પોતાના સપના પુરા કરવા દોડવા લાગો નહીંતર લોકો તમને એના સપના પુરા કરવા ભાડુ આપશે....../Start running to fulfill your dreams otherwise people will hire you to fulfill their dreams ......

 

પોતાના સપના પુરા કરવા દોડવા લાગો નહીંતર લોકો તમને એના સપના પુરા કરવા ભાડુ આપશે....../Start running to fulfill your dreams otherwise people will hire you to fulfill their dreams ......

ભગવાન શ્રી કૃષ્ણએ કર્મને ખૂબ મહત્વ આપ્યું છે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર નથી રહી શકતું. કર્મ તો કર્મ હોઈ છે સારા કે ખરાબ નહી. એને સારા કે ખરાબ આપણી દાનત અને નિતી બનાવે છે. સારી દાનત અને નિતીથી કરેલું કર્મ હંમેશા સારૂ જ હોઈ છે અને તેનું ફળ પણ ( એટલે કે પરિણામ ). ઉદાહરણ તરીકે, કોઈએ કોઈ સ્ત્રી કે બાળકને કે કોઈ જીવને આબરૂ બચાવવાં કે પછી તેમના રક્ષણ માટે કોઈનું ખૂન કરે તો એ કર્મ ખરાબ છે પણ તેની દાનત એક અબળાની રક્ષા કરવાની છે, સરહદ ઉપર સૈનિકો મારે છે પણ પોતાનું દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય અને ફરજ નિભાવે છે, અહીંયા પણ કર્મ તો ખરાબ જ કહેવાય. એનાથી વિપરીત જોઈએ તો કોઈ વ્યક્તિ મોઢે મીઠું બોલે અને પાછળથી આપણને દગો કરે તો એ સારામાં ખરાબ કર્મ છે. હૂં સાચું કર્મ એને કહીશ જે દિલથી, દાનતથી અને કર્મથી બધાને માટે કલ્યાણ કરનારું હોઈ તે કર્મ ઉમદા. હા, કદાચ સામેવાળાની દ્રષ્ટિએ આપણે કે આપણું કર્મ ખરાબ કે ખોટું હોઈ શકે પરંતુ આપણું દિલ જો સાચાની ગવાહી દેતું હોઈ તો ચોક્કસ એ કામ કરવું. યાદ રાખવું કે કર્મો કરવામાં નીતિમત્તા, સચ્ચાઈ અને ઈમાનદારી રાખવી.

કોઈ પણ કર્મ સીધું નથી થઈ જતું. એની માટે પહેલા મગજમાં વિચાર આવે છે. આપણા વિચારોને અમલમાં મુકવા એજ કર્મ છે એટલા માટે જ સદવિચારોનું આટલુ મહત્વ છે.આથી જ તો આપણે સારા વિચારો અને સકારાત્મક વિચારો કરવાનું કહીએ છીએ. સારા વિચારો જ સારા કર્મ કરાવી શકે છે. આ વિચારો અને સપનામાં પણ ખૂબ અંતર છે. આપણે હંમેશા એમ કહીએ કે પોતાના, પરિવારના બધાના સપનાઓ પુરા કરવા જોઈએ, પણ શું આપણે હકીકતે સપના પુરા કરીએ છે કે આપણા વિચારોને??? સપનાતો નિંદરમાં આવે છે અને ક્યારેક યાદ રહે છે અને ક્યારેક નહી તો શું આપણે સપના પુરા કરીએ છીએ???? હૂં કહીશ ના.... આપણે આપણા વિચારો ને પુરા કરીએ છીએ. આપણે વિચાર કરીએ, પછી જો એ વિચાર સારો હશે તો આપણે વારે વારે એનો વિચાર કરીએ રાખશું, પછી એ જ વિચારો દિવસ રાત મનમાં રાખવાથી આપણને એના વિશે સપનું આવે છે અને આપણે એ વિચારની આપણી આજુબાજુ એક અદ્રશ્ય લેર બની જાય છે. જે આપણા જેવા સરખા વિચારોવાળાને આપણી તરફ ખેંચે છે અને આપણા એ વિચાર કહો કે સપનું, એને પૂરી કરવામાં મદદ કરે છે. આમાં યુનિવર્સ, કુદરત કે ઈશ્વર એ પણ આપણા મજબૂત વિચારોને અમલમાં મુકવામાં આપણી મદદ કરે છે. પછી તે મજબૂત વિચારો કોઈનું સારૂ કરવાનાં હોઈ કે પછી કોઈનું ખરાબ કરવાનાં હોઈ. ચોક્કસ અમલમાં આવે છે એટલે જ તો વિચારોની ખેતીનું બીજ સકારાત્મક અને સારી ગુણવતાવાળું હોવું જરૂરી છે.

આપણને બધાને ઈશ્વરે ખૂબ સુંદર જીવન આપ્યું છે. ઘણા બધાને વિચારો અને સપનાઓ આપ્યા છે, એને પૂરી કરવાની ઘણી બધી તકો પણ આપતો રહેતો હોઈ છે પણ આપણે આપણા એ વિચારોને સપનામાં બદલ્યા પછી જો એને આપણી આળસને કારણે પુરા કરવાની જવાબદારી નહી લઈએ તો આપણા વિચારોનો ઉપયોગ બીજા કરશે અને આપણે આપણા વિચારો અને સપનાઓ બીજા માટે પુરા કરશું અને જે વળતર આપણને મળશે તેના આપનાર આપણા વિચારોનો માલીક હશે. આથી મિત્રો મનની ખુલી આંખે વિચારો અને ખૂબ ખુલી આંખે સપના જુઓ જેથી રાતની નિંદર જ તમને તમારા સપનાઓ પુરા કરવામાં મદદ કરે. તકો તો આવતી જતી રહે છે પણ હોશિયાર માણસ એ કે એ આવતી જતી તકોને ઓળખીને તેનો ઉપયોગ કરી જાણે. આપણી ઉપર, આપણા શરીર ઉપર પાબંદી હોઈ શકે પરંતુ આપણા મન અને વિચારો ઉપર નહી આથી દરરોજ સુંદર વિચારોના બીજ વાવો અને તેને પુરા કરવાની મહેનતમાં લાગી જાવ ઈશ્વર સ્વયં આપણી મદદ કરશે. આ મારા વિચારો વિશે તમારા વિચારો ચોક્કસ જણાવશો.

તો ચાલો બધાના કલ્યાણણી ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday