શું જરૂરી છે સંબંધોમાં...../What is needed in a relationship

 ૐ

શું જરૂરી છે સંબંધોમાં...../What is needed in a relationship

જેની પાસે પરિવાર અને પરિવારમાં બધા જ સંબંધો હોઈ તો એ વ્યક્તિ ખૂબ નસીબદાર હોઈ છે. મમ્મી, પપ્પા,  ભાઈ, બહેન, કાકા, કાકી, મોટાબાપા, મોટી મા, ફઈ, ફુવા, દાદા, નાના, દાદી, નાની, મામા, મામી, માસા, માસી અને ઘણાબધા પિતરાઈ ભાઈ બહેનો, માસીયાઈ ભાઈ બહેનો ને બધા જ....એક હર્યોભર્યો પૂરો પરિવાર. જોકે આટલા બધા લોકો સાથે ના રહેતા હોઈ પણ બધા વચ્ચે સંબંધો સારા હોઈ તો કોઈ પ્રસંગે ભેગા થાઈ ત્યારે કેટલી મજા આવે!!!!!

અત્યારે મોટા સંયુક્ત પરિવારો તો ભાગ્યેજ જોવા મળતા હોઈ છે. લોકો પોતાની જરૂરિયાત પ્રમાણે અને જ્યાં કામધંધા હોઈ એ પ્રમાણે ત્યાં જુદા રહેતા હોઈ છે આથી કોઈ પારિવારિક પ્રસંગ હોઈ ત્યારે બધા ભેગા થતા હોઈ છે. અત્યારે બધાની જીંદગી ખૂબ ભાગદોડવાળી થઈ ગઈ છે આથી અવારનવાર મળવું કે ભેગું થવું ખૂબ ઓછું બનતું હોઈ છે. અરે અત્યારે માણસો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે કોઈ સ્વજન દેવલોક પામે તો એની પાછળ અગિયાર દિવસ બેસવા પણ તૈયાર નથી. બધી ક્રિયાવિધિ પાંચ કે સાત દિવસમાં આંટોપીને બેસી જાઈ છે. પછી ભલેને નવરા ધૂપ બેઠા હોઈ પણ આ હંમેશા વ્યસ્ત હોવું કે સમય જ નથી એ હવે એક લોકોનું બહાનું બની ગયું છે. અમુક વખતે કોઈ મજબૂરી હોઈ તો સમજી પણ શકાઈ પરંતું જે વ્યક્તિ સાથે વર્ષોનો સંબંધ હોઈ કે વર્ષો ગુજાર્યા હોઈ, સુખ દુઃખમાં સાથ આપ્યો હોઈ એવું કોઈ સ્વજન વિદાઈ લ્યે તો આપણે તેની પાછળ આપણા શાસ્ત્ર પ્રમાણે થોડા દિવસ બેસવા પણ તૈયાર નથી??? આ તે કેવી વ્યસ્તતા!!!

બધા સાથે રહેતા હોઈ તો સમજી શકાઈ કે નાની મોટી વાતમાં અણબનાવ બને પણ અત્યારે તો બધા જુદા જુદા રહેતા હોઈ અને કંઈ જ એકબીજા સાથે નિસ્બત ના હોઈ તો પણ નાની વાતમાં કે કોઈ વ્યવહાર કાર્યો હોઈ તો એ બાબાતોને લઈને રીસામણા ચાલુ જ હોઈ. બધાને પોતાનું કર્યુ જ દેખાતું હોઈ છે, પોતે જ બીજા ઉપર ઉપકાર કર્યો હોઈ એની જ ગણતરી ચાલુ હોઈ છે. ક્યારેક સામેવાળા એ આપણી માટે શું કર્યુ છે તે પણ શાંતિથી તપાસી લેવું જોઈએ અને ઈમાનદારીથી તપાસવું જોઈએ. સંબધો છે તો તકરાર પણ હોઈ પણ એ જેટલી બહાર રહે તેટલી સારી મનદુઃખથી હૃદયમાં પ્રવેશી જાઈ તે પહેલા સ્પષ્ટતા કરી લેવી જોઈએ. જ્યારે લાંબા સમયથી અને લાંબા સમય સુધી સાથે ચાલવું હોઈ તો સ્પષ્ટતા કરી લેવી જોઈએ પછી તે કોઈ પણ ખાટરાગ હોઈ, મનદુઃખ હોઈ કે પછી ગમેતેવાતે ઝગડો હોઈ બેસીને સ્પષ્ટતા કરી લેવાથી એકબીજા વચ્ચે રહેલા ખોટા અભિપ્રાયો દૂર થઈ જાઈ છે અને સત્ય સામે આવી જાઈ છે. સત્યને કાં તો તમે સ્વીકારો અથવા મોઢું ફેરવી શકો, બાકી સત્ય હોઈ તેમાં આપણે કંઈ બદલાવી ના શકીએ. આ લાંબાગાળાના સંબંધમાં કરવું જરૂરી છે  અને લાંબા ગળાના સંબંધ એટલે આપણી નજીકના હોઈ તેવા દરેક સંબંધ.

જયારે સંબંધ થોડા સમય માટે નિભાવવાનો હોઈ તો બહુ તકલીફ નથી પડતી પણ ત્યાં પણ જરૂરી છે કે તેમાં એક મીઠપ હોઈ. કોઈ દૂરના સગા હોઈ અને ક્યારેક ભેગા થઈએ તો મીઠપથી વર્તવુ જોઈએ કારણ કે થોડીવાર માટે હોવાથી અને બીજો કોઈ અંગત વ્યવહાર ના હોવાથી ખરાબ વર્તન તો કરાય જ નહી પણ એક મીઠપ રાખી વાતચીત કરવાથી સંબંધ સારા રહે છે. આથી ક્યાંય પણ બોલીને બગાડવું જોઈએ નહી પછી તે દુરનો સંબંધ હોઈ કે નજીકનો. દૂરના સંબંધમાં મીઠપ જાળવી રાખવી જોઈએ અને આપણા નજીકના સંબંધોમાં મીઠપ અને સ્પષ્ટતા બંને જાળવી રાખવાથી સબંધો સુંદર અને સારા રહે છે. હંમેશા સલાહ દેવાવાળા તો ઘણાય મળી જાઈ છે પરંતુ એ સલાહ પણ મફતમાં મળે છે એને અજમાવી જોવું પણ મફત જ હોઈ છે તો એક પ્રયત્ન કરવામાં આપણી ખોટા ના જાઈ આથી મિત્રો સંબંધો સાચવવા માટે એક પ્રયત્ન અવશ્ય કરી જોવો. તો મિત્રો તમારા શું વિચારો છે આ બાબત ચોક્કસ જણાવશો. તો ફરી મળ્યે ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.