શા માટે માણસનો સમય ખરાબ હોઈ છે??/Why does man have a bad time ??
ૐ
શા માટે માણસનો સમય ખરાબ હોઈ છે??/Why does man have a bad time ??
સમય ખરાબ કે સારો નથી હોતો પણ આપણી જે પરિસ્થિતિ હોઈ છે તે એને સારો કે ખરાબ બનાવે છે. જોકે આ સંસારમાં રહેતા માનવીઓ પોતાના કર્મો વડે પોતાની પરિસ્થિતિઓનું નિર્માણ કરે છે. એટલે એમ કહીં શકાઈ કે આપણે જ આપણી જે પણ પરિસ્થિતિ હોઈ તેની માટે જવાબદાર હોઈએ છીએ. પછી તે સુખ હોઈ કે દુઃખ અને જેને એમાં જીવતા આવડી જાય એને જીંદગી સરળ લાગે અને ના આવડે તે હંમેશા ફરિયાદી થઈ જાઈ.
આમ જુઓતો બધાને જીંદગીને અને આ સંસારને જોવાની પોતાની જ એક દ્રષ્ટિ અને સમજણ હોઈ છે. જેને પોતાની જાત ઉપર અને ઈશ્વર ઉપર ભરોસો હોઈ તેની માટે કોઈ પણ પરિસ્થિતિ દુઃખદાયક નથી હોતી કારણ કે તે ગમે તેવી પરિસ્થિતિ હોઈ તે એમાંથી કઈંક તો સકારાત્મક શોધી જ લેશે. પરંતુ જે પોતાની પરિસ્થિતિ માટે હંમેશા બીજાને જ જવાબદાર ગણતા હોઈ તેની માટે તેમની પરિસ્થિતિ પણ બીજાએ આપેલી માનતા હોઈ છે આથી હંમેશા તેઓ પોતાની સ્થિતિ સુધારવાની જગ્યાએ બીજા પાસે ફરિયાદ જ કરતા રહેતા હોઈ છે.
માણસને આમતો ઘણી પ્રકારના દુઃખ હોઈ છે, ગરીબીનું, પોતાના સ્વજન વિયોગનું, પોતાના સ્વાજનની પીડા હોઈ તો એ પણ પોતાના શરીરની પીડા હોઈ તો એ, આ બધા દુઃખ છે અને એમાં પોતાના શરીરની પીડાનું દુઃખ વધારે કહેવાય. આપણી પાસે બધું હોવા છતાં આપણું શરીર સાથ ના આપે તો એ ખૂબ દુઃખદાયક છે. આવી કોઈ પણ પરિસ્થિતિ જીવનમાં હોઈ તો એ સ્થિતિ, એ સમય ખરાબ જ કહેવાય અને એમાંએ જો આપણા સ્વજન કે આપણો પરિવાર આપણી સાથે ના હોઈ તો એ તકલીફ એ પીડા ખૂબ વધી જાય છે. જયારે આપણે કોઈ તકલીફમાં હોઈએ અને આપણી પાસે એવી કોઈ વ્યક્તિ હોઈ કે એ આપણો હાથ પકડીને એટલું જ કહે કે, ચિંતા ના કર હૂં છું ને આપણે જોઈ લેશું, બસ એટલું કોઈ આપણું પોતાનું કહે એટલે કદાચ આપણી તકલીફ, પીડા કે દુઃખ કદાચ ઓછું તો નહી થાઈ પણ આપણી અંદર એક અજબની શક્તિ ભરી દેશે અને આપણે તેને અનુભવશું જે આપણને આ ખરાબ સમયને પસાર કરવામાં મદદ કરે છે.
એ તો દિવા જેવું સત્ય છે કે આપણો સમય ખરાબ હોઈને આપણા પોતાના આપણી સાથે હોઈ તો આપણે આખી દુનિયા જીતી લઈએ. પણ એ પણ જીવનની વાસ્તવિકતા જ છે કે આપણો ખરાબ સમય એટલે ખરાબ હોઈ છે કે આપણા પોતાના આપણી સાથે નથી હોતા. આથી હંમેશા સબંધોને પૈસા કરતા વધારે મહત્વ આપવામાં આવે છે. એવા સંબંધોથી પણ દૂર રહેવું કે જે હંમેશા આપણો ઉપયોગ કરે, જેમાં પોતાના અંગત સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડતા પણ ના અચકાઈ. અહીંયા કાં તો સંબંધોથી દૂર થઈ જવું અને કાં તો સ્પષ્ટતા કરી લેવી. પણ જીવનમાં એક વ્યક્તિ તો એવી હોવી જ જોઈએ જે સાચા હોઈ ત્યાં સાચા અને ખોટા હોઈએ ત્યાં ખોટા કહેવાની હિંમત રાખે કારણ કે એવી વ્યક્તિ જીવન યુદ્વ જીતવામાં મદદ કરી શકે પણ જો સાચાને સાચું અને ખોટાને ખોટું છે એમ જાણવા છતાં કહેવાની હિંમત ના રાખે તો એવો મિત્ર કે પછી બીજો સંબંધ જે હોઈ તે આપણા જ વિનાશનું કારણ બંને છે.
ચાલો મિત્રો તમારું આ વિશે શું કહેવું છે તે ચોક્કસ જણાવશો. બધાના કલ્યાણની ભાવના સાથે બધા ખૂબ સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખૂબ આનંદમાં રહો એવી ઈશ્વર પાસે પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏





ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો