સમય કોઈ માટે નથી થોભતો...../Time does not stop for anyone ....

 

સમય કોઈ માટે નથી થોભતો...../Time does not stop for anyone ....

આપણે માનવીઓ ઘણા જ અસંતુષ્ટ જીવ છીએ. આપણને આપણી ગમતી વસ્તુ કે વ્યક્તિથી ક્યારેય જીવ નથી ભરાતો. હંમેશા ઇછીએ કે તે આપણી સાથે રહે અને તેની સાથે વીતી રહેલી સુંદર પળો બસ ત્યાં જ થંભી જાઈ. મનુષ્યને બધા ઉપર પોતાનો કાબુ કરવો ગમે છે. જોકે એ મનુષ્યનો સ્વાભાવિક ગુણ છે. હંમેશા વ્યક્તિ કે વસ્તુને કાબુમાં રાખનાર માણસ સમયને પણ કાબુમાં કરવા ઈચ્છે છે પણ આ એક વ્યર્થ પ્રયત્ન છે.

બધા દુઃખોની દવા પણ સમય જ છે. ગમે તેવું મોટું દુઃખ હોઈ પણ સમય જતા તે ઓછું થતું જાય છે. જરૂરથી એ ભુલાતું નથી પણ છતાએ થોડું સહ્ય બનાવી દયે છે. કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ નવી હોઈ ત્યારે લગાવ, આકર્ષણ, પ્રેમ કે ગુસ્સો એ બધું હોઈ છે પણ સમય જતા તેમાં પણ ભરતી ઓટ આવે જ છે. પ્રેમ સાચો હોઈ તો તાકાત બને છે અને આકર્ષણ હોઈ તો વિનાશનું કારણ બને છે પણ એ સમય વિતતા જ ખબર પડે.

કરોડો અબજો વર્ષોથી સૂરજદેવ ઉગે છે, રાત પડે છે, ઋતુઓ બદલાઈ છે અને અગણ્ય જીવો આ પૃથ્વી ઉપર જન્મે અને મરે છે. બધું જ સતત ગતિ કરે છે અને જે ગતિ કરે છે તે જ પ્રગતિ કરે છે આથી સમયને પકડી નથી શકાતો પણ જે સમય સારી રીતે પસાર કાર્યો હોઈ તેને યાદોને મનના સુંદર કબાટમાં સાચવી રાખવી જેથી જીવનમાં આગળ વધવામાં એ મદદ કરે. ખરાબ યાદોને ખરાબ સપનું ગણીને ભૂલી જવામાં જ ભલાઈ છે.

દુનિયામાં કોઈનું પણ જીવન સંપૂર્ણ સુંદર નથી અને સંપૂર્ણ ખરાબ પણ નથી. બધાના કર્મની ગતિ જ ન્યારી છે પણ અહીંયા આવીયા છે તો એવું જીવન જીવીએ કે લોકો આપણી ફરિયાદ ના કરે પણ આપણને ફરી ફરી યાદ કરે. બધું જ ગતિ કરે છે, વિકાસ પામે છે એની જેમ આપણે પણ બાળકથી છેક વૃદ્ધ બનીએ ત્યાં સુધી વિકાસ કરીએ જ છીએ. પરંતુ શું આપણે જીવનના દરેક ઉંમરના તબબકાઓની સાથે માનસીક વિકાસ અને આપણી સમજણનો વિકાસ કરીએ છીએ??? આ વિચારવા જેવું છે. કહેવાય કે જે ઉંમર હોઈ એ પ્રમાણે શોભે એટલે કે બાળક મોટાની જેમ વર્તે તો થોડું વિચિત્ર કહેવાય, મોટા બાળકની જેમ વર્તે તો વિચિત્ર કહેવાય અને વૃદ્ધ જુવાનની જેમ વર્તે તો પણ વિચિત્ર કહેવાય. આ તો બાહ્ય  દેખાવ કે પહેરવેશની વાત થઈ પણ હકીકતમાં તો ગમે તેટલી ઉંમર હોઈ દિલથી બાળક જ રહેવું જોઈએ. જીંદગીનો આનંદ તોજ માણી શકીએ. સમય તો સમયનું કામ કરશે એટલે કે પસાર થશે જ પણ આપણે એને પકડવા કરતા એને માણતા શીખશુ તો જ એ આપણો થઈને જશે નહીંતર ખાલી ટાઈમપાસ જ છે.


આપણે આ અવિરત વહેતા સમયમાં આપણા લોકોની સાથે જીંદગીને સુંદર બનાવવાની છે. આપણો પરિવાર, મિત્રો તથા બીજા સગાસંબંધીઓ સાથે પ્રેમથી, આનંદથી જીવન જીવવાનું છે, એક એક ક્ષણને ખૂબ ખૂબ આનંદથી જીવજો. પોતાના સાથે હોઈ તો ફરિયાદો ઓછી અને સુંદર યાદો બને એવું કંઈ કરજો. એકલા હોઈ તો પ્રકૃતિનો આનંદ લેજો. હંમેશા નવું નવું શીખવા તૈયાર રહો. સમય તો કાલ પણ આવશે પરંતુ અત્યારે જે આપણી સાથે છે એ કાલ હશે કે નહી એની કોઈને શું સમયને પણ ખબર નથી. આથી મિત્રો સાથે હોવ, પત્ની કે પ્રેમિકા સાથે હોવ, પોતાના માતા પિતા સાથે હોવ કે પછી પોતાના બાળકો સાથે હોવ હંમેશા આનંદથી પ્રેમથી કોઈ પણ ફરિયાદ વગર રહેજો અને કોઈ ફરિયાદ હોઈ તો પણ પ્રેમથી કે આનંદથી વાત કરજો અને એકબીજાને સમજજો અને એકબીજાની બનતી મદદ કરજો બાકી સમય તો જાય જ છે તમારો પણ અને સમયનો પણ.

એક વાત યાદ રાખવી કે કે જે માણ્યું, જે જીવ્યા, જે ભોગવ્યું તે આપણું બાકી તો બધું ઝાંઝવાના જળ છે. જીંદગીનો ભરોસો નકામો છે બાકી મોત તો પાકું છે. આથી જીવો ખૂબ જીવો જે સાથે છે એમાંથી કોણ કાલે યાદ બની જશે એની ખબર પણ નહી પડે. માટે જ કવ છું સમય કોઈ માટે થોભયો નથી અને થોભશે પણ નહી.

તો ચાલો મિત્રો બધા ખૂબ સ્વસ્થ રહો,  મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday