આપણે શેની શેની નોંધ રાખીએ છીએ અને શું ભૂલી જઈએ છીએ???/What do we take note of and what do we forget ???

 

આપણે શેની શેની નોંધ રાખીએ છીએ  અને શું ભૂલી જઈએ છીએ???/What do we take note of and what do we forget ???

આપણે માનવીઓ ખૂબ હિસાબી છે. આપણને આ જન્મજાત ગુણ મળેલો છે. આપણે નાનપણથી જ દરેક વસ્તુની નોંધ લેશું અને નોંધ કરશું પણ ખરા. ક્યારેય નાના બાળકને રમતા કે રમાડતી વખતે જોયું છે?? તે નાનકડું બાળક આપણને ખૂબ ધ્યાનથી જોતું હોઈ છે અને જેમ આપણે અવાજો કાઢીએ કે હસીએ કે એ તરત આપણી નકલ કરશે. જો થોડું મોટુ હોઈ તો એ બોલશે નહી પણ આપણી હરકતોને ખૂબ ધ્યાનથી પોતાના મગજમાં નોંધી લેશે અને પછી ચોક્કસ એ કરવાનો પ્રયત્ન કરશે.

આ જે નોંધ લેવાની કે યાદ રાખવાની આદત આપણા મારવા પર્યન્ત રહે છે. જોકે ઘડપણમાં યાદદાસ્ત થોડી નબળી પડે છે પણ પોતાના સ્વાર્થની વસ્તુઓ સારી રીતે યાદ રહેતી હોઈ છે. જો ઘરમાં દાદા દાદી કે કોઈ વડીલ હશે તો આ વસ્તુની લગભગ તમે બધાએ નોંધ લીધી જ હશે. જો કે બધાને જોવાની ટેવ તો હોઈ જ છે પણ ધ્યાનથી જોવાની અને સમજવાની ટેવ ખૂબ ઓછા લોકોમાં હોઈ છે. ઘણી વખત આપણે જોવા ખાતર જોઈ લેતા હોઈએ પણ એકદમ બારીકાઇથી જોતા નથી હોતા. આ બધું નિરીક્ષણ વસ્તુ માટે કરીએ છીએ.    વ્યવહારમાં કે પ્રસંગોમાં લોકોએ શું આપ્યું? કેટલો ચાંદલો કરીયો? કેટલી પહેરમણીઓ આપી? કોને કોને આપી? આપણા પ્રસંગમાં કોણ આવ્યું  અને કોણ ગયું? કોણ રિસાણું અને કોણ મનાણું એ બધું જ યાદ રાખશું. જયારે આપણો સમય આવશે આપણે પણ એજ રીતે પાછુ વાળશું. આમ કરવું એ દુનિયાદારી કહેવાય.

આપણે કોઈને ઉધાર ઉછીનું આપ્યું હોઈ તો એ પણ ખૂબ યાદ રાખીએ છીએ. ખાસ ડાયરી રાખીએ છીએ. એ તો ઠીક પણ આપણે મરણ પથારીએ હોઈ તો બધું ભુલાશે પણ આ ઉધાર આપેલા પૈસા કે વસ્તુ નથી ભૂલતા અને છોકરાઓને પણ ઉઘરાવવાનું કહેતા જઈએ છે. માન્યું ને કે આપણે  હિસાબી છીએ. આ હિસાબો રાખવામાં કે આવી નોંધ રાખવામાં કંઈ જ ખરાબી નથી પરંતુ આ બધાની સાથે એક બીજી નોંધ રાખવાની ટેવ પણ પાડવી જોઈએ જેને આપણે મોટાભાગે નજરઅંદાજ કરીએ છીએ અને તે છે બીજાના ઉપકારોનો બદલો વાળવાની નોંધ અને સમય આવ્યે કીધા વગર મદદ કરવાની નોંધ કરવાની છે. માને ખાત્રી છે કે કોઈએ આ વિશે નોંધ નહી રાખી હોઈ. જ્યારે આપણે ક્યારેય નિરાંતે બેસીને આપણા જ પરિવાર કે મિત્રોના મોટા મોટા એક કે બે ઉપકારને પણ ગણશુંને તો પણ ઘણા થઈ જશે. પણ આપણે આ તો  ક્યારેય લખીને નોંધ્યું જ નથી. ગમે તેવી વ્યક્તિ હશે અને આપણને ગમે તેવો ગુસ્સો હોઈ પણ શાંતિથી વિચારશો તો એકાદો તો એનો ઉપકાર આપણી માથે હશે જ. જ્યારે આપણને બીજાના ઉપકારોની નોંધ રાખતા આવડી જશે ને ત્યારે આપણે કૃતજ્ઞ બની જશું પછી તે વ્યક્તિ હોઈ વસ્તુ હોઈ ઈશ્વર હોઈ કે પછી કુદરત. બધા માટે એક વખત તો આપણે ચોક્ક્સ નતમસ્તક થાશું જ.

તો મિત્રો, આજથી જ ચાલુ કરીએ આ નવી નોંધ રાખવાનું??? તમારા વિચારો કમેન્ટ કરી જરૂરથી જણાવશો. બધાના કલ્યાણની ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

બીજા બ્લોગ્સ વાંચવા માટે shamdivine.blogspot.com

તમારા અમૂલ્ય સમય માટે thank you.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday