આનંદ કોને કહેવાય?? અને સુખ કોને કહેવાય??/What is called Anand ?? And what is called happiness ??

 

આનંદ કોને કહેવાય?? અને સુખ કોને કહેવાય??/What is called Anand ??  And what is called happiness ??

આપણા મનુષ્ય જીવનમાં આપણે આખી જીંદગી આનંદ અને સુખની જ શોધમાં ફરીએ છીએ. સવારથી લઈને રાત સુધી અને જન્મથી લઈને મરણ સુધી સુખની અને આનંદની શોધમાં જ ભટક્યા કરીએ છીએ અને તોયે આપણને ખબર જ નથી હોતી કે આખરે સુખ ક્યાં છે? અને આનંદ ક્યાં છે? જોકે બધાના મતે સુખની અને આનંદની વ્યાખ્યા જુદી જુદી હોઈ છે. જેની જેવી મતિ તેવી તેની વ્યાખ્યા.

દુનિયામાં ઘણાના મતે સુખ અને આનંદ એટલે બધી જ સુખસુવિધાઓ હોવી. ગાડી, બંગલા, અઢળક પૈસા,  આ બધાને સુખ ગણે છે. ઘણાના મતે પરિવાર અને મિત્રોનો સાથ હોઈ તેને સુખ ગણે છે. ઘણા પાસે કાંઈ ના હોઈ તો પણ મસ્તમોલા થઈને ફરતા હોઈ છે. એટલે બધાના મતે જુદું જુદું હોઈ છે. આપણે કઈ રીતે વિચારીએ છીએ, એ ખૂબ મહત્વનું છે. હકીકતમાં આપણા વિચારો અને આપણું સ્વાસ્થ્ય જ આપણા સાચા સાથી છે. સુંદર સકારાત્મક વિચારો હોઈ તો જીવન પણ સુંદર જ હોઈ છે અને સ્વાસ્થ્ય સારૂ હોઈ તો એ પણ ઈશ્વરના આશીર્વાદ જ છે.  તંદુરસ્તી સારી ના હોઈ તો એ જીવનમાં દરેક સંબંધ ઉપર બોજ બની જાઈ છે અને વિચારો સારા ના હોઈ તો એ વ્યક્તિ જ સમાજ ઉપર બોજ બની જાઈ છે આથી આ બંનેનું ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે.

આપણા જિવનનો ઉદેશ જ પરમ શાંતી અને પરમાત્માને પ્રાપ્ત કરવાનો છે પણ બધા એ હદ સુધી નથી પહોંચી શકતા પરંતુ સાત્વિક અને દૈવિક જીવન જીવી એ પરમ આનંદ તો મેળવી જ શકે છે. આપણા જીવનમાં બધું જ આપણું ધાર્યું તો નથી જ થતું. આપણે તો સો વિચારો કરીએ અને તે પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન અને મહેનત પણ કરીએ છતાં આપણું ધાર્યું પરિણામ ના મળે તો આપણે ખૂબ દુઃખી થઈએ છીએ. બસ અહીંયા જ સમજણની જરૂર પડે છે. જો આપણું ધાર્યું કે મનગમતું પરિણામ, વસ્તુ કે વ્યક્તિ મળી જાઈ અને આપણે જે આનંદ અનુભવીએ એ સુખ છે. એટલે કે આપણે જયારે કંઈ ઇછીએ અને મળે તો એ આપણને થોડીવાર માટે સુખ આપે છે પરંતુ જેવું એ વ્યક્તિ કે વસ્તુ નાશ પામે કે દૂર ચાલી જાઈ તો આપણે દુઃખી થઈ જઈએ છે એટલે આવું સુખ કાયમી માટે નથી હોતું કારણ કે આપણા સુખનો આધાર આપણે બીજા ઉપર રાખીએ છીએ.

આનંદની વાત સાવ જુદી છે. આનંદ આત્મા સાથે જોડાયેલ એક અદ્ભૂત અનુભૂતિ છે. આનંદનો સાથી સંતોષ છે આથી તે બધામાંથી મળી જાઈ છે. ઘણા બધાના જીવનમાં ઈશ્વરે બધું જ નથી આપ્યું હોતું. બધાને  જીવનમાં કંઈને કંઈ તકલીફ હોઈ જ છે. ઘણા બધા અભવો વચ્ચે પણ જે વ્યક્તિ ભાવથી જીવતી અને વર્તતી હોઈ તે વ્યક્તિને આનંદીત કહીં શકાઈ. બધાને કંઈ મોટા બંગલા, ગાડીઓ, ધનવૈભવ નથી મળતો છતાએ એ વ્યક્તિ તેને મળેલ નાના ઘરમાં, નાની ગાડીમાં કે પછી કોઈ સાથે હોઈ તો પણ અને સાથે ના હોઈ તો પણ મોજથી જીવતો હોઈ તેને આનંદમાં છે એમ કહેવાય છે.

ખામીઓ તો જીવનમાં ઘણી છે મિત્રો પણ ખામીઓને ખૂબીમાં ફેરવવાના વિચારો જેની પાસે છે તેવી વ્યક્તિ ક્યારેય દુઃખી થઈ જ ના શકે. જયારે જયારે આપણે આપણા સુખનો કે આપણા મનની શાંતિનો આધાર બીજા ઉપર રાખીએ ત્યારે દુઃખી થવાનો વારો જ આવે છે. બીજા ઉપર રાખેલો આધાર આપણને સુખ આપી શકે છે પણ આનંદ નહી આથી આપણા સુખની અને આનંદના તાળાની ચાવી બીજાના હાથમાં નથી આપવાની પરંતુ આપણે જ સાચવીને રાખવાની છે. તો આજથી જ જે કંઈ પણ આપડી પાસે હોઈ તેને ગમાડવા લાગો અને એ આપણને ત્યારે ગમશે જયારે તેનામાં ખામીઓની બદલે ખૂબીઓ જોશું અને જયારે એટલું કરતા આવડી જશે એટલે આપણે ચીરઆનંદની સ્થિતિમાં જ રહેશું.

તમારા વિચારો ચોક્કસ જણાવશો. બધાના કલ્યાણની ભાવના સાથે બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏


ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day