આજે છ મહિના પુરા..../Today is the end of six months ....
ૐ
આજે છ મહિના પુરા..../Today is the end of six months ....
જયારે આપણે કોઈ નવી વસ્તુની શરૂઆત કરીએ ત્યારે આપણી પાસે જાણકારી હોઈ છે પણ અનુભવનું સચોટ જ્ઞાન નથી હોતું. કોઈ પણ કામ ચાલુ કરવા માટે સૌવથી પહેલી કોઈ વસ્તુની જરૂર પડતી હોઈ તો એ હિંમત છે, જો એ હોઈ તો માનો અડધી જંગ જીતી ગયા. બીજી વસ્તુ જે છે તે છે માહિતી, આપણે જે કરવું હોઈ તેની મોટા ભાગની માહિતી આપણી પાસે હોવી જોઈએ. ત્રીજી વસ્તુ છે, સાચા અને કુશળ માણસો જેને એ ક્ષેત્રનો અનુભવ હોઈ અને પછી આર્થિક સગવડતા. જો ઉપરની ત્રણ બાજુ ઉપર સરખી રીતે ઘરકામ (homework) કર્યુ હોઈ તો આર્થિક મદદ આપવાવાળા મળી રહે છે. અત્યારે એવા ઘણા લોકો છે કે જેમને વારસામાં પૈસા તો ઘણા મળે છે પણ એને કઈ રીતે આગળ વધારવા તેની ગતાગમ નથી હોતી. આ વાત આપણે કોઈપણ સામાન્ય કામ માટે કરી શકીએ છીએ.
હંમેશા કોઈ પણ કામ નાના પાયાથી ચાલુ કરાઈ જેથી આપણે જો અનુભવ ના હોઈ તો શીખતાં જઈએ. ક્યારેય બીજાની ઉપર આધાર રાખીને કામ નહી કરવાનું. આપણી રીતે આપણે બધી માહિતી વગેરે જાણી લેવાનું કારણ કે આત્મવિશ્વાસ અને અંધવિશ્વાસમાં જેટલો તફાવત છે એટલો જ તફાવત આપબળે થતા કામમાં અને બીજાની ઉપર વિશ્વાસ થકી થતા કામમાં છે આથી બીજાને કામ સોંપવું ખરા પણ આપણી પૂરી દેખરેખ હોવી જ જોઈએ. કામ હંમેશા પહેલા કહ્યું તેમ નાના પાયાથી જ ચાલુ કરવું કારણ કે જયારે માહિતીના આધારે કરાતું હોઈ ત્યારે પહેલા આપણે અનુભવ લેવો જરૂરી છે. યાદ રાખજો આપણે કયારેય સીધા દોડી જ ના શકીએ, પહેલા ઉભા થતા અને પછી ચાલતા શીખીએ અને પછી દોડતા. સીધા દોડવા જઈએ એટલે નીચે પડવું નિશ્ચિત જ છે. આથી આજ ક્રમ હોવો જોઈએ, ઉભવું, ચાલવું અને દોડવું.
ચાલો આતો થઈ ગમે તે નવા કામ ચાલુ કરવા વિશે. પણ આજ ખાસ મારે તમારા બધાનો આભાર માનવો છે તમારા બધાના સુંદર સાથ માટે. આજથી છ મહિના પહેલા જયારે મેં આ બ્લોગ્સ લખવાનું ચાલુ કર્યુ ત્યારે મેં નોહતું ધાર્યું કે હૂં આટલી દૂર આવી શકીશ કે આટલા 183 જેટલા બ્લોગ્સે પહોંચીશ!!! પણ ઈશ્વરની કૃપાથી અને પ્રેરણાથી કામ તો ચાલુ કરી દીધું પણ તમે બધાએ પણ દરરોજ મારા બ્લોગ્સ વાંચીને, મને તમારા વિચારો કમેન્ટ દ્વારા જણાવી મારા બ્લોગ્સને આવકારવા માટે અને વાંચવા માટે અને તમારા સુંદર વિચારો મારી સાથે વહેંચવા માટે હૂં આપ સર્વની ખૂબ ખૂબ ખૂબ આભારી છું. આજ જયારે છ મહિના થયા ત્યારે આખા વિશ્વમાં 70,000 થી પણ વધુ લોકોએ મારા બ્લોગ્સ વાંચી તેમનો અમૂલ્ય અને કિંમતી સમય મને આપ્યો છે તે માટે હૂં સર્વેની ખૂબ ખૂબ ખૂબ આભારી છું. જીંદગીના દરેક દિવસો સરખા નથી હોતા. સુખ દુઃખના વાયરા અને તડકાં છાયા આવતા જતા રહે છે. મેં ઘણા કામ કર્યા છે પણ આ બ્લોગ્સ લખવાનું અને તેની કમેન્ટ વાંચવાનું મને જેટલું ગમ્યું તેટલું બીજું કંઈ નહી. આ લખાવાના સુંદર કામે મને જીવનની સૌવથી મોટી નકારાત્મકતામાં જતા બચાવી લીધી છે આથી મારા પરમપિતાનો પણ ખૂબ ખૂબ આભાર. ફરીથી મિત્રો તમારા બધાના સાથસહકાર અને પૈસાથી પણ ના ખરીદી શકાઈ એવા કિંમતી સમય માટે ખૂબ ખૂબ ખૂબ આભાર અને આગળ પણ આમ જ આપણો સાથ બની રહશે એવી ઈચ્છા રાખું છું.
બધાના કલ્યાણની કામના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏




Congratulations shantiben
જવાબ આપોકાઢી નાખોThank you x