શા માટે લોકો આપણી કદર કરે???અને શા માટે લોકો આપણો ઉપયોગ કરે???/Why do people appreciate us ??? And why do people use us ???

 

શા માટે લોકો આપણી કદર કરે???અને શા માટે લોકો આપણો ઉપયોગ કરે???/Why do people appreciate us ??? And why do people use us ???

આ આખી દુનિયા ખૂબ વિવિધતાથી ભરેલી છે અને જેટલી વિવિધતા પ્રકૃતિમાં તેટલી જ જીવ શ્રુષ્ટિમાં છે. પણ આ મનુષ્ય ઈશ્વરની શ્રેષ્ઠ રચના છે અને તેમાએ માનવ સ્વાભાવની વિવિધતા તો અનેરી જ છે. તમે ગમે તેટલા હોશિયાર હોવ પણ કોઈના મનનો તાગ જલ્દીથી ના મેળવી શકો અને જો મેળવી પણ લ્યોને તો પણ સમજતા વાર લાગે.

આમેય પણ કાચિંડા પછી જો કોઈ રંગ બદલવામાં હોશિયાર હોઈ તો એ માનવી છે જે કદાચ કાચિંડા કરતા પણ વધુ ઝડપથી તેના સ્વાભાવના રંગો બદલતો હશે. અદ્ભૂત વાત મને એ લાગે છે કે પાછો ક્યારેય એ સ્વીકાર પણ નથી કરતો. ખેર, આપણે ક્યાં આખી દુનિયા સાથે વ્યવહાર કરવાનાં છે આપણે તો આપણી આજુબાજુના જે લોકો છે તેની સાથે સરખી રીતે વર્તી લઈએ તો પણ ઘણું છે. પરંતુ આ જ કઠણાઈ છે કે આપણે બીજે બધે સારા થશુ પણ આપણા જે અંગત છે જેને આપણે બધા કરતા વધારે પ્રેમ અને વિશ્વાસ કરવાનો છે ત્યાં જ આપણે રંગ બદલીએ છીએ. આપણે હંમેશા સામેવાળાનું સારૂ કે ખરાબ કામ ખૂબ યાદ રાખીએ છીએ પરંતુ ક્યારેય આપણે આપણા કાર્યો અને વર્તન પ્રત્યે ના તો વિચારીએ છીએ કે ના ક્યારેય અફસોસ કરીએ છીએ અને કરીએ તો પણ ખૂબ દલીલો કરીને આપણું મંતવ્ય જ સાચું ઠેરવવાની કોશિષ પહેલા કરીએ છીએ. ઘણી વખત થાઈ કે સાવ સીધીસાદી વાત હોઈ પણ માણસને કેમ સમજાતી નથી???

જીવનમાં આ ચાર સત્યો બધાએ સ્વાકરવા જ રહ્યા. પેલું : આપણે બધાએ મરવાનું છે તે નક્કી છે. વહેલું કે મોડું. બીજું : આપણી સાથે કંઈ જ નહી આવે. ના વસ્તુ કે ના વ્યક્તિ. ત્રીજું : આપણે જેવું કરશું તેવું જ ભોગવશું. પહેલા વડીલો કહેતા કે કાગડાની કમાણી ઈંડાને નડે પણ આજે સમય બદલાઈ ગયો છે. આપણા કર્યા આપણે જ ભોગવવાના છે, અહીંયા અને થોડા સમયમાં જ કારણ કે ઝમાનો ટેકનોલોજીનો છે અને ઈશ્વરે પણ એમની સિસ્ટમ અપડેટ કરી જ હશે. અને ચોથું : જે છે તેમાં સંતોષ માની આગળ વધશો તો મેળવશો તો ખરા પણ એની પ્રત્યે મોહ નહી થાઈ. આ ચાર વાત દરરોજ વાંચવા જેવી, ખૂબ વિચારવા જેવી અને ચિંતન કરી જીવનમાં ઉતારવા જેવી છે. આટલુ આપણે કરી લઈએ તો આપણે આપણા સ્વાભાવમાં અચૂક પરિવર્તન લાવી શકીએ છીએ. આ આપણો સ્વાભાવ જ છે આપણી કિંમત કરાવે છે. માણસના વર્તન ઉપરથી આપણે એ માણસના ઘરના સંસ્કારોની સમજ આવી જાય છે. જો કે ઘણી વખત માણસ સારા હોવાનો અભિનય પણ ખૂબ સરસ કરે છે આથી આપણે ક્યારેક છેતરાયે છે પણ એમાં જેમ આગળ જોયું તેમ અહીંનું અહીં જ ભોગવવાનું છે. અહીંયા માણસો આપણા સુખ દુઃખને જોડીને જુએ છે પરંતુ પોતાના કર્મોનો હિસાબ બધાએ પોતાની અંગત રીતે જ આપવાનો હોઈ છે આથી ઘણી વખત આપણને બહારથી સુખી દેખાતો કે સુખી હોવાનો ઢોંગ કરતો માણસ પોતે જ જાણતો હોઈ કે તે કેટલો સુખી અને દુઃખી છે. આથી ક્યારેય બાહ્ય થતો દેખાડા ઉપર વિશ્વાસ ના કરવો.

જીવન ખૂબ સરસ છે અને ખૂબ જ નાનકડું પણ છે. જો તમે દુઃખી થઈને, કોઈની ઈર્ષા, અદેખાઈ કે કોઈનું ખોટું કરીને જીવશો તો હંમેશા ડરીને જીવવું પડશે, લોકોથી પણ અને પોતાની જાતથી પણ અને  થોડા વર્ષ જીવશું તો પણ બોજ લાગશે અને ખુબ લાંબું લાગશે. જયારે પ્રેમથી, સકારાત્મકતાથી, સચ્ચાઈથી સો વર્ષ જીવશું તો પણ એમ થશે કેટલી જલ્દી જીંદગી પૂરી થઇ ગઈ. આથી આપણે આપણી જાત ઉપર કામ કરવાનું છે અને આ દુનિયામાં આપણે શીખવા માટે એવીએ છીએ બીજાને આપણે શીખવવાનું નથી. બીજાએ શીખવું હશે તે આપણા વ્યવહાર અને વર્તન ઉપરથી શીખી લેશે. આથી જો આપણો સ્વાભાવ ખૂબ સારો હશે તો સારા માણસો એની કિંમત કરશે અને આપણી કદર કરશે. આપણે આપણો સ્વાભાવ સારો જ રાખવાનો પરંતુ સામેવાળાએ વિચારવાનું છે કે આપણે આ સારી વ્યક્તિની કિંમત કરી તેની કદર કરી ઘણું બધું તેમની પાસેથી શીખવાનું છે કે પછી તેના સારા સ્વાભાવનો આપણા સ્વાર્થ માટે ઉપયોગ કરી લેવાનો છે........ હંમેશા એક વાત યાદ રાખજો કે બધામાં ઈશ્વરે સમજદારી આપી જ છે આથી સારી વ્યક્તિ જાણતી જ હોઈ છે કે તેનો ઉપયોગ થઇ રહ્યો છે પણ તે તેના સારા સ્વાભાવને લઈને ચૂપ હોઈ છે પરંતુ આપણે આપણી બદદાનતના ફળ ભોગવવાના જ રહશે એ વાત ચોક્કસ યાદ રાખવી. 

આ વિશે ચોક્કસ વિચારજો અને તમારા વિચારો મારી સાથે કમેન્ટ કરીને જણાવશો. તો ચાલો બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏 દરરોજના સુંદર સાથ અને પુષ્કળ કમેન્ટ માટે thank you.



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

વિશ્વ પર્યાવરણ દિવસ / World Environment Day