શું ખરેખર સ્ત્રી પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે???/ Does a woman really live her life in her own way ???
ૐ શું ખરેખર સ્ત્રી પોતાની જિંદગી પોતાની રીતે જીવે છે? આ પ્રશ્ન ઘણા સમયથી મારાં મનમાં આવતો હતો પરંતુ આજ મેં ગંભીરતા પૂર્વક વિચારવાનું નક્કી કર્યુ. એની પાછળ થોડા કારણો છે. હમણાં મારી આજુ બાજુ થોડા એવા લોકોને જોયા જે દુનિયામાંથી વિદાઈ થઈ ગ્યા અને એ બધા સગાસંબંધીઓ અને મિત્ર વર્તુળમાં હતા એટલે જરાં નજીકથી એમના જીવન વિશે ખબર હતી. આ કોરોનાના સમયમાં ઘણા લોકોએ એમના જીવનસાથી ગુમાવ્યા. કોઈએ પતિ તો કોઈએ પત્ની ગુમાવ્યા. પહેલાના ઝમાનામાં તો પત્ની એના પતિનો પડછાયો જ હતી. જે પતિ કહે એ પ્રમાણે જ જીવતી. જોકે તે ઝમાનામાં તો સ્ત્રીઓ બઘી રીતે પુરુષો ઉપર જ નિર્ભર હતી. જોકે અત્યારે પણ લગભગ ગૃહિણી એમના પતિ ઉપર જ નિર્ભર છે. જો કે અત્યારે ભણતરની કિંમત વધી છે અને સ્ત્રીઓ ખુબ ભણે છે અને પોતાની રીતે આર્થિક સ્વતંત્ર પણ છે પણ તેમ છતાંય ઘણી વખત જોવામાં આવે છે કે એ પોતાની રીતે પોતાની કમણીના પૈસા વાપરી નથી શક્તિ. દરેકમાં કા તો પતિને પૂછવું પડે અથવા તેમની રાય લીધા વગર ખર્ચી ના શકે. જયારે તે કમાતી ના હોઈ તો દરેક નાની મોટી જરૂરિયાત માટે પતિ અથવા પુત્ર ઉપર નિર્ભર હોઈ છે. એવું નથી કે પતિ ના પડે કે પરંતુ કોઈક વખત ...