આજ શિક્ષકદિન..../ Today is Teacher's Day ....
ૐ
આજ શિક્ષકદિન / Today is Teacher's Day
આજ શિક્ષકદિન એટલે કે teachers day. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ, પરંતુ એ ભારતના બીજા રાષ્ટ્ર્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને તેમણે જ પોતાનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઉજવવાનું કહ્યું અને શરૂઆત પણ કરી હતી. જયારે તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિધાર્થીઓએ તેમના જન્મદિવસને ખાસ તરીકે ઉજવવાનું કહ્યું ત્યારે તેમણે એના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું કહ્યું. તેમના મતાનુસાર એક સાચો શિક્ષક જ આ સમાજને સારા સુશીક્ષિત નાગરિક આપી શકે છે. એક ગુરુ જ આ માનવપિંડને જ્ઞાની મનુષ્ય બનાવી શકે છે. આ સમાજમાં શિક્ષકોનું જે યોગદાન છે તેને બિરદાવવા માટે તેમણે પોતાનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઉજવાઈ તેમ કહ્યું અને તે પછીથી ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.ખરેખર સુંદર!!!
શિક્ષકદિનની ઉજવણી અમે પણ ખૂબ કરી જયારે અમેં ભણતા. આમારા ગુરુકુળમાં એક દિવસ માટે વિધાર્થીનીઓ શિક્ષકો બને અને છોકરાંવને ભણાવે. શિક્ષકો શાળામાં જ હોઈ પણ એ દિવસે તેમને જે કરવું હોઈ એ, તે લોકો કરે અને આખી શાળા બારમા ધોરણમાં હોઈ તેમાંથી અમુક વિધાર્થીનીઓ શિક્ષક બને અને તેમની જેમ બાળકોને ભણાવે. એક સરસ અનુભવ મળતો. અત્યારે જે અહીંયા દસમા ધોરણમાં આપણે (work expiriance) કાર્ય અનુભવ લેવાની પદ્ધતિ છે તે ત્યાં એક દિવસ માટે કરવા મળતી. અહીંયા તો બાળકોને હકીકતમાં જ કામની જગ્યાએ જાઈને બે અઠવાડિયા સુધી અનુભવ લેવાનો હોઈ છે. આ પદ્ધતિ ખૂબ સરસ છે. જયારે અમે ભણતા ત્યારે અમારે નોહતી પરંતુ અત્યારે ભારતમાં હોઈ તો ખબર નહી પણ બાળકોને ખરેખર કઈંક શીખવાનું તો મળે જ.
કહેવાય છે ને કે એક માતા સો શિક્ષકની ગરજ સારે પણ એક ગુરુ એક શિક્ષક એના જીવનકાળમાં કેટલાય વિધાર્થીઓને ભણાવી, જીવનની રાહ ઉપર અડીખમ ચાલવાનું જ નહી પણ દોડવાનું શીખવાડે છે. દરેક ડોક્ટર, ઈંજીનેર, વકીલ, વૈજ્ઞાનિક કે પછી ધંધાર્થી કે બીજા ગમે તે વ્યવસાય હોઈ કે પછી એક સારો મનુષ્ય જ કેમ ના હોઈ,એની સફળતાનો આધાર સરખી રીતે લીધેલા શિક્ષણનો જ હોઈ છે. વિધાર્થીકાળ દરમિયાન લીધેલા જ્ઞાનનો ઉપયોગ આપણે આપણા વ્યવસાયોમાં કરીએ છીએ અને અનુભવ મેળવીએ છીએ. પછી તો આપણે આપણા વ્યવસાયોમાં કુશળ બની જઈએ છીએ અને ખૂબ સફળતાઓ મેળવીએ છીએ પણ એ સફળતાના પાયામાં તો આપણા શિક્ષકોએ આપેલું જ્ઞાન જ હોઈ છે.
જીવનના દરેક તબ્બકે આપણને જ્ઞાનની જરૂરત પડે છે અને આપણે તે ગમે તે રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પાસેથી મેળવીએ જ છીએ. આપણને જેની પાસેથી કઈંક સારૂ શીખવા મળે તે વ્યક્તિ નાની હોઈ કે મોટી પણ એ ગુરુસ્થાને જ કહેવાય. ભૌતિક જ્ઞાન હોઈ કે આધ્યાત્મિક જ્ઞાન હોઈ, આપણે ગુરુની, એક સારા શિક્ષકની જરૂર પડે જ છે.
આપણે માતૃદીન, પિતૃદિન, મિત્રદીન, વેલેન્ટાઈદિન વગેરે ઉજવીએ જ છીએ અને તે બધાને આપણે આપણા જીવનમાં તેઓની ખાસ જગ્યા છે તે અનુભવ કરાવીએ છીએ તો પછી આપણને અજ્ઞાનના અંધકારમાંથી બહાર લાવવાવાળા આપણા ગુરુજનો પણ આ માનસમ્માનના હકદાર છે. ફક્ત આજના દિવસ પૂરતું જ નહી પણ હંમેશા પોતપોતાના ગુરુઓનું, શિક્ષકોનું માનસમ્માન કરવું જ જોઈએ. એક શિક્ષક કે શિક્ષિકા કે ગુરુ પણ ત્યારે જ ધન્ય કહેવાય કે જ્યારે લોકો તેને એના વિધાર્થી કે વિધાર્થીની સફળતાઓથી કે એના સુંદર કાર્યોથી અને તેમના નામથી ઓળખે.
તો આજ મારા માતા પિતા અને પરમાત્માથી માંડીને મારા જીવનને શુભ વિચારોની સાથે જીવનના દરેક ઉતાર ચડવામાં સાચા નિર્ણયો લેવાની સદબુદ્ધિ અને જ્ઞાન પ્રદાન કરનાર મારા દરેક ગુરુજનો અને શિક્ષકોને મારા અંતઃકરણથી પ્રણામ. ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો