવું કે આપણી પ્રગતિમાં આપણી મહેનતની સાથે માતા પિતા, વડીલો, અને પરિવારના આશીર્વાદ પણ કામ કરતા હોઈ છે આથી હંમેશા તેમના પ્રત્યે કૃતજ્ઞ રહો. તો ચાલો મિત્રો, ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
બીજા 177 બ્લોગ માટે જુઓ
shamdivine.blogspot.com આપના બધાના સુંદર સાથ માટે ખૂબ આભાર.





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો