આજે રક્ષાબંધન.... / Rakshabandhan today ....

 ૐ

આજે રક્ષાબંધન. / Rakshabandhan today.

દુનિયાનો સૌવથી પવિત્ર સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. જેમાં મમતા છે, મિત્રતા છે, વિશ્વાસ છે, પ્રેમ છે, ખાટી મીઠી લડાઈ છે છતાં એ અતૂટ છે. એજ પવિત્ર અને મજબૂત સંબંધને એક સુતરના દોરાની રાખડી વધુ મજબૂત બનાવે તે તહેવાર એટલે રક્ષાબંધન. એ ભાઈઓ પણ નસીબદાર કે જેની પાસે બહેન છે અને એ બહેનો પણ નસીબદાર કે જેની પાસે ભાઈ છે. બંને મળે કે ના મળે પણ એમ થાઈ કે દુનિયામાં એક ખૂણો એવો છે કે જ્યાં મા બાપ પછી કોઈ હૂંફ હોઈ તો એ ભાઈ બેનના પવિત્ર પ્રેમની હૂંફ છે.

સ્ત્રી થકી જ આ ઘરસંસાર અને દુનિયા શાંતિથી ચાલે છે અને અશાંતિ ફેલાવનાર પણ પુરુષની સરખામણીમાં સ્ત્રી વધુ છે પરંતુ તેની મહતાને ઓછી ના આંકી શકાઈ. જો ઘરમાં એકલો પુરુષ હોઈ તો એ ઘર મકાન છે પણ એક સ્ત્રીનો મકાનમાં વાસ હોઈ તો એ મકાન ઘર છે અને એમાં એ સદગુણી અને સંસ્કારી સ્ત્રી ઘરમાં હોઈ તો એ ઘર સ્વર્ગ છે. એક સ્ત્રી અને પુરુષ બંને તેની જીંદગીમાં ઘણા પાત્રો ભજવે છે તેમાંથી ભાઈ બહેનનો સંબંધ ખૂબ દિવ્ય અને પવિત્ર છે કારણ કે તે લોહીની સગાઇની સાથે હોઈ કે પછી ધર્મના માનેલા ભાઈ બહેન હોઈ પવિત્રતા તો એટલીજ છે. મા પછી કોઈ પુરૂષને માટે કોઈ દિલથી આશીર્વાદ અને પ્રાર્થના કોઈ કરતું હોઈ તો એ બહેન છે. પત્ની સુખદુઃખમાં સાથ આપે, કલ્યાણ પણ ઈચ્છે પરંતુ આશીર્વાદ તો માબાપ પછી બેન જ આપી શકે પછી તે નાની હોઈ કે મોટી. સમયની સાથે સંજોગો પ્રમાણે દુરી અને નજદીકીઓ આવી શકે, કદાચ કોઈ બાબત ખટરાગ પણ થાઈ પણ છતાએ એક બહેન એના ભાઈ માટે ક્યારેય ખરાબ નહી ઈચ્છે. ભાઈ ગમે એમ તેમ તો પુરુષ પ્રકૃતિનો આથી સ્ત્રીની લાગણી કે બહેનની લાગણીઓ   સમજવામાં થોડો ઉણો ઉતરે પણ બહેન ક્યારેય નહી, તે હંમેશા તેની માટે દુઆઓને પ્રાર્થનાઓ કરતી રહશે.

બહેન સાસરે જાઈ પછી તેમાં ઘણા બદલાવ પણ આવે છે પણ પોતાનો નાનો ભાઈ હશે તો દિકરા પ્રમાણે અને મોટોભાઈ હશે તો પિતા પ્રમાણે પ્રેમ કરશે અને મિત્રતા તો ભાઈબહેનના સંબંધમાં પહેલાથી જ હોઈ છે આથી એકબીજાના સુખ દુઃખ જલ્દી સમજી જાઈ છે. જોકે આજે એવાએ ઘણા ભાઈબહેનના સંબંધો વિશે છાપાઓમાં કે સમાચારોમાં વાંચવા અને જોવામાં આવે છે પરંતુ તે પણ સમાજની બીજી બાજુની જેમ ખરાબ બાજુ છે. જ્યાં લોકો નિતીમતા ભૂલી જાઈ છે પણ તે પાંચ ટકા લોકોના લીધે બધાને એમ ના જોવા જોઈએ.

બહેન એના ભાઈના કલ્યાણ માટે ઘણા વ્રત કરશે પણ ભાઈ એકેય નહી કરે. બહેન નિઃસ્વાર્થભાવે ભાઈ માટે વ્રત ઉપવાસ કરીશે ફક્ત એના કલ્યાણની ભાવના સાથે પણ એજ ભાઈ જયારે બહેન સાસરે જાઈ ત્યારે બહેન કોઈ તકલીફમાં હોઈ તો મોઢું પણ ફેરવી લ્યે છે એ પણ દુનિયાની હકીકત છે. માબાપની મિલકતમાંથી યાદગીરી રૂપે થોડું કાંઈ માંગી લ્યે તો એજ ભાઈ બહેન પ્રત્યે મોઢું ફેરવતા અચકાતો નથી. સ્ત્રીનું હૃદય હંમેશા પ્રેમ અને દયાથી ભરેલું હોઈ છે એ માબાપની મિલકતને પોતાના હકને હસ્તે મોઢે પોતાના ભાઈઓ માટે ક્ષણવારમાં મૂકી દયે છે એજ ભાઈઓ પોતાની બહેનના  ભાગને હક માની સ્વીકારી લ્યે છે અને જ્યારે સંબંધો અને વ્યવહાર સાચવવાની વાત આવે ત્યારે દાન દેતા હોઈ એ રીતે વ્યવહાર કરે છે,છતાએ બહેન પોતાના ભાઈની આબરૂને સાસરિયામાં નીચે નથી થવા દેતી.

ગઈકાલે જ રેડીઓ ઉપર રક્ષાબંધન વિશે કાર્યક્રમ સંભાળતી હતી જેમાં ઘણી બહેનો આ માબાપની સંપત્તિ માટેના ઝઘડાઓના લીધે એકબીજા સાથે બોલતા નથી અને વર્ષોથી ભાઈઓને રાખડી બાંધી નથી. હૂં અહીંયા બસ એટલુંજ કહીશ કે દરેક બહેનને પોતાનો પરિવાર અને સંસાર છે પણ પિયરની માયા પણ વ્હાલી છે. જે આંગણામાં એ દિકરી એ બહેન મોટી થઈ હોઈ, પોતાના જીંદગીના અમૂલ્ય વર્ષો પોતાના માબાપ ભાઈ બહેન સાથે વિતાવ્યા હોઈ એ આંગણાની કોઈ યાદગીરી એ રાખવા માંગતી હોઈ તો પ્રેમથી આપજો કારણ કે એની માટે તે પોતાનો પૂરો હક તમને આપે છે. જો ગરીબ ભાઈ હોઈ તો બહેન એની ચોક્કસ મદદ કરશે, એ પોતાનો ભાગ પણ આપી દેશે અને બહેન એક સ્ત્રી છે જે ક્યારેય પૈસા કે સંપત્તિને, પ્રેમ અને પોતાના સમ્માન કરતા વધારે મહત્વ નહી આપે પણ એક ભાઈએ પણ પોતાના ઘરના દરવાજા પોતાની બહેન માટે નિસ્વાર્થ ભાવે ખુલ્લા રાખવા જોઈએ.

કોઈ બહેન પોતાના ભાઈને રસ્તે રાખડાવીને પોતાના માબાપની યાદગીરી પણ નહી માંગે પણ ભાઈઓ જો એટલા સધ્ધર હોઈ તો બેનની લાગણીઓને પણ સમજવી જોઈએ. ભાઈ પણ પોતાની બહેનની ભાવનાઓની કદર કરશે તો આ સંબંધ ની મધુરતા અને પવિત્રતા જળવશે. આતો બહેનનો પ્રેમ હોઈ છે ભાઈ પ્રત્યે કે પોતાનો હક તો શું એ યાદગીરી પણ હસ્તે મોએ મૂકી દયે છે બાકી કાયદો તો એને સરખે સરખો જ ભાગીદાર બનાવે છે. ખેર મારા વિચારો કદાચ કોઈને ખોટા કે થોડા કડવા લાગ્યા હોઈ પણ છે સત્ય જ.

ચાલો આ વિશે તમારા વિચારો ચોક્કસ કમેન્ટ કરી જણાવશો. બધાને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામનાઓ અને દરેક બહેનભાઈનો પ્રેમ નિસ્વાર્થ અને મધુર બની રહે, બધા ખૂબ સ્વસ્થ, મસ્ત અને આંનદમાં રહે એવી શુભભાવાના અને ઈશ્વરને પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!