જીવનમાં કોણ હારે છે અને જીતવાવાળા શું જીતે છે???/Who loses in life and what does the winner win ???

 

જીવનમાં કોણ હારે છે અને જીતવાવાળા શું જીતે છે???/Who loses in life and what does the winner win ???

આપણને બધાને જીવનમાં જીતવું અને ખૂબ આગળ વધવું ગમે છે. બધાને સફળ થવું ગમે છે. પૈસા હોઈ, કામ હોઈ કે પછી આપણા સંબધો, જીવનનું ગમે તે ક્ષેત્ર હોઈ, આપણને બધામાં સફળતા જ જોઈએ છે. પણ શું આવું બને છે??? શું બધામાં સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ??? આપણે ગમે તેટલી કોશિષ કરીએ તો પણ કોઈ એક બાજુ તો રહી જ જાય.

જયારે જયારે આપણે તુલના કે સરખામણી કરવાનું ચાલુ કરીએ ત્યારે ત્યારે આપણને આશા અને નિરાશા બંને મળે છે. જીવનના ઘણા એવા પણ ક્ષેત્ર છે જ્યાં હંમેશા જીતવાનું જ ના હોઈ. સંબંધોમાં ક્યારેક હારીને પણ જીતી જઈએ છે અને ક્યારેક જીતીને પણ બધું જ હારી જઈએ છે. પૈસાની અને સંપત્તિની બાબતમાં મળતી સફળતા ત્યારે સફળતા કહેવાય છે જયારે એ હાર જીતની પરિસ્થિતિમાં આપણો પરિવાર એક વિશ્વાસ સાથે આપણી સાથે ઉભો હોઈ.

આજના સમયમાં માણસે ખૂબ પ્રગતિ કરી છે. આપણા એશોઆરામ પણ વધ્યા છે. જીંદગીને અને જીવનને વધુને વધુ સુખી અને સુંદર બનાવવા માટે આપણે સવારથી સાંજ માથું મારીએ છીએ. ઘણી વખત બધું પ્રાપ્ત કરી લીધા પછી પણ એક અધૂરાપણું અને ખાલીપો લાગે છે. આપણે ચાંદ અને મંગળ સુધી પહોંચનારા સંબંધોમાં એકબીજાના હૃદય સુધી નથી પહોંચી શકતા. કેટલું દયનિય કહેવાય!! આજ પરિવારો ખૂબ નાના બનતા જાય છે. પહેલા સંયુક્ત પરિવારોમાં ત્રીસ ચાલીસ જેટલા સભ્યો રહેતા અને બધા ખૂબ આનંદપૂર્વક, હળીમળીને અને પ્રેમથી રહેતા. તેમાંથી છુટ્ટા પડીને આજે જયારે ચાર માણસોનો પરિવાર રહી ગયો છે અને ઘરમાં પણ બધી સુખસગવડતાઓ છે ત્યારે પણ ખૂબ તણાવ, અણબનાવ અને ઝઘડાઓ ચાલ્તા રહેતા હોઈ છે. આ આજની હકીકત છે. પહેલા એક કમાઈ બધા ખાઈ છતાં શાંતી હતી અને આજે બધા કમાય બધા ખાઈ તો પણ અશાંતિ અને અસંતોષ. આ હૂં કહેતી નથી પણ હકીકતમાં આપણે સમાજમાં જોઈએ છે અને સમાચારોમાં વાંચીએ છીએ અને પરિવારોને તૂટતાં જોઈએ છીએ. આમાં ક્યાંય પણ કેવાયનો અભાવ હોઈ તો એક નાની સમજણનો જ હોઈ છે.

પહેલાના મોટા મોટા સંયુક્ત પરિવારોમાં બધા સાથે રહેતા છતાં તેઓમાં " મારું - તારું " કરવાની ભાવના નોહતી. પરિવારોમાં અને સંબંધોમાં તો ઠીક ધંધાની ભાગીદારીમાં પણ મારા - તારા કરવાની ભાવના નોહતી. એક બીજા વચ્ચે જતું કરવાની, એકબીજાની ભાવનાઓ સમજવાની અને ખુલ્લા મને વાત કરી તેજ ઘડીએ સમસ્યા સુલઝવી લેવાની ભાવના હતી. જે આજે માણસોમાંથી લુપ્ત થતી જાય છે. જ્યાં જ્યાં આ મારા - તારા કરવાની ભાવના જન્મી છે ત્યાં કોઈ દિવસ કંઈ જોડાયું નથી અને જ્યાં જતું કરવાની ભાવના રહી છે ત્યાં કોઈ દિવસ કંઈ તૂટ્યું નથી. પછી તે કોઈનું દિલ હોઈ, કોઈ સબંધ હોઈ કે પછી ભાગીદારી હોઈ. મારું - તારું કરનાર લોકો પોતાના અસ્તિત્વ હારી ગયા છે અને જતુ કરનારા દુનિયાની સાથે લોકોના દિલ જીતી લીધા છે. પણ જતુ પણ કંઈ સહેલાયથી નથી થતું. દરેક સંબંધોમાં, પછી તે પરિવારના હોઈ કે ધંધાદારીના હોઈ કે મિત્રતાના હોઈ બધામાં સચ્ચાઈ અને ઈમાનદારીની સાથે એક પારદર્શિતા હોવી જ જોઈએ. જો એ હશે તોજ બધાથી સહેલાયથી જતુ પણ થશે.

આ વિશે ચોક્કસ વિચારજો... ચાલો ત્યારે બધાના કલ્યાણની ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day

ગૂડ ફ્રાયડે / Good Friday