માણસને સૌવથી મોટો ભ્રમ ક્યો???/What is the biggest illusion to man ???
ૐ
માણસને સૌવથી મોટો ભ્રમ ક્યો???/What is the biggest illusion to man ???
આપણે મનુષ્યો જ્યારે આપાર સુખમાં રચતા હોઈ ત્યારે એમ લાગે જયારે આવુંને આવું જ રહેશે. દુઃખ હોઈ ત્યારે કંઈ નથી ભુલાતું પણ જયારે સુખ આવે ત્યારે બધું જ ભુલાઈ જાય છે. જોકે આ સુખ દુઃખ પણ મનના ભ્રમ જ છે.
આપણા મનને હંમેશા કંઈક માનવા માટે કઈંક બહાનું જોઈએ. દુઃખી થવા માટે પણ અને સુખી થવા માટે પણ. પેલા દારૂડિયાની જેમ, જે દુઃખી હોઈ તો દુઃખ ભુલાવવા પીવે અને ખુશ હોઈ તો ખુશી મનાવવા પીવે. એમ આપણું પણ એવું જ છે. ઘણા લોકો કહેતા હોઈ છે કે ઈશ્વર પણ ભ્રમ છે, કોણે જોયો છે?? સ્વર્ગ - નર્ક પણ ભ્રમ છે, કોણે મુલાકાત લીધી છે?? પણ આ સંસારમાં થતા સારા ખરાબ અનુભવો જ અહીંયા જ એની પુષ્ટિ આપે છે. આપણે મનુષ્યો સાથે ખરાબમાં ખરાબ અનુભવ થાઈ તે નર્ક જ છે અને જીવન માં જે આત્મિક સુખ અને સંતોષ આપે તે સ્વર્ગની અનુભૂતિ છે. આપણે દરેક હવા, પાણી, અગ્નિ, ભૂમિ અને આકાશને જોઈ શકીએ છીએ અને એનો સ્પર્શ અનુભવી શકીએ છીએ અને એજ ભગવાન છે આથી કોઈ એમ કહે કે મે ઈશ્વર જોયા નથી કે અનુભવ્યા નથી તો એ એના ભ્રમમાં છે. માણસને એમ થાઈ કે આજ કરશુંને કાલે કરશું દિવસના ક્યાં દુકાળ છે પણ એ જ મનુષ્યનો સૌવથી મોટો ભ્રમ છે કે હજી મારી પાસે ખૂબ સમય છે.
આ ખૂબ સુંદર ભ્રમ છે કે મારી પાસે ખૂબ સમય છે. સમયે સમયે સમય પણ આપણને સમજાવતો જ રહે છે પણ આપણે મનુષ્ય હંમેશા બીજાની સામે આંગળી ચીંધીને બીજાને આંખના પલકરામાં દુનિયામાંથી વિદાઈ થતા જોઈએ છે તો પણ એજ ભ્રમમાં રહીએ છે કે મારી પાસે તો ઘણો સમય છે. એટલે આજ જીવવાની બદલે કાલના સપનાઓ એવા દિલથી જોશું અને એટલા તલ્લીન થઈ જશું કે જાણે અહીં આપણે અમરપટ્ટો લખાવીને આવ્યા હોઈ. જે બધું આજ કરવાનું હશે એ કાલ પર મુલતવી રાખતા જશું અને એ કાલ ક્યારેય આવતી નથી. આપણે જીવનમાં ઘણા પ્રસંગો કરીએ છીએ અને બીજાના અવસરો ઉજવીએ છીએ અને એમાં હાજરી પણ આપીએ છીએ અને એમાં રીસામણા મનામણાં અને મનદુઃખો કરીએ છીએ. સાથે સાથે પ્રસંગોના મનદુઃખોનો બદલો પણ એમના પ્રસંગોમાં મેણાંટોણા મારીને બગાડીએ કે હાજરી ના આપીને બગાડીએ જ છીએ. શું કરવા કે તો કે આપણી પાસે તો ઘણો સમય છે બધું સુધારી લેવાનો. પણ આજ મનુષ્યનો સૌવથી મોટો ભ્રમ છે કારણ કે આપણા જીવનનો એવો પ્રસંગ પણ આવશે કે જ્યાં બધા જ હશે પણ આપણી જ ગેરહાજરી હશે આથી આ ભ્રમમાંથી પોતાની જાતને છોડાવો અને એવી રીતે જીવો કે આજ જ મારી જીંદગીનો છેલ્લો દિવસ છે. ના કોઈથી દુઃખ થશે કે ના કોઈથી સુખ. બધાને બધું માફ. કેટલું સુંદર અને કેટલું વિચિત્ર પણ. આથી આ ઘણો સમય હોવાના ભ્રમમાંથી બહાર આવી જાવ એટલે જીંદગીની સાચી મજા માણી શકશો. જીંદગીમાં લાગતો એક જ આઘાત જીંદગી બદલવાની માટે પૂરતો છે. આ વિશે ચોક્કસ વિચારજો.
બધાને ઈશ્વર, ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો