હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others .....
ૐ
હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others .....
આ દુનિયામાં કોઈ માણસ એવું નહી હોઈ કે જેની પાસે બધું જ હોઈ. દરેકને ઈશ્વરે કંઈને કંઈ તો આપવાનું બાકી રાખ્યું જ છે. આપણી આજુબાજુ જ નજર નાખીએ તો તમને જોવા મળશે જ કે જેને જીવનમાં કોઈને કોઈ કમી કે ખોટ છે જ. પછી તે સંબંધ હોઈ, ખુશી હોઈ, ભૌતિક વસ્તુઓની કમી હોઈ કે પછી જીવનમાં વ્યક્તિઓની કમી હોઈ પણ કઈંક તો ખૂટતું હોઈ જ છે.
ઈશ્વર જયારે બધાને માગ્યા પ્રમાણે બધું આપતો તો ત્યારે તેણે મનુષ્યને બધું જ આપ્યું પણ મનની શાંતિ પોતાના પગ નીચે સંતાડી દીધી આથી જયારે જયારે મનુષ્ય આ દુનિયાની મોહ માયાથી થાકે ત્યારે ઈશ્વરના ચરણમાં જ શાંતિ પામે છે. પરંતુ આપણી આજુબાજુ જ નજર દોડાવીએ તો જોશો કે કોઈ કરોડોપતિ હશે પણ સંતાનની ખોટ હશે, કોઈનો ભરોપૂરો પરિવાર હશે પણ પૈસા નહી હોઈ, કોઈને પૈસાને સંતાનો બધું હશે પણ બાળકોમાં સંસ્કાર નહી હોઈ, કોઈને બધું જ હશે પણ બાળકોમાં કોઈ ખોડખાપણ હશે. બીજું કંઈ ના હોઈ તો છેલ્લે કઈંક બીમારીઓ કે એવું કંઈક એટલે કે કોઈ પણ વ્યક્તિ એમ કહીં જ ના શકે હૂં સંપૂર્ણ છું અને ખૂબ સુખી છું કારણ કોઈની ખુશી લાંબો સમય ટકતી જ નથી. દરેકની એક સમય મર્યાદા હોઈ છે અને એ સમય મર્યાદા પૂરી થાઈ એટલે એ વ્યક્તિ, વસ્તુ કે સંબંધનો અંત આવે છે. આપણે પણ સાવ વિચિત્ર જ છીએ કારણ કે જયારે આપણી પાસે એ વ્યક્તિ, વસ્તુ અને સંબંધ હોઈ ત્યારે તેની કિંમત કરતા નથી અને પછી જયારે જીવનમાંથી એ દૂર થઈ જાય કે હંમેશા માટે ચાલ્યું જાય ત્યારે અફસોસ કરે. એટલે જ ઈશ્વરે આપણને વર્તમાનમાં જીવવા માટે સમજાવ્યું છે પણ આપણે જે વર્તમાનમાં આપણી પાસે હોઈ તેને માણવાની બદલે આપણે ભવિષ્યના સપનાઓમાં રાચીએ છીએ. અત્યારે હોઈ એ સુખ ભોગવતાં નથી અને કાલે વધારે આવશે ત્યારે સુખ આપશું ને સુખ માણશું એની લાલચમાં આપણે એ ગુમાવ્યે છીએ અને પછી હાથમાં અફસોસ જ રહે છે.
જયારે આપણા જીવનમાં કોઈ કમી હોઈ ત્યારે આપણે એવી કોશિષ હંમેશા કરવી જોઈએ કે બીજાના જીવનમાં એ કમી ના હોઈ. આપણે ચોક્કસ જીવનમાં પડતી માણસની ખોટને તો પૂરી નથી શકતા પણ આપણે કોઈની હિંમત અને શક્તિ તો બની જ શકીએ. સૌવથી મોટી જીવનમાં ખોટ કે કમી હોઈ તો એ માણસની જ છે જેને સમય પણ પૂરી નથી શકતો પણ હા એ કમીના દુઃખને ઓછું કરવામાં અને ભુલાવવામાં તો આપણે કોઈની મદદ કરી જ શકીએ. બીજી ખોટને તો પૂરી કરી જ શકાઈ છે. પણ માણસની અને સંબંધોની કિંમત સમય રહેતા જ કરી લેવી જોઈએ કારણ કે ક્યારેય એ વ્યક્તિ બાજુના સોફામાંથી ઉઠીને ફોટોફ્રેમમાં પુરાઈ જાય તેની કોઈને ખબર નથી. આથી હંમેશા કોશિષ કરવી કે આપણી પાસે જે નથી તે મેળવવા માટે બીજાના જીવનમાં ચોક્કસ મદદરૂપ થવું જ જોઈએ. અફસોસના આધારે જીવવું એના કરતા, કોશિષ કરવામાં કંઈ ખોટ નથી. બસ કરવાનું એટલું જ છે કે બીજાની ખામીઓ ભૂલી ખૂબીઓ ઉપર ધ્યાન આપવાનું છે અને વધુ હશે ત્યારે તો મોજ કરશું જ પણ વર્તમાનમાં પણ કોશિષ કરવી કે બીજાને ખુશીઓ આપી શકીએ. આ વિશે ચોક્ક્સ વિચારજો.... ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો