જવાબદારી વધવાથી શું થાઈ???/What happen when increase our responsibilities???
ૐ
જવાબદારી વધવાથી શું થાઈ???/What happen when increase our responsibilities???
આપણને બધાને આપણી સ્વતંત્રતા ખૂબ વ્હાલી હોઈ છે. કોઈને પણ કોઈ રોકટોક કરે તે ગમતું નથી. બધાને પોતાનું ધાર્યું કરવું ગમે છે. એક નાનકડું બાળક પણ પોતાનું ધાર્યું કરાવવા માટે કેટલા ધમપછાડા અને રોકકળ કરે છે અને જોઈતું હોઈ તે મેળવીને જ રહે છે. આવું આપણે આપણા ઘરમાં પણ જોયું જ હશે.
જયારે આપણે નાના હતાં ત્યારે આપણે આજના બાળકોની જેમ કરતા તો એકાદ તમાચો પડી જતો. દરેક ઘરમાં એક તો પોતાનું ધાર્યું કરવાવાળું સભ્ય હોઈ જ છે. જો આવું કોઈ હોઈ તો એને સામાન્ય ભાષામાં આપણે જિદ્દી કહીએ છીએ. જયારે બાળકો નાના હોઈ ત્યારે આપણને બાળકોની જીદનો અનુભવ થયો જ હશે. આ જીદને આપણે સારામાં અને ખરાબ બંને ગુણોમાં ગણાવી શકીએ. આ જિદને પણ સારી દિશામાં વણાંક આપવામાં આવે તો ઘણી સફળતાઓ મેળવી શકાઈ છે. નાનકડા બાળકોમાં લગભગમાં આ જિદ કરવાનો ગુણ વધારે કે થોડે અંશે હોઈ જ છે.
પહેલાના જમાનામાં ઘરમાં બાળકોની સંખ્યા વધુ રહેતી અને બોલવામાં ચાલવામાં ખૂબ માનમર્યાદા રહેતી આથી માતા પિતાને બાળકોના જિદી સ્વાભાવનો બહુ કંઈ ખાસ અનુભવ ના થતો. અત્યારે તો વાત જ સાવ જુદી છે. આજની પેઢી પાસે એક કે બવ તો બે જ બાળકો હોઈ છે. ઉપરથી આર્થિક સ્થિતિ પણ સારી હોઈ છે એટલે બાળકો જે માંગે તે લગભગ મોટા ભાગે માબાપ તેમને આપવે છે આથી બાળકોને હંમેશા જોઈતી વસ્તુ મળે છે અને જો ક્યારેક માબાપ અપાવવાની ના પડે તો તો પછી બાળક આખુ ઘર માથે ઉપાડી લ્યે છે. માબાપ પણ ઘણી વખત પોતાની શાંતી માટે ખબર છે કે ખોટી જિદ કરે છે તો પણ અપાવી દયે છે. શું આ વસ્તુ સારી છે????
હૂં કહીશ ના. બાળકો તો નાનકડા છે. એમનામાં આપણા જેટલી સમજણ નથી પરંતુ આપણે તો જોઈ શકીએ છીએ પણ ક્ષણની શાંતી માટે આપણે બાળકોની ખોટી જિદ પૂરી કરી તેને ખૂબ જ ખોટી દિશામાં દોરવાણી કરીએ છીએ. આ ભવિષ્યમાં આપણને અને બાળકને બંને માટે નુકસાનકારક સાબિત થાઈ છે. વસ્તુ, વ્યક્તિ કે પૈસા આ બધામાંથી ગમે તે આપણને સહેલાઇથી મળ્યું હશે તો આપણને તેની કિંમત નહી હોઈ આથી આપણે ખૂબ સ્વછંદપણે વર્તશું પણ જયારે આપણે ખૂબ મહેનત કરીને, ખૂબ પ્રાર્થનાઓ કરીને કંઈ પણ મેળવ્યું હશે તો આપણે તે વ્યક્તિ, વસ્તુ કે પૈસા બધાને ખૂબ સાચવીને ધ્યાનથી રાખશું. આ પૈસા આપણે મહેનતથી કમાયે છીએ એટલે આપણને ખબર છે પણ જ્યાં સુધી બાળકો સાથે આપણે ખુલ્લીને વાત ના કરીએ ત્યાં સુધી તેઓને સમજાશે નહી.
જયારે કોઈ પણ વસ્તુ મેળવવા માટે મહેનત કરવી પડે તેની કિંમત નાના હોઈ કે મોટા બધાને હોઈ જ છે. આથી મને લાગે છે કે જ્યારે બાળકો કંઈ જોઈતી વસ્તુ માટે જિદ કરે ત્યારે તેની ઉપર તેની ઉંમર પ્રમાણે થોડી થોડી જવાબદારી નાખતું જવું જોઈએ. આપણી ઉપર પણ જેમ જેમ જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ આપણી પણ જિદ ઓછી થતી ગઈ અને થોડા પીઢ એટલે કે (mature) થતા ગયા. બરોબર ને!!!! બસ આજે વસ્તુ આપણે આપણા બાળકો સાથે કરી શકીએ. જ્યારે બાળકો નાનકડા હોઈ ત્યારથી આપણે તેમને થોડી નાની જવાબદારીઓ શોપશું તો તેઓ પણ પોતાની જાતને ખાસ હોવાનું સમજશે અને પોતે કંઈ કરીને તે રમકડું કે વસ્તુ મેળવી છે એટલે ખૂબ પ્રેમથી સાચવશે. જેવી જિદ હોઈ તેવી જવાબદારી શોપવી આથી તેમને સમજાઈ પણ ખરું. આપણે ઘણી વખત જોયું જ હશે કે ઘરમાં ખૂબ જિદી બાળક પણ પોતાના માબાપમાંથી ઓચિંતું કોઈ એકને ગુમાવે છે ત્યારે ખૂબ જ ડાહ્યું અને ઘરની બધી જવાબદારી ઉપાડી લ્યે છે. આ જવાબદારી જ તેને એક સમજદાર વ્યક્તિ બનાવે છે અને જિદને સાચી દિશા આપાવે છે.
જો આ જિદ કરવાની બાળકની આદતને સમયસર વાળવામાં ના આવે તો આગળ જતા ઘણી એવી વસ્તુઓ માટે પણ જિદ કરી શકે છે જે તેમની જીંદગી માટે ખૂબ વિનાશકારી સાબિત થઈ શકે છે. જિદને દરેકમાં સફળતા મેળવવાના જુનુનમાં ફેરવો. જિદને જવાબદારીના ગુલદસ્તામાં સજાવો ખૂબ સારૂ પરિણામ બાળકોના જીવનમાં લાવશે. જાત અનુભવ છે કે જેમ જેમ જવાબદારીઓ વધતી ગઈ તેમ તેમ ખોટી જિદ ઓછી થતી ગઈ અને જીવનને સરળ, સુંદર અને સંતોષમય બનાવવાની પદ્ધતિ આવતી ગઈ. મિત્રો તમે આ જિદ વિશે શું વિચારો છો તે કમેન્ટ કરી જણાવશો. હંમેશા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏







ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો