શું છે સંતુલન અને ક્યાં હોવું જોઈએ???/What is balance and where should it be ???
ૐ
શું છે સંતુલન અને ક્યાં હોવું જોઈએ???/What is balance and where should it be ???
"સંતુલન" આ શબ્દ બોલવામાં થોડો અઘરો છે પણ રાખવામાં એનાથી વધારે મુશ્કેલ છે પણ અશક્ય નથી. આપણને બધાને ગુરુત્વાકર્ષણનો નિયમ તો ખબર જ છે કે ઉપર ફેંકો એ નીચે જ આવે પરંતુ ઉપર ફેંકીએ એ નીચે આવે ત્યારે નીચે પણ સરખી રીતે રહે એટલા માટે એમાં સરખું સંતુલન પણ હોવું જોઈએ. સંતુલનને અંગ્રેજીમાં આપણે balance કહીએ છીએ. આ સંતુલન હોવું ખુબ જરૂરી છે વ્યક્તિમાં પણ અને વસ્તુમાં પણ. જો એ હોઈ તોજ એ પોતાનું અસ્તિત્વ સરખી રીતે જાળવી શકશે. વ્યક્તિ હોઈ તો જીવનમાં અને વસ્તુ હોઈ તો ટકાવવામાં.
આપણે ખૂબ બોલીએ છીએ પણ સાંભળવાનું અને વિચારવાનું આપણે એનું અડધું પણ નથી કરતા. જો આમાં એટલે કે બોલવામાં અને સાંભળવામાં થોડું સરખું સંતુલન રાખીએ જીંદગીમાં ખૂબ સુંદર બદલાવ આવી જશે. સંતુલન વગરની જીંદગી અને વસ્તુઓ લાંબો સમય ટકી નથી શક્તિ. આથી સંતુલનમાં આપણે ધ્યાન નથી દેતા પણ તેને રાખવું ખૂબ મહત્વનું છે. નાનકડું ઉદાહરણ એક ટેબલનું જ લઈએ, જો એનો એક પાયો સેજેક એટલે કે અડધી સેન્ટિમીટર પણ નાનો હશે તો એ ડગડગશે અને સરખું નહી રહે અને આપણને પણ મજા નહી આવે. આ ટેબલને સંતુલિત રાખવા આપણે એ અડધા સેન્ટિમીટર ટૂંકા પાયા નીચે કઈંક ભરાવશું અને સરખું રાખશું અને જયારે તે ડગડગયા વગર ઉભશે ત્યારે આપણને એક આનંદ અને સંતોષની લાગણી થશે.
આ તો આપણે વસ્તુની અસંતુલનની વાત કરી પણ આપણા શરીરની વાત કરીએ તો એ પણ કંઈક આજ રીતે કાર્ય કરે છે. એ વાત જુદી છે કે આપણે વિચારતા નથી. સામાન્ય ડાયાબિટીસ જ લઈ લ્યો, જેમાં આપણા શરીરમાં ખાંડનું પ્રમાણ અસંતુલિત થઈ જાઈ છે એટલે એને સંતુલિત કરવા આપણે દવા લઈએ છે. બીજી પણ શારીરિક તકલીફો વિશે વિચારી જુઓ....... બધામાં આ સંતુલન બગાડ્યું હશે એટલે જ તકલીફ ઉભી થઈ હશે અને એને સંતુલિત રાખવા આપણે દવાઓ ખાતા હશું, બરોબર ને!!! એટલે હવે કોઈ બીમારીની દવા ખાતા હોઈ તો વિચારજો કે શું અસંતુલિત છે શરીરમાં અને વગર દવાએ એને કેવી રીતે સંતુલિત કરીને સ્વસ્થ જીવન જીવી શકાઈ???
આ તો વાત કરી આપણે વસ્તુ અને આપણા આ મશીન જેવા શરીરની પણ આ શરીર સાથે જોડાયેલ મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, આત્મા અને આપણી લાગણીઓની વાત કરીએ કારણ કે જો આમાં સંતુલન સરખું ના હોઈ તો ક્યાંય પણ આપણને સંતુલન દેખાશે નહી. જીંદગીમાં લાગણીઓનું સંતુલન હશે તો જીંદગી ખૂબ સરસ હશે. આ લાગણીઓનું અસંતુલન જ મનથી શરીરમાં પ્રવેશી મોટી મોટી માનસીક અને શારીરિક બીમારીઓ ઉભી કરે છે. આથી આ લાગણીઓના પ્રવાહને સંતુલન રાખવો ખૂબ જરૂરી છે. જ્યારે કોઈ પણ વસ્તુની અતિ વધી જાય ત્યારે એ વિનાશ તરફ જાઈ છે અને તેની ગતિ ધીમી થતા થતા નાશ પામે છે. લાગણીઓ સારી હોઈ કે ખરાબ પણ વધુ પડતી હોઈ તો એ નુકસાન દાયક જ છે. વધારે પડતો ના પ્રેમ સારો છે કે ના વધારે પડતો ક્રોધ સારો છે. વધારે પડતી ના દયા સારી છે કે ના કઠોરતા સારી છે, વધારે પડતું ના ઉડાઉપણુ સારૂ છે કે ના લોભ સારો. આથી આ બધાને વ્યવસ્થિત અને સરખી રીતે રાખવા માટે તે લાગણીઓમાં પણ સંતુલન ખૂબ જરૂરી છે. જેવી રીતે વધારે પડતો બાળક પ્રત્યેનો પ્રેમ તેનો વિનાશ નોતરી શકે છે, તેમ ઓછો પ્રેમ પણ તેને ખરાબ વસ્તુઓ અને વ્યક્તિઓ તરફ લઈ જશે.એક મોટું ઉદાહરણ લઈએ તો દુર્યોધન પ્રત્યે ધૂર્તરાષ્ટ્ર્રનો પ્રેમ જ લઈ લ્યોને. આખા કુરુવંશનો નાશ થયો. ત્યાં આપણને લાગણીઓનું અસંતુલન જ જોવા મળશે. બધાને પોતાની વસ્તુઓ, વ્યક્તિઓ અને સંબંધો વહાલા જ હોઈ છે પણ સંબધોમાં અને તેના પ્રત્યેની લાગણીઓમાં સંતુલન હશે તો બધું જ ખૂબ સુંદર અને સરસ હશે.
તો મિત્રો આપણી જાતને તપાસીએ અને જોઈએ કે આપણે કઈ જગ્યાએ સંતુલન ગુમાવ્યું છે. પછી તે સંબંધ હોઈ કે આપણું શરીર અને લાગણીઓને તો ખાસ જોવાની છે. તમે આ વિશે શું વિચારો છો એ ચોક્કસ જણાવશો. બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
Very true
જવાબ આપોકાઢી નાખો