આજે આપણો સ્વતંત્ર દિવસ / Today is our independence day

 

આજે આપણો સ્વતંત્ર દિવસ / Today is our independent day 

આજે પંદરમી ઓગસ્ટ એટલે કે ભારત વર્ષોની ગુલામી પછી આઝાદ થયો એ દિવસ. પુરા 75 વર્ષ થયા અને 25 વર્ષ પછી એક સદી પૂરી કરશું. આપણામાંથી કદાચ અમુક હશે અને કદાચ ના પણ હોઈ પણ સમય તો એનું કામ કરશે. ભારતની સ્વતંત્રતા  માટે લડનારા એ દરેક સ્વતંત્રસેનાનીને દિલથી સલામ અને એ બધાને હંમેશા આ દિવસે યાદ કરવામાં પણ આવશે કારણ કે એમના પ્રયત્ન વગર કદાચ આપણે આજે આઝાદીમાં શ્વાસ ના લઈ શકત. આઝાદીની કિંમત પણ એને વધુ સમજાઈ જેણે ગુલામીના કષ્ટો વેઠ્યા હોઈ, એ તકલીફોમાંથી પસાર થયા હોઈ. આપણને બધાને એ આઝાદી ખૂબ સરળતાથી ભેટમાં મળી છે જેની માટે આપણી પાછલી પેઢીઓએ આપણી માટે તે મેળવવા ખૂબ માથા વઢાવ્યા છે. એટલે આઝાદી આપણને કંઈ સસ્તામાં નથી મળી.


દર વર્ષે પંદરમી ઓગસ્ટ અને છવીસમી જાન્યુઆરીએ આપણે એ આપણા શાહીદોને અને આઝાદીના લડવૈયાઓને યાદ કરીએ છીએ અને એક રાષ્ટ્રીય ઉત્સવ તરીકે ઉજવી લઈએ છીએ પણ સાંજ પડીએ અહીંયા બધું સમાપ્ત નથી થઈ જતું પરંતુ અહીંથી જ આપણી જવાબદારી શરુ થાઈ છે. હા!! આપણા દેશને દુનિયામાં થોડા વર્ષો પહેલા એટલા માનથી ના જોતા પણ આજે ભારતની એક આગવી ઓળખ છે. ભારતની જ નહી પણ એ દરેક ભરતીયોની જે દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ભારતના દરેક નાગરિકની અને વિદેશોમાં વસતા દરેક ભરતીયોની પોતાના દેશ અને માતૃભૂમિ પ્રત્યે એક કર્તવ્ય અને ફરજ છે. દરેક વ્યક્તિ મહાન કામ કદાચ ના પણ કરી શકે પણ દરેક કામ દિલથી, મોટું અને મહાન થશે એ ભાવના સાથે તો કરી જ શકે છે. ગુલામીમાંથી આઝાદી તો મેળવી લીધી પણ હવે દુનિયાની ગુલામીમાંથી મુક્ત થવાની જવાબદારી આપણી ઉપર છે. એટલે કે જો દરેક નાની મોટી વસ્તુઓનું ઉત્પાદન આપણા દેશમાં થાઈ અને એ પણ એટલું કે આપણે વાપરતા આપણે દુનિયાને આપી શકીએ. પછી તે ગમે તે હોઈ, ખેત ઉત્પાદનથી માંડીને મિસાઈલો સુધી બધું જ. જોકે આપણે ભારતીય જગતને શાંતિનો અને આધ્યાત્મનો માર્ગ બતાવવાવાળો દેશ છે પરંતુ આપણી સામે આંખ ઊંચી કરવાવાળાને પણ ખબર હોવી જ જોઈએ કે અહીંયા દરેક ભાષાની સાથે આત્મસમ્માનની ભાષા પણ બોલાઈ છે આથી શાંતિને આપણી નબળાઈ ના ગણે.

આજે ભણતરનું મહત્વ વધ્યું છે. આજે ટેકનોલોજીનો પૂર ઝડપે દોડતો ઝમાનો છે. આજની પેઢીએ એ શીખવું જ પડશે જોકે કોરોનાએ બધાને ઓનલાઇન શીખવાડી જ દીધું. જોકે એની માટે મોદીજીના આભારી થઈએ કે કોરોના આવ્યા પહેલા જ તેમણે બધું ઓનલાઇન લાવી બધાને પહેલેથી તૈયાર કરી દીધા હતાં. જો એવું ના થયું હોત તો આ કોરોનાનો સમય ખૂબ અઘરો થઈ જાત. પરિવારમાં એકના વિચાર્યે કે કરીએ પરિસ્થિતિ ના સુધરે એની જેમ આવડા મોટા દેશમાં પણ અમુક લોકો કામ કરે તો કંઈ જ ના વળે આથી દરેકે પોતાની જવાબદારીઓ ઉપાડી લેવાની છે. દરેકે, પછી તે મોટો ઉધોગપતિ હોઈ કે નાનકડો ગલી સાફ કરવાવાળો કામદાર બધાએ દેશને આગળ લઈ આવવાની ભાવના સાથે પુરા દિલથી અને ઈમાનદારીથી કામ કરવાનું છે. વ્યક્તિઓથી પરિવાર બને, પરિવારોથી સમાજ બને અને બધા સમાજોથી દેશ અને દુનિયા બને આથી બધાએ એકબીજાને સાથસહકાર આપીને કામ કરવાનું છે.

દુનિયાના બીજા દેશોની સફળતાનું એક સૌવથી મોટું કોઈ કારણ હોઈ તો એ છે સ્વયંશિસ્ત (self discipline). બધા જ પોતાની જવાબદારી જાણી સ્વયંશિષ્ત હોઈ છે. પછી તે રસ્તાની ટ્રાફિકના નિયમ હોઈ, બેંકોમાં લાગતી લાઈનના નિયમ હોઈ, અવાકવેરો ભરવાના નિયમ હોઈ કે રસ્તાની સફાઈના નિયમો હોઈ પછી બીજા ગમે તે નિયમ હોઈ બધામાં પોતાની જવાબદારી, ફરજો પુરી નિષ્ઠાપૂર્વક નિભાવે છે આથી દેશ નાનો હોઈ કે મોટો બધું સરળ રહે છે અને દેશ પણ પ્રગતિ કરે છે. આ વસ્તુ તો ભારતે બીજા દેશો પાસેથી શીખવી જ પડશે.

આપણે આઝાદી અંગ્રેજોની ગુલામીમાંથી તો 75 વર્ષ પહેલા મળી ગઈ છે પણ હવે આપણે આઝાદ થવાનું છે ગંદકીની ગુલામીથી, આપણે આઝાદ થવાનું છે ભ્રસ્ટાચારની ગુલામીમાંથી, આપણે આઝાદ થવાનું છે ગરીબીની ગુલામીથી, આપણે આઝાદ થવાનું છે જૂની રૂઢિઓ અને જૂની પરંપરાઓની ગુલામીમાંથી, આપણે આઝાદ થવાનું છે, નિરક્ષરતાની ગુલામીમાંથી, આપણે આઝાદ થવાનું છે સ્વયંની ઓળખમાંથી અને ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી, તમિલ વગેરે નહી પણ એક ભારતીય તરીકેની ઓળખ બનાવવાની છે. આ બધી જ ગુલામીની સાંકળો નહી તોડીએ ત્યાં સુધી આપણે ગુલામ જ છીએ.

આપણે કાર્ય કરવાનું છે પર્યાવરણ માટે  કારણ કે આપણી જે જનસંખ્યા છે તેને જોતા આપણે અત્યારથી જાગૃત થવાનું છે. આપણે નદીઓને પૂજીએ તો છીએ પણ એના નામે ગંદી પણ કરીએ છીએ, અને પાણીનો બગાડ પણ. આપણે પથ્થરમાં બિરાજતા ભગવાનને તો પૂજીએ છીએ પણ એના બનાવેલા માનવીઓને ધિક્કારીએ છીએ, ત્યાં માનવતા ધર્મ ખોવાઈ જાઈ છે. વડની, પીપળાની પૂજા અને પ્રદક્ષિણા તો કરીએ છીએ પણ તેને કાપીએ પણ છીએ. આવા જે અમુક માનસિકતા છે એની ગુલામીમાંથી પણ આઝાદ થવાનું છે. આધુનિકતા વિચારો કરતા આચારણમાં જરૂરી છે. આથી આજે જ ફક્ત સ્વતંત્ર દિવસ ઉજવીને સુઈ ના જતા પણ પોતાના દેશ માટે દિલથી કાર્ય કરવાનું પ્રણ લઈને આગળ વધજો અને તેમાં પુરી ઈમાનદારી જાળવજો.

બધાને સ્વાતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે બધાના કલ્યાણની ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday