સરસને બદલે સરળ બનીએ.../Let's be simple instead of nice ...

 

સરસને બદલે સરળ બનીએ.../Let's be simple instead of nice ...

બધાને સુંદરતા ગમે છે અને બધા સુંદરતના દીવાના છે. ગમે તેવું માણસ હોઈ સુંદરતા જોવે એટલે એક વખત તો નજર ત્યાં સ્થિર થઈ જ જાઈ, પછી તે વ્યક્તિ હોઈ, પ્રાણી હોઈ, વસ્તુ હોઈ કે પછી કુદરત હોઈ. સુંદરતા બધાને ગમતી હોઈ છે અને સુંદર બનવું પણ બધાને ગમતું હોઈ છે. પણ શું માનવી એ સુંદરતા પાછળ જે સત્ય હોઈ એને જોઈ શકે છે????

આજે મોટે ભાગે આપણે સુંદરતા માટે સદગુણોને નજરઅંદાજ કરીએ છીએ. સુંદરતા પણ બે પ્રકારની હોઈ છે. એક બાહ્ય સુંદરતા જે આપણે આંખો દ્વારા જોઈએ છે અને બીજી આંતરિક સુંદરતા જેને આપણે મનની આંખોથી જોઈએ છે અને હૃદયની લાગણીઓથી અનુભવીએ છીએ. દરેક સજીવ નિર્જીવ વસ્તુઓમાં સુંદરતા અને એની સાથે એની કુરૂપતા હોઈ જ છે. ઝરમર વરસતા વરસાદમાં નદીઓ અને વૃક્ષો ખૂબ જ સુંદર લાગતા હોઈ છે પણ એજ વૃક્ષો અને નદીઓ વધારે પડતા વરસાદમાં પૂરનું રૂપ ધારણ કરે ત્યારે ખૂબ ભયંકર બની જાઈ છે. એવી જ રીતે માનવી પણ જયારે સુંદર રીતે તૈયાર થાઈ ત્યારે સુંદર લાગે છે પરંતુ જયારે તે એ વેશભૂષા ઉતારી નાંખે ત્યારે કુરુપ પણ લાગે છે. આ સિનેમાના કલાકારો જ બધા મેકપ કરે ત્યારે કેટલા સુંદર લાગતા હોઈ છે અને તમે એને મેકપ વગરના જોવો તો ઓળખી પણ ના શકો. આ તો બધી બાહ્ય સુંદરતા છે જેને લોકો આંખો વડે જુએ છે. પરંતુ સાચી સુંદરતા તો એ છે જેને તમે હૃદયથી અનુભવી શકો. એ વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોઈ છે કે જેને ઈશ્વરે સુંદર શરીરની સાથે સુંદર મન અને હૃદય પણ આપેલું હોઈ. એવું જરૂરી પણ નથી કે જે બહારથી સુંદર દેખાય તે હકીકતે સુંદર હોઈ અને એ પણ જરૂરી નથી કે જે બહારથી સુંદર ના દેખાતું હોઈ પણ તે હકીકતમાં ખૂબ સુંદર હોઈ. જોકે સુંદરતાની વ્યાખ્યા પણ બધાની બુદ્ધિ પ્રમાણે જુદી જુદી હોઈ છે પણ દિવા જેવું સત્ય એ પણ છે કે જે સુંદરતા સાદગીમાં અને સરળતામાં છે તે બાહ્ય આડંબરમાં નથી.

હકીકતે સરળતા અને સાદગીમાં જે સુંદરતા છે તે સુંદરતામાં પણ સુંદરતા નથી. આજે બજારોમાં ઘણી અવનવી ક્રિમો અને સાબુઓ અને બીજી ઘણી વસ્તુઓ આવી છે જે આપણને સુંદર બનાવવાનો દાવો કરે છે અને કદાચ હશે પણ ખરી!! સાચું કવ તો આ સોંદર્યપ્રસાધનોનો ધંધો કરવા જેવો ખરા કારણ કે ક્યારેય લોકોમાં સુંદર દેખાવાની ઘેલછા ઓછી થવાની નથી અને આપણે ક્યારેય ખોટમાં જવાના નથી. બરોબરને??? પણ શું કોઈ એવા ક્રીમ કે સાબુ આવે છે જે આપણી અંદર રહેલી માલિનતા અને દુર્ગુણોને સાફ કરી શકે કે તેને સદગુણોમાં ફેરવી શકે??? એનો જવાબ છે,  ના. એની માટે વ્યક્તિએ પોતે જ પ્રયત્ન કરવો પડશે. જયારે આપણે કોઈ સુંદર વ્યક્તિને મળીએ છીએ ત્યારે જ્યાં સુધી એ બોલે નહી ત્યાં સુધી આપણને એના મનની સુંદરતાની ખબર ના પડે. શરીરની સુંદરતા દેખાવમાં છે જ્યારે મનની સુંદરતા સરળતા, સાદગી અને સદગુણોમાં છે જે આપણી અંદર હોઈ છે.

બાહ્ય સુંદરતા મહત્વની છે પણ જરૂરી ના હોવી જોઈએ પણ મનની સુંદરતા મહત્વની અને જરૂરી બંને છે. આપણે સરસ દેખાશું તો માત્ર આંખોને ઠારશું અને આંખો સુધી જ પહોંચી શકીશું પરંતુ જ્યારે આપણે સરસની સાથે સરળ, સાદા અને સદગુણી બનશું તો મનુષ્યના હૃદયની સાથે ઈશ્વરના હૃદય સુધી પણ પહોંચીશું. આજે માનવીના બે ચહેરાઓ છે, એક અંદરનો એક બહારનો આથી ઓળખવું મુશ્કેલ બની જાઈ છે છતાએ જે સરળ છે તે દિલ સુધી પહોંચ્યા વગર નથી રહેતું. આથી મિત્રો સરસ બનવામાં ખોટું નથી પણ સાથે જો સાદગી અને સરળતા હશે તો લોકોના હૃદય ઉપર રાજ કરશું. તમે આ વિશે શું વિચારો છે તે ચોક્કસ જણાવશો. તો ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday