જીવનમાં સૌવથી સહેલું અને સૌવથી અઘરું શું છે?/What is the easiest and the hardest thing in life?
ૐ
જીવનમાં સૌવથી સહેલું અને સૌવથી અઘરું શું છે?/What is the easiest and the hardest thing in life?
ઘણા એમ કહે કે જીંદગીમાં કંઈ સહેલું નથી અને ઘણા એમ કહે કે શું અઘરું છે?? કંઈ જ નહી. શોધોતો ભગવાન પણ મળી જાય તો પછી બીજી સામાન્ય વસ્તુઓની તો શું ઓકાત છે. બસ આમ જ માણસના વિચારો અને અભિગમ પ્રમાણે સૌવના જીવનમાં બધું ચાલતું જ હોઈ છે એટલે જીંદગીને જોવાનો પોત પોતાનો એક અભિગમ હોઈ છે. છતાં એવું કઈંક તો છે જે અઘરું અને સહેલું બંને છે અને એ છે ભૂલ.
આપણે જ આ કહેવત બનાવી હશે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે આપણે આપણી ભૂલોને ન્યાય આપીએ છીએ કે હા ભૂલ થઈ શકે અને ભૂલો ના કરીએ તો શીખીએ કઈ રીતે? ભૂલ જો અજાણતા થાઈ તો એ માફ કરવાને યોગ્ય છે અને એ પણ પહેલી કે બીજી હોઈ તો માફીને લાયક છે. પરતું એજ ભૂલ આપણે જાણી જોઈને કરીએ તો એ કદાપિ માફીને યોગ્ય નથી. ભૂલ તો બધાથી થાઈ નાના મોટા બધાથી થાઈ છે પરંતુ આપણે એ ભૂલોને કઈ રીતે જીવનમાં જોઈએ છે તે ખૂબ જ મહત્વનું છે.
આપણામાંથી એવા પણ ઘણા છે જે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા જ નથી. માફી મંગાવી તો બવ દૂરની વાત છે. સૌવથી કમાલની વાત તો એ છે કે એજ ભૂલ બીજાથી થાઈ તો આપણે તરત જ કઈ પણ વિચાર્યા વગર એકદમ સરળતાથી કહીં દઈએ છીએ. એટલે કે બીજાએ ભૂલ કરી હોઈ તો આપણે એમને હિંમત દેવાની બદલે એની ભૂલો વિશે સરળતાથી વાતો કરીએ છીએ. એનાથી ઉલ્ટુ જયારે આપણે ભૂલ કરીએ ત્યારે કોઈક જ એવું હોઈ છે જે આપણને પ્રોત્સાહન આપે, એમાંથી શીખ લઈ આગળ વધવાનું કહેં વગેરે વગેરે.... પણ એવું કઈ જ નથી બનતું ઉલ્ટાનું આપણે જ આપણી ભૂલનો સ્વીકાર કરતા નથી. ઘણી વખત જીવનમાં આગળ વધવા માટે ભૂલોનો સ્વાકાર કરવો ખૂબ જરુરી છે. અને મને લાગે છે કે ભૂલ કરી હોઈ તો એને સ્વીકારી લેવામાં આપણી નમ્રતા છે પરંતુ એના અસ્વીકારમાં આપણું ખોટું અભિમાન છે.
ભૂલો તો થવાની જ છે પણ જો આપણે એને જીવનમાં કંઈક શીખવાના અભિગમ સાથે સ્વાકારી લઈશું તો ઘણું બધું શીખવાનું મળશે પરતું એ ભૂલનો અસ્વીકાર કરશું તો એ આપણને જીવનમાં એક નકારાત્મકતા ભરેલી દિશામાં લઈ જશે. આ ભુલ જ એવી વસ્તુ છે કે જો બીજાએ કરી હોઈ તો કહેવું ખૂબ સરળ છે પરંતુ આપણે કરી હોઈ તો એને માનવી એનો સ્વીકાર કરવો ખૂબ અઘરો બની જાય છે. બે અથવા વધુમાં વધુ ચાર વખત એક જ ભૂલ થાઈ તો એ મૂર્ખાતાની નિશાની છે. આથી ભૂલો થાઈ કે કરીએ તેમાં ખરાબી નથી પણ તેમાંથી શીખ ના લઈએ તો આપણી જ નુકસાની છે માટે સામે આંગળી ચિંધતા પહેલા આપણો હાથ જોઈ લેજો સામે એક ચીંધીએ છીએ પણ ત્રણ આંગળી આપણી બાજુ જ વળેલી હોઈ છે એની ઉપર પણ નજર નાખી લેવી.
આ વિશે તમે શું વિચારો છો એ ચોક્કસ જણાવશો. ઈશ્વર બધાને ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો