સુંદર પરિવર્તન

 ૐ

આજ ખૂબ જ ગરમી હતી. ઇંગ્લેન્ડની અંદર ઋતુઓની જેટલી વિવિધતા તેટલી ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં નથી. આપણે ગુજરાતમાં ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એની પેટા ઋતુઓ પણ છેજ હેમંત, વસંત ને ગ્રીષ્મ ને એવી બધી પણ બોવ મોટા તફાવત પ્રકૃતિમાં નથી જોવા મળતો. જોકે ઇંગ્લેન્ડ જેવી ઋતુઓ કાશમીર બાજુ છે પણ આપણે ત્યાં જઈને માણી શકતા નથી.  આથી ઉનાળામાં ખૂબ ગરમી, શિયાળામાં નરમ ગુલાબી ઠંડી અને ચોમાસામાં ક્યારેક ધોધમાર તો ક્યારેક કોરુંધાક એકદમ અનિશ્ચિત વરસાદ હોઈ છે પણ છતાએ આપણે ઋતુઓ બદલવાની વાટ જોતા હોઈ છે.

આપણે મનુષ્ય આ પ્રકૃતિ અને યુનિવર્સના જ અંશ છીએ આથી પ્રકૃતિ સાથે આપણો તાલમેલ હોવો જ જોઈએ પરંતુ આપણે હંમેશા પ્રકૃતિના પરિવર્તનને માણવાની બદલે ફરિયાદ જ કરીએ છીએ. ઠંડી હોઈ તો કે ઠંડી છે, હવે તો ક્યારેય ઉનાળો આવે, બોવ વરસાદ પડ્યો હવે તો બંધ   થાઈ તો સારૂ. કેટલી ગરમી છે હવે તો વરસાદ પડે તો સારૂ વગેરે વગેરે..... ક્યારેય એવી કોઈ પરિસ્થિતિ નથી હોતી કે આપણે ફરિયાદ ના હોઈ. આપણી મનુષ્યની આ નબળાઈ કહો કે અવગુણ કે બધામાં સ્વીકાર ભાવના ઓછી અને ખામીઓ શોધવાની ઉતાવળ. આ આપણને કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને માણવાની મોજ છીનવી લે છે.

અહીંયા ઇંગ્લેન્ડમાં જે ઋતુ પરિવર્તન થાઈ છે તે ખૂબ જ સરસ છે. દરેક ઋતુની આગવી ખાસિયત છે. દરેક ઋતુમાં એક અલગ અને આગવું સોંદર્ય હોઈ છે. દરેક ઋતુની પરિવર્તન જાણે પ્રકૃતિ ના માણતી હોઈ એવું લાગે. હૂં જ્યારે અહીંયા પહેલી વખત આવી ત્યારે જુલાઈનો ઉનાળો હતો. પ્રકૃતિ પૂર જોશમાં ખીલેલી હતી અને એવું લાગતું જાળે હૂં કોઈ ફૂલો ભરેલા બગીચામાં ના રહેતી હોઈ!!! ક્યારેક પુસ્તકો અને ટીવીમાં જોયેલ એ સુંદર દ્રશ્યો ને હૂં હકીકતમાં માણતી હતી. પછી તો જવાબદારીઓના ભારમાં બધું દબાઈ ગયું પણ જ્યારથી પ્રકૃતિ સમીપ વધુ રહેવાનું થયું ત્યારે અને મારા ધ્યાનના અનુભવે મને પ્રકૃતિને ખૂબ નજીકથી સમજવાનો એને જાણવાનો અનુભવ થયો અને તે ખરેખર અદ્ભૂત હતો અને છે.

મારા જ ગાર્ડનમાં થતા ઋતુગત ફેરફારો હૂં ખૂબ નજીકથી મોજથી જોવ છું. અહીંયા ચાર ઋતુ, શિયાળો, વસંત, ઉનાળો અને પાનખર. આ ઋતુઓનું એકમાંથી બીજામાં જવાનું જે પરિવર્તન છે તે ખૂબ જ સરસ અને સરળ છે. દરેક ઋતુની સુંદરતા જોતા જ બને છે. કાતિલ ઠંડીમાં ઠુંઠવતા અને જાણે બળી ગયા હોઈ તેવા દેખાતા વૃક્ષોમાં જયારે વસંતની બહાર આવે ત્યારે ફૂલોની ચાદર ઓઢેલા એ વૃક્ષો જાણે.ઉનાળાની ગરમીમાં માંડ માંડ અડીખમ ઉભેલા હોઈ તેવું લાગે. તે પાછી આવે પાનખર. પાનખરમાં તો જાણે રીસાણા હોઈ એ રીતે બધા પાન ખેરવી નાંખે અને પછી આવે હાડકા ગાળી નાખે એવી કાતિલ બર્ફીલી ઠંડી. આ બર્ફીલી ઠંડીમાં પણ બધું ખૂબ સુંદર લાગે. બધું જ ખૂબ સુંદર છે. ધૂળ આપણી સમજણના ચશ્માંમાં ચોટેલી છે એટલે આપણે એ સાફ કરવાને બદલે બીજાના દોષો અને દરેકમાં અવગુણો જોઈએ છે. પોતાની સમજણ સરખી કરી લઈએ એટલે બીજું તો બધું સુંદર જ છે. દરેકમાં ખામીઓ એને ખૂબીઓ હોઈ છે. ખૂબીઓ તો બધાને ગમે છે પણ જયારે ખામીઓ સ્વીકારતા આવળી જશે ત્યારે કોઈ ફરિયાદ કોઈથી નહી રહે અને ત્યારે આપણે બધું મોજથી અને ફરિયાદ વગર માણશું.

ચોક્કસ વિચારજો મિત્રો. ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

આજ જન્માષ્ટમી.......

સુખી થવું અઘરું નથી પણ બીજા કરતા વધારે સુખી થવું એ મુશ્કેલ છે../It is not difficult to be happy but it is difficult to be happier than others.