આપણી પર્સનાલિટી કરતા આપણી મેન્ટાલીટી કેવી છે તે મહત્વની છે...../How our mentality is more important than our personality .....

 

આપણી પર્સનાલિટી કરતા આપણી મેન્ટાલીટી કેવી છે તે મહત્વની છે...../How our mentality is more important than our personality ....

હંમેશા દુનિયામાં લોકો આંતરિક દેખાવ કરતા બાહ્ય સુંદરતાને વધારે મહત્વ આપતાં આવ્યા છે. હકીકતમાં તો એ સાવ સીધીસાદી અને સમજાઈ એવી વાત છે અને સુંદરતા કોને ના ગમે!!! ફૂલોનાં ગુલદસ્તાને જ લઈ લ્યો, જેમાં બે ગુલાબ હોઈ અને બીજા બધા બીજા જુદા ફૂલો હોઈ તો આપણી નજર પહેલા સુંદર ગુલાબ ઉપર જ પડશે પછી ભલેને તેમાં ધારદાર લોહી કાઢે એવા કાંટા હોઈ તો પણ આપણે ગુલાબને જોશું, એને અડશું, એની સાથે બીજા પણ સુંદર ફૂલો હોઈ પણ આપણી નજર જે વધુ સુંદર હોઈ ત્યાં જ જાય છે.

માણસો સાથે પણ આપણે એવું જ કઈંક કરીએ છીએ. જયારે આપણે કોઈને પહેલીવાર મળતા હોઈએ તો આપણે એના બાહ્ય દેખાવ ઉપરથી જ એ માણસ વિશે થોડી ધારણા બાંધી લેશું. થોડી વાતચિત્ત થાઈ પછી આપણને એના વિશે થોડી માહિતી મળે છે પણ સંપૂર્ણ જાણકારી તો એ વ્યક્તિ સાથે થોડો સમય રહીએ એ પછી જ ખબર પડે. આપણે એક સમાજમાં રહીએ છીએ જ્યાં બધું જ એકબીજાથી સાવ જુદું અને એકદમ વિપરીત છે. એક જ માના પાંચ બાળકો પણ સરખા ના હોઈ તો સ્વભાવ તો ક્યાંથી હોઈ??

આપણે હંમેશા બહારથી દેખાતી પર્સનાલિટી ઉપર મોહિત થઈએ છીએ અને એના ચક્કરમાં આપણે એમની મેન્ટાલીટી કેવી છે તે જાણવાણી દરકાર તો લેતા જ નથી.

આ મેન્ટાલીટીની માહિતી ખાસ કરીને એકબીજા સાથે વેવિશાળ કે લગ્ન સંબંધમાં જોડાતા પહેલા ખાસ જોવાની હોઈ છે. છોકરો હોઈ કે છોકરી બંને જો પર્સનાલિટી જોઈને જીવનસાથી પસંદ કરે છે તો આગળ જતા એકબીજાની મેન્ટાલીટી માટે તકલીફ ઉભી થઈ શકે ખરી. જોકે અત્યારે ગોઠવણવાળા લગ્નો કરતા પ્રેમ લગ્નો વધારે થાઈ છે આથી બહુ ઓછા  પ્રશ્નો ઉભા થાઈ કદાચ, પણ થાઈ તો ખરા જ. જોકે સંબંધોમાં બધાની મેન્ટાલીટી સરખી હોવી જરૂરી નથી પણ એકબીજાની મેન્ટાલીટીને સમજવાની જરૂર છે. પછી ભલે તે સુંદર હોઈ પણ કાંટા હોઈ અને ભલે સુંદર ના હોઈ પણ ગુણોની સુવાસ ખૂબ સરસ હોઈ. ખાસ એ જરૂરી છે કે તે વ્યક્તિ, એને લાગે કે આ વસ્તુ ઠીક નથી તો જો તે આપણી માટે એની મેન્ટાલીટી  બદલાવવા રાજી થઈ જાય તો એની પર્સનાલિટીમાં ભલે દમ ના હોઈ પણ એ વ્યક્તિ તમને ખૂબ પ્રેમ કરે છે એમ સમજજો.

હમણાં થોડા સમય પહેલા એક શૉ જોતીતી તેમાં એક છોકરો લગ્ન કરતી વખતે નોકરી કરતી હોઈ એવી છોકરી જોઈએ છે અને છોકરી પણ એની પર્સનાલિટી અને કામ કરવાની છુટ આપનારા વ્યક્તિને જીવનસાથી તરીકે પસંદ પણ કાર્યો પણ લગ્ન પછી સંજોગો બદલાઈ ગયા અને તે છોકરીને નોકરી અને કારકિર્દી બનાવવાની જગ્યાએ આખા પરિવારની જવાબદારી ઉપાડી લીધી અને એ પણ કંઈ ફરિયાદ વગર પણ શું એ છોકરા કરતા છોકરીની મેન્ટાલીટીને સમજણ સુંદર નહી??? અહીંયા છોકરાએ પણ એની પત્નીની ભાવના અને ઈચ્છાને માન આપી જો તેની જવાબદારી નિભાવવાની અને એ વાત સમજવાની મેન્ટાલીટી હોઈ તો કહીં શકાઈ કે આ બંનેમાં સારી પર્સનાલિટીની સાથે સારી સમજણ પણ છે. પણ આવું ભાગ્યેજ જોવા મળે છે.

આપણા જાણીતામાં હોઈ તો આપણને થોડી માહિતી મળી રહે છે પણ ના હોઈ તો આપણે વાતચીત કરીને કે કોઈ સગવ્હાલાને પૂછીને આપડે માહિતી ભેગી કરવી જ જોઈએ, આખરે એકબીજાની જીંદગી નો સવાલ છે. આથી માણસમાં થોડી પર્સનાલિટી તો હોવી જ જોઈએ પણ એની માટે સારી મેન્ટાલીટીને સામાન્ય ફૂલોની જેમ નજરઅંદાજ ક્યારેય ના કરવું જોઈએ.

તમે શું કહો છો આ વિશે તે ચોક્કસ જણાવશો. હમણાં બ્લોગ તો રોજ પબ્લિશ કરું છું પણ એક સમયે નથી કરી શક્તિ એ માટે માફી ચાહું છું. ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખુબ ખુબ આનંદીત રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

ગૂડ ફ્રાયડે / Good Friday

હંમેશા મને ગમે તે સારુ જ હોઈ એવું જરૂરી નથી....

જીંદગી શીખવે તે શીખી લેવાનું, શીખેલું ક્યારે અને ક્યાં કામ લાગી જાય, કોને ખબર!!!