જીંદગીમાં આગળ વધવું હોઈ તો શું કરવું???/What to do to move forward in life ???
ૐ
જીંદગીમાં આગળ વધવું હોઈ તો શું કરવું???/What to do to move forward in life ???
આપણે બધાને જીવનમાં ખૂબ આગળ વધવું છે. કોઈને ક્યાંય એક જગ્યાએ ટકી રહેવું નથી ગમતું. જીંદગીમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે તોયે જેને આગળ વધવું છે તે આગળ વધીને જ રહેશે. એની હિંમત જોઈને જ કોઈને એને રોકવાની હિંમત નથી થતી. જોકે દુનિયામાં હિંમત તોડવાવાળાની કમી નથી. કમી તો હિંમત આપવાવાળાની છે.
આ દુનિયામાં અડધાથી વધારે લોકો પોતાની પ્રગતિ કે ઉન્નતિ નથી કરી શકતા કારણ કે તેઓ હંમેશા એ વિચાર કરીને પાછળ રહી જાય છે કે લોકો શું કહેશે!! લોકોની અને સમાજની બીકમાં ને બીકમાં લોકો પોતાની ઈચ્છઓને મારીને જીવે છે. લોકો જ છે જે કોઈના દુઃખમાં સાથ આપવાને બદલે, હિંમત આપવાને બદલે તેને કમજોર અને નબળા બનાવે છે વાતોથી. કોઈક જ એવું હોઈ છે કે જે હિંમતથી અને આત્મવિશ્વાસથી કહે કે છે હશે આ જ દુનિયાનો નિયમ છે આવવું અને જવું પણ હિંમતથી કામ લેજે. બીજાનું આપેલું જીંદગીમાં કોઈ દિવસ નથી ટકતું. ટકે છે એ જે આપણું છે અને આપણા નસીબનું છે. બાકી લોકોના ડરથી જીવવાવાળા ક્યારેય જીવી નથી શકતા. જેને લોકોનો ડર છે કે લોકો શું કહેશે, એવા લોકોને અને સમાજને બીજું કંઈ કામ જ નથી હોતું. આ સમાજના નિયમો બનાવીએ પણ આપણે જ છીએ અને તોડીએ પણ આપણે જ છીએ.
દુનિયામાં દરેકને પોતાની જીંદગી પોતાની રીતે જિવવાનો પૂરો હક છે અને દરેકે પૂરી ઈમાનદારી સાથે જીવવી જોઈએ. લોકો તો તમે સારૂ કરશો તો પણ બોલશે અને ખરાબ કરશો તો પણ બોલશે. લોકો અભિપ્રાય ઓછા ને વખોડાગત વધારે કરે છે. લોકોની લોકલાજની પરવા કરયા કરશું તો ક્યારેય પ્રગતિ નહી કરી શકીએ. આ એજ લોકો છે કે જેઓ સવારે સૂરજને જળ ચડાવે છે અને બપોરે ગરમી લાગતા એજ સૂરજ ને કોસે છે. એક દેવની માનતા ના ફળે તો બીજા દેવ બદલાવે તે આજ લોકો છે. આથી લોકોની પરવા કર્યા વગર પોતાનું સર્વ શ્રેષ્ઠ કાર્ય કરતા રહો કારણ કે ફળ લોકોએ નહી ઈશ્વરે આપવાનું છે. આગળ વધવા માટે સલાહ આપવાવાળા ઘણાય મળશે પણ હિંમતથી સાથ આપનારા ખૂબ થોડા મળશે. આથી પોતાનામાં હિંમત રાખો કારણ કે તે ક્યાંય વેચાતી નથી મળતી અને કોઈ વ્યક્તિ પણ આપી નહી શકે. આથી જીવનમાં ધ્યેય નક્કી કરો અને આગળ વધતા રહો. લોકોની ટીકા હોઈ કે નિંદા આપણે સકારાત્મકતાથી જ લેવાની.
તો મિત્રો તમે શું કહો છો આ બાબત ચોક્કસ જણાવશો. બધાને ઈશ્વર ખૂબ સ્વસ્થ રાખે, મસ્ત રાખે અને ખૂબ આનંદમાં રાખે એવી પ્રાર્થના સાથે શામડિવાઇનના પ્રણામ 🙏🙏🙏
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો