શું એ હકીકત નથી કે બુરાઈનો અંત કરતા પહેલા બુરાઈને ઉભી પણ આપણે જ કરીએ છીએ??/Isn't it a fact that we are the ones who create evil before it ends?

 

શું એ હકીકત નથી કે બુરાઈનો અંત કરતા પહેલા બુરાઈને ઉભી પણ આપણે જ કરીએ છીએ??/Isn't it a fact that we are the ones who create evil before it ends?

આજે મેં ઘણા દિવસો પછી સમાચારો જોયા. જોકે પહેલા નિયમિત રીતે જોતી પણ ઘણા સમયથી મેં જોવાનું મૂકી દીધું. સમાચારો જોયા પછી તેને આપણે ટીવીમાં કે છાપા પૂરતા જ નથી રાખતા પરંતુ આપણે તેને વધારે ફેલાવીએ છીએ પછી તે સારા સમાચાર હોઈ કે ખરાબ.

જોકે આ સમાચારોમાં સચ્ચાઈ થોડી અને નકારાત્મકતા વધારે હોઈ છે આથી મને લાગે કે સમાચારો જોવા હોઈ કે વાંચવા હોઈ તો સવાર સવારમાં તો ના જ વાંચવા જોઈએ. પછી ગમે ત્યારે જોઈ લેવા અને હા રાત્રે સુતા પહેલા પણ નહી. મને લાગે કે ખૂબ અગત્યના સમાચાર હોઈ તો વાંચ્યા વગર જ આપણી પાસે પહોંચી જાય છે. આથી એ પણ ચિંતા કરવાની નહી.

આ સમાજ આપણે મનુષ્યોથી જ બનેલો છે અને આપણા જ વ્યવહાર અને વર્તનથી તે ઘડાઈ પણ છે. સમાજમાં રહેતા દરેક મનુષ્યની સમાજ પ્રત્યે ફરજ પણ છે અને સમાજ પ્રત્યે એક કર્તવ્ય પણ છે. આપણે આજે જે આપણા બાળકોને સમજાવશું અને શીખવશું તે જ તે આવતીકાલે આ સમાજમાં આપશે આથી બાળકોને આપણે સચ્ચાઈ, ઈમાનદારી, દયા, ભલાઈ એવા સદગુણોની કિંમત સમજાવવાની અને શીખવાડવાની છે. આજે આપણે વડીલો જે કરશું, કહેશું એ બધું જ એ બાળકો ઘરમાં શાળામાં બધે જુએ છે આથી ખૂબ ધ્યાન રાખવાનું છે. ઝમાનો  ખરાબ છે એમ આપણે કહીએ છીએ પણ એને ખરાબ કરવાની જવાબદારી આપણે નથી લેતા અને બીજા ઉપર થોપીએ છીએ.

આજે લાંચ, રિશવતખોરી, ગુનાઓ, બહેનો દીકરીઓને હેરાન કરવી, લોકોને મારી નાખવા,  આ બધા ગુનાઓ સમાજમાં વધતા જાય છે પણ એને કરનાર કોઈ બીજી દુનિયામાંથી નથી આવતા પણ આ સમાજના જ તમારા અને મારા જેવા મનુષ્ય જ છે. બધા પોતાના ભાગની સચ્ચાઈ અને ઈમાનદારી દાખવે તો પણ બધું સરખું થઈ જાય. પણ બધાને  પોતાનું કામ બધાથી પહેલું અને જલ્દીથી પતાવવું છે આથી લાંચ આપતાં પણ અચકાતા નથી. જયારે આપવાવાળા હોઈ તો લેવાવાળાનું મગજ બગડે પણ લેવાવાળો ના પડે તો દેવાવાળો પાછો પડી જાય પરંતુ એવું કંઈ જ નથી થતું બધા ભેટ સમજી સ્વીકારી લ્યે છે અને આ વધતું જ જાય છે. ગરીબ માણસો બિચારા આમાં પીસાઈ છે. બળાત્કારના કિસ્સા વધે છે. એમાં પણ ઘર, પરિવાર, બાળકોની પરવરીશ, બધું જ જવાબદાર છે.

બધાને વાતો કરવી ગમે, સુધરેલો સમાજ ગમે પરંતુ પોતાના વિચારો અને પોતાને સુધારવું નથી ગમતું. રામરાજ્ય તો ક્યારેય હતું જ નહી કારણ કે રામરાજ્યમાં પણ સિતા ઉપર આંગળી ચિંધવાવાળા હતાં જ તો આ તો કળયુગ છે. આપણી કમજોરી કહીએ કે પછી આપણી શક્તિ, આપણે હંમેશા બીજાને સુધારવા અને બીજાને સલાહ દેવા હંમેશા તત્પર જ હોઈએ છે પણ આપણી અંદર ક્યારેય ડોકિયું નથી કરતા. આથી આજે જેટલું દુર્ગુણોનો અને દોષોનો જેટલો ફેલાવો છે તેટલો સચ્ચાઈ અને ઈમાનદારીનો પણ છે પરંતુ એ બેની વચ્ચે ગરીબોની મજબૂરી છે અને અમીરોની ગફલત છે કે ક્યાંક ને ક્યાંક આવા નાના મોટા ગુનાઓને હવા આપતું રહે છે. હૂં એમ નથી કહેતી કે બધાએ સમાજસુધારાક  બની જવું જોઈએ પણ બધાએ પોતાની અને પોતાના પરિવારની, પોતે કામ કરતા હોઈ તે કાર્યક્ષેત્રની જવાબદારી તો લેવી જ જોઈએ. આથી મને લાગે છે કે દશેરાના રાવણની જેમ પહેલા આપણે જ તેને બનાવીએ છીએ અને પછી આપણે જ એને સળગાવીએ છીએ. આપણે રાવણ જ નથી બનાવવાનો કે જેને આપણે સળગાવવો પડે. બરોબર ને!!!

તમને શું લાગે છે મિત્રો??? ચોક્કસ જણાવશો. બધાના કલ્યાણની શુભકામના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday