આજે મિત્રતા દિવસ / Today is Friendship Day
ૐ
આજે મિત્રતા દિવસ / Today is Friendship Day
ઓગસ્ટ મહિનાનો પહેલો રવિવાર એટલે મિત્રતા દિવસ. અત્યારે આપણે માતૃદિવસ (mother'સ day) , પિતૃદિન (father's day), ગુલાબદીન (rose day), રક્ષાબંધન (ભાઈબેનનો દિવસ), પ્રેમદિવસ (valentine's day), મિત્રતા દિવસ (friendship day) ને એવા ઘણા દિવસો અમુક થોડા વર્ષોથી ઉજવીએ છીએ અને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. શું હકીકતમાં એ ઉજવવા માટે કોઈ ખાસ દિવસ જોઈએ??? શું એક દિવસ આપણે કોઈને યાદ કરીએ કે એમને ખાસ હોવાનો અનુભવ કે એહસાસ કરાવીએ એટલું શું પૂરતું છે??? જો નહી તો પછી શા માટે આપણે આ દિવસો ઉજવીએ છીએ???
હંમેશા ખુશીઓ અને આનંદની પળોને ઉજવવી જોઈએ. આપણી રોજની એક ઘટમાળભરી જીંદગીમાં તહેવારો નવો ઉમંગ, આનંદ અને ઉત્સાહ ભારે છે અને કઈંક નવી તાજગી આપે છે. પણ આ જે Mother's day, Father'સ day, Valentine day, Friendship day આ બધા આપણે આપણા ખાસ લોકોને એ બતાવવા માટે ઉજવીએ છીએ કે તેઓ બધા આપણા જીવનમાં ખાસ (special) છે, હતાં અને હંમેશા રહેશે. બાકી એક દિવસમાં નતો કોઈના પ્રેમનું ઋણ ચૂકવી શકાઈ કે ને કોઈને જીંદગીભરનો પ્રેમ કે વિશ્વાસ આપી શકાઈ. બીજા બધા દિવસોમાં આપણે કંઈને કંઈ ભેટ ખરીદીએ છીએ કારણ કે તે બધા દિવસો કોઈ એક વ્યક્તિ માટે હોઈ છે જેમકે મા માટે માતૃદિન અને પિતા માટે પિતૃદિન પરંતુ મિત્રતા દિવસ તો આપણા એકથી વધારે જે મિત્રો છે તેમની માટે છે આથી તેમની માટે ભેટો ના પણ ખરીદીએ અને એક ખાલી શુભેચ્છાઓ પાઠવીએ તો પણ તેઓ સંતોષ માની લ્યે છે. આથી એકદમ અનોપચારિક રીતે એને ઉજવીએ તો પણ ચાલે અને ધામધૂમથી ઉજવીએ તો પણ ચાલે.
મિત્રતા એટલે જ અનોપચારિક સંબંધ કે જ્યાં દિલની સગાઇ છે આપણા જીવનસાથીની જેમ. દુનિયામાં આ બે જ સંબંધ એકદમ અનોપચારિક અને લોહીના સંબંધ નથી. આ બે જ સંબંધ આપણે ધરાર માનવા નથી પડતા પણ પ્રેમથી બાંધીએ છીએ અને તેમાં પ્રેમથી બંધાઈએ છીએ. અને દિલથી નિભાવીએ પણ છીએ. ઘણી વખત જે વાતો મિત્રો સાથે શેર કરીએ તે જીવનસાથી સાથે નથી કરતા અને જીવનસાથી સાથે કરીએ તે મિત્રો સાથે નથી કરતા અને છતાએ એકબીજાનો વિશ્વાસ અને સાથ નિભાવીએ છીએ. પરિવારના સુખદુઃખ જીવનસાથી સાથે વહેંચીએ છીએ પણ ક્યારેય જીવનસાથી કે મિત્રો સાથેનું મનદુઃખ હોઈ તો આ બેજ એવા સંબંધ છે કે જ્યાં આપણે ખુલ્લા દિલે વાત કરી શકીએ છીએ. એટલે સારો મિત્ર સારો જીવનસાથી બની શકે અને સારો જીવનસાથી એક સારો મિત્ર બની શકે. પણ હંમેશા ત્યાં એકબીજા પ્રત્યેના વિશ્વાસના ખજાનાની ચાવીઓ એકબીજાને આપીને દરિયામાં ફેંકી દેવી પડે તોજ એ સંબંધનો આનંદ લઈ શકાઈ છે પછી તે મિત્રતા હોઈ કે જીવનસાથી.
મજા તો આપણે એકલા પણ કરી શકીએ પણ આનંદતો મિત્રો સાથે જ થાઈ. જીવનમાં અમુક મિત્રો તો હોવા જ જોઈએ કે જ્યાં આપણે મન મૂકીને આપણું દિલ ખોલી શકીએ. જે આપણને કોઈ પણ દલીલ વગર, પ્રશ્ન વગર, તટસ્થ પણે આપણને સાંભળે અને સાચી સલાહ આપે. દુનિયામાં મિત્રતાના ઘણા ઘણા ઉદાહરણ છે, કૃષ્ણ - અર્જુન, કર્ણ - દુર્યોધન, કૃષ્ણ - સુદામા, હનુમાન - રામ, ત્રીજટા - સિતા, દ્રૌપદી - કૃષ્ણ, રામ - સુગ્રીવ અને બીજા પણ ઘણા. આપણા જેવા માનવીઓમાં પણ ઘણાની મિત્રતા આટલી જ પાકી હોઈ છે. સાચા મિત્રો જીવનમાં હોઈ તો જીવનમાં સુખ હોઈ કે દુઃખ હોઈ કંઈ ફર્ક નથી પડતો. જ્યાં વિશ્વાસની દોરથી સંબંધ બધાયેલો હોઈ ત્યાં પછી બીજું વિચારવાનું ના જ હોઈ. જીવનસાથી સાથેના સંબંધમાં પ્રેમ વિશ્વાસ અને લાગણીની જરૂર પડે છે પણ મિત્રતા તો એટલી ઉદાર છે કે ત્યાં ફક્ત વિશ્વાસ હોઈ તો પણ ચાલી જાય છે. આથી હંમેશા સાચા મિત્રોનું ઋણ લેતા રયો કારણ કે ભગવાન પાછુ જીવન આપશે તો આજ મિત્રો પાછા જોઈશે અને એકબીજાનું ઋણ ચૂકવવાનું બાકી હશે તો પાછા પણ મળશું. હૂં નસીબદાર છું કે મારી પાસે આવા ઘણા મિત્રો છે જે તનથી સાથે ના હોઈ તો પણ હંમેશા મનથી મારી સાથે છે. ધનનો ખજાનો જીવનમાં નહી હોઈ તો ચાલશે પરંતુ સાચા મિત્રોનો ખજાનો જીવનમાં હશે તો તેઓ ક્યારેય આપણને ગરીબ થવા જ નહી દયે.
તો મિત્રો જો તમે કોઈના મિત્ર હોવ તો ખૂબ દિલથી સંબંધ નિભાવજો. આપણી વચ્ચે પણ એક મિત્રતા તો થઇ જ ગઈ છે કે દરરોજ મારા બ્લોગ વાંચો છો અને કમેન્ટ કરો છો. શબ્દોની અને વિચારોની આ સુંદર દુનિયામાં રોજ મળીએ છીએ. તમે યાદ કરો કે ના કરો પણ હૂં તમને બધાને મનમાં રાખીને મારા બ્લોગ દ્વારા વાત કરી જ લવ છું. આવા દરરોજના સુંદર સાથ માટે ખૂબ આભાર. બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏અને મિત્રતા દિવસની ખૂબ શુભકામનાઓ.






ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો