જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing ....

 

જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing ....

આ દુનિયામાં બધા પાસે એક સામાન્ય ફરિયાદ હોઈ તો એ એક જ છે કે, મને કોઈ સમજતું નથી. નાનકડા બાળકથી માંડીને મરણ પથારીએ પડેલા વડીલ સુધી બધાને આ તકલીફ છે. બધા પોતાની વાત મનાવવા લડી રહ્યા છે.

કેટલું અજબ કહેવાય કે આપણે જાણીએ અને ઓળખીએ તો બધાને છીએ. મા, બાપ, ભાઈ, બહેન, પત્ની, બાળકો, મિત્રો અને બધા સાગસ્નેહીઓ આ બધાને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને કયો માણસ કેવો વ્યવહાર કરે તેની પણ ખબર હોઈ છે પણ શું આપણે એ વ્યક્તિના એ વ્યવહાર પાછળના કારણો જાણીને એને સમજવાની કોશિષ કરીએ છીએ ક્યારેય??? કદાચ ના. જો બીજાને ઓળખવા કરતા સમજવાની કોશિષ કરીએ તો સંબંધો વધુ મજબૂત અને લાંબા ચાલશે.

એક મા એના બાળકો નાના હોઈ ત્યાં સુધી તો એ પોતાના બાળક વિશે બધું સમજે અને જાણે છે પરંતુ જેવું એ બાળક મોટું થઈને પોતાની પસંદગી મુજબ કંઈ કરે ત્યારે તે બાળકને સમજવા કરતા પોતાની વાત મનાવવા અને પોતાને સમજવા બાળકને કહે છે.    નાનપણથી બધી જ વાતો સમજનારી તેની મા એ બાળકને ખૂબ ના સમજ લાગે છે જયારે એની વાત મા સમજવા તૈયાર નથી થતી ત્યારે. આવું જ કંઈ પતિ પત્નીના અને બીજા સંબંધોમાં પણ બનતું હોઈ છે. તો શું આ બીજાને સમજવું ખૂબ અઘરું છે?? આખરે સંબંધોમાં શું સમજવાનું હોઈ છે?? જયારે આપણે કોઈને મળીએ અને બે ચાર વાતો કરીએ એટલે આપણે એ વ્યક્તિને થોડા ઓળખીએ છે એમ કહેવાય પછી આપણે એ વ્યક્તિના કામ, પરિવાર અને શોખ કે એ વિશે માહિતી મેળવીએ એટલે એના વિશે થોડું જાણીએ છીએ એમ કહેવાય અને પછી તે વ્યક્તિના કીધા પહેલા કંઈ કરતા પહેલા તેની મરજી જાણી લઈ તેને ગમે તે રીતે કરીએ ત્યારે આપણે એ વ્યક્તિને સારી રીતે સમજીએ છે એમ કહેવાય.

આ સમજવું મુશ્કેલ નથી પણ આપણે પ્રયત્ન જ ઓછો કરીએ છીએ. ઘણી વખત વર્ષો સાથે રહેવા છતાં આપણે એકબીજાને સમજતા નથી અને ક્યારેક થોડીવારની મુલાકાતમાં પણ એમ થાઈ કે આપણે વર્ષોથી ઓળખીએ છીએ અને એકબીજાને સમજીએ છીએ. આ સમજવું એટલે બીજું કંઈ નહી પણ એકબીજાની ભાવનાઓની કદર કરવી અને એકબીજાને એમની પોતાની રીતે જીંદગી જીવવામાં મદદરૂપ થવું એ જ સમજવું છે. જયારે તમે એકબીજાની લાગણીઓને ઠેસ પહોંચાડો એટલે ત્યાં તકલીફ પડવાની જ છે. હૂં તો એમ કહીશ કે જયારે તમે એકબીજાને સમજો નહી ત્યારે જ લાગણીઓને ઠેસ પહોંચે છે અને જે તમને પોતાના સમજતું હશે એ તમને સમજશે જ અને જે તમને સમજશે એજ તમારા પોતાના હશે. પણ દર વખતે આપણે જ એની લાગણીઓની કદર કરી એને સમજવાની કોશિષ કરીએ અને એ સામેની વ્યક્તિ દર વખતે જો આપણી ભાવનાને ઠેસ પહોંચાડતું રહે તો વાતની સ્પષ્ટતા કરી લેવી પણ મનમાં ને મનમાં મુંજાવું નહી. કોઈ પણ સમસ્યા એકલી નથી આવતી તેનો ઉકેલ સાથે હોઈ જ છે આથી પોતાનું મંતવ્ય બીજાની સામે રાખો પણ એ વ્યક્તિ આપણા મંતવ્યને સમજશે જ એવો આગ્રહ ના રાખવો. આ આપણી જાતને સમજવાની એક ખૂબ જ સારી રીત છે.

તમને શું લાગે છે? તમારા વિચારો ચોક્કસ જણાવશો. ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ આનંદમાં રાખે એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!