આગળ વધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી....../People who are moving forward Never stop others from moving forward ......

 

આગળ વધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી....../People who are moving forward Never stop others from moving forward..

આ સત્ય હોવું જોઈએ કે જેઓ પોતે આગળ વધી રહ્યા છે તેઓએ બીજાને આગળ વધતા અટકાવવા જોઈએ નહિ પરંતુ આજે આનાથી ઉલ્ટુ બને છે. જેઓ પોતે આગળ વધી રહ્યા છે તેઓ એવો પ્રયત્ન કરતા રહે છે કે બીજા તેના કરતા આગળ ના નીકળી જાઈ. જોકે આ વાત બધાને લાગુ નથી પડતી. ઘણા એવા પણ છે કે બીજાની એટલી મદદ કરે છે કે પોતે પાછળ રહી જશે પણ બીજાને એની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરશે  અને તેને તેની મંઝિલ સુધી પહોંચાડ્યો તેનો તેને આનંદ અને સંતોષ પણ રહે છે. જોકે ભગવત ગીતા મુજબ સચ્ચાઈ અને દિલથી કરેલું કોઈ પણ કર્મ ક્યારેય નિષ્ફળ જતું જ નથી. સમય આવ્યે ઈશ્વર એનો બદલો જરૂર આપી જ દયે છે. આથી ફળની આશામાં નહિ પણ સારૂ કાર્ય કરવું જોઈએ એ રીતે માનીને કર્મ કરતા રહેવું જોઈએ.

ઘણાને થશે કે આવું તો ફક્ત સ્વપ્નમાં બનતું હશે પણ નહિ આ ધરતી પર હકીકતમાં પણ એવું બને છે. દુનિયામાં મદદ કરવાવાળા પણ ઘણા છે અને પગ ખેંચવાવાળા પણ ઘણા છે. પરંતુ આપણે દુનિયાની જવાબદારી નથી લેવાની આપણે આપણી જ જવાબદારી લેવાની છે. આપણું કર્યુ કંઈ નથી થતું, થશે એજ જે ઉપરવાળાએ ધાર્યું છે આથી જયારે આપણા બાળકો પણ એની જવાબદારી ઉપાડવાને લાયક થઈ જાઈને ત્યારે એની ચિંતા કરવી પણ છોડી દેવી જોઈએ. આપણી પોતાની જવાબદારી લઈને એ જોવાનું છે કે હૂં ક્યાં વિભાગમાં છું? મદદ કરવાવાળામાં કે પછી જેઓ આગળ વધે છે તેના પગ ખેંચવાવાળાની લાઈન માં???? આ તપાસ કરવી જરૂરી છે. જયારે આપણે કોઈને નુકસાન પહોંચાડીએ કે પહોંચાડવાનો પ્રયત્ન કરીએ એટલે આપણો પણ વારો ક્યારેક આવશે જ એની ખાત્રી રાખજો.

બધા દુનિયામાં પોતાનું એક પ્રારબ્ધ એટલે કે નસીબ લાઈને આવે છે અને પછી તે પોતાની મહેનત અને નિતી પ્રમાણે મેળવે છે. એમાં આપણે જો મદદરૂપ થઈએ તો સામેની વ્યક્તિ આપણી ઋણી બની જાઈ છે પણ આપણે એ રીતે મદદ કરવાની છે કે કોઈના સ્વાભિમાનને ઠેસ ના પહોંચે. મહત્વની વાત એ છે કે ઘણી વખત આપણે કોઈની મદદ કરીએ અને એજ વ્યક્તિ આપણને આગળ જતા અટકાવે પરંતુ એ એના કર્મ થશે આથી  ગભરાયા વગર આપણે આપણી રાહ ઉપર ચાલવાનું છે.

આપણે ઘણી રીતે મદદ કરી શકીએ, જરૂરી નથી કે આર્થિક મદદ જ કરવી,  સાચી સલાહ આપીને, કામ શીખવાડીને, વ્યક્તિ ખરેખર મહેનતુ હોઈ તો તેની જાણ બહાર ભલામણ કરીને અથવા તેમને ચિંતામાં જોઈએ તો ખાલી ખભે હાથ રાખીને તકલીફ વિશે પૂછીએ અને આપણી પાસે એ દિલ હલકું કરે તો એ પણ મદદ જ છે.  પણ આ મદદ કરવામાં એટલું ધ્યાન હંમેશા રાખવું કે ક્યારેય સામેની વ્યક્તિના આત્માસમ્માનને ઠેસ ના પહોંચે અને જે મદદ કરી છે તેના ગુણગાન બધે ના ગાવ્યા કરીએ. આપણે બીજાની મદદ કરીએ ત્યારે હકીકતે આપણે આપણી જ મદદ કરતા હોઈએ છીએ કારણ કે એના દ્વારા આપણી અંદર જ સદગુણોનો પ્રવેશ થતો રહેતો હોઈ છે. યાદ રાખજો મિત્રો, જે લોકો પોતાની પ્રગતિ કરવા પોતે આગળ વધવા માંગે છે તેઓ ક્યારેય બીજાને અટકાવતા નથી અને બીજાને અટકાવવાવાળા પોતે ક્યારેય આગળ વધી શકતા નથી. આથી પોતાની પ્રગતિની સાથે બીજાની પ્રગતિના પણ પગથિયાં બનજો પથ્થર નહિ.

ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday