પોસ્ટ્સ

જયારે એક ને એક વસ્તુ સામે આવ્યે રાખે ત્યારે એક વખત તો આપણે જરૂર try કરીએ જ....

છબી
  ૐ જયારે એક ને એક વસ્તુ સામે આવ્યે રાખે ત્યારે એક વખત તો આપણે જરૂર try કરીએ જ.... આપણું મન કેટલું ચંચળ છે કે કોઈ દિવસ એક જગ્યાએ ટકતું જ નથી. આપણો એની ઉપર કોઈ વશ જ નથી. જે જોઈએ જે સાંભળીએ એ માની લઈએ અને એને મેળવવા માટે બનતી બધી જ કોશિશ કરીએ છે. અત્યારે આ ડિજિટલના ઝમાનામાં ચારે બાજુ આપણને પ્રલોભન આપનારા અને આપણા મનને ભટકાવનારા અનેક માણસો અને ચીજ-વસ્તુઓ છે. આપણી જરિયાતની હોઈ અને આપણે ખરીદીએ એમાં વાંધો નહી પરંતુ ઘણી વખત જાહેરાતો જ એટલી સુંદર અને આકર્ષક હોઈ છે કે આપણે એને જોયા વગર રહી જ શકતા નથી. એક વખત નજર અંદાજ કરીએ, બે વખત,   ત્રણ વખત વધુમાં વધુ ચાર કે પાંચ વખત પણ એ પછી તો ચોક્કસ આપણે એક વખત તો ખરીદીએ જ. એ જ આ જાહેરાતોની તાકાત છે. જયારે એ વસ્તુ સારી નીકળે તો ખૂબ મજા આવે પરંતુ જાહેરાત મુજબ ના નીકળે તો આપણે બીજી વખત ખરીદશું નહી. પણ આવી રીતે જાહેરાતોથી પ્રલોભાઈને પહેલી વખત ખરીદનારની સંખ્યા પુષકળ છે. આવી રીતે વહેંચનારની અને લેનારની  સંખ્યા ઓછી નથી અને બંનેના કામ બનતા રહે છે. જો સફળ થવું હોઈને હંમશા માર્કેટમાં ચારેબાજુ ચાલતી હરીફાઈઓ વચ્ચે ટકી રહેવું હોઈ તો સારી ગુણવતા વાળી...

બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવાનો રવિવાર

છબી
  ૐ બાળપણનો રવિવાર એટલે થાકવાનો રવિવાર અને અત્યારનો રવિવાર એટલે થાક ઉતારવાનો રવિવાર આજ પણ યાદ છે એ બાળપણના સોનેરી દિવસો. ખૂબ મજા કરતા. ભાઈ બેન સાથે, નિશાળના મિત્રો સાથે, ગલીના મિત્રો સાથે.  એ બિંદાસ  બાળપણની મજા જ કઈંક ઓર હતી. એમાંય ભરતદેશમાં વિતાવેલું બાળપણ. એ ગલિયોમાં રમવાનું, એ બસમાં નિશાળે જવાનું, દરરોજ નિશાળે તો જવાનું જ પણ દરરોજ ટ્યૂશનમાં પણ જવાનું, એ નાના મોટા તહેવારો ઉજવવાની મજા, એ પહેલા વરસાદમાં ધરતીની મીઠી મીઠી એ સુગંધ, અગાસીના ભૂંગળામાંથી પડતા પાણીમાં મિત્રો સાથે નહાવું, સાતમ આઠમના મેળાની મજા, દિવાળી ઉપર આખી ગલીના બધા ભેગા થઈને કરાતી રંગોળી અને અડધી રાત સુધી ફટાકડા ફોડવાની મજા, શેરીમાંથી જે નાના મોટા નીકળે એ બધાને હોળીના રંગો ઉડાડવા, આખા ઉનાળાના વેકેશનમાં મામાના ગામડે નાની પાસે રમવાની, નવી નવી પૌરાણિક વાર્તાઓ સાંભળવાની મજા અને બસ મજા મજા ને મજા જ હતી એ દિવસોમાં. સમય સાથે બધું બદલાતું જાય છે અને સમયના વહેણમાં જીવન વહેતુ જાય છે. બાળપણ, જુવાની, પ્રોઢાવસ્થા અને ઘડપણ બધું ક્રમસર આવતું જાય છે. રોજ દિવસ કંઈને કંઈ શિખામણ અને બોધ આપીને જ જાય છે. આપણી પાસે જ અત્યારે એ સમ...

ચિરંજીવી કેવી રીતે બનાઈ?

છબી
  ૐ ચિરંજીવી કેવી રીતે બનાઈ? આપણે બધાએ આ " ચિરંજીવી " શબ્દ સાંભળ્યો જ હશે. જેનો અર્થ થાઈ કે હંમેશા જીવો. જેને પત્રમાં આપણાથી નાના હોઈ તેની માટે વાપરીએ છીએ પણ એનું ટૂંકું રૂપ ખાલી "ચિ    ........ " લખીએ છે. જોકે આજના મોબાઈલના ઝમાનામાં પત્ર તો ઓછા લખાઈ છે પણ ગમે તે પૌરાણિક ટીવી સિરિયલોમાં આ શબ્દ સાંભળીએ છે. દરેક મનુષ્યના જીવનમાં ઘણા કર્તવ્ય હોઈ છે અને તેને નિષ્ઠાથી નિભાવવા જોઈએ. પોતાના પરિવાર, મિત્રો, સગાસંબંધીઓ, પોતાની જન્મભૂમિ, પોતાની કર્મભૂમિ, બધા પ્રત્યે આપણું કર્તવ્ય છે અને તે નિભાવવું જ જોઈએ. એમ કહીએ કે ઋણ હોઈ છે જેને સમય આવીયે ચૂકવવું જોઈએ. જે મનુષ્ય પોતાના કર્તવ્યો પૂરી ઈમાનદારીથી નિભાવે છે તે કાર્યો દ્વારા અમર થઈ જાય છે. કર્તવ્યો પુરા કરવા માટે આપણામાં એક ઉત્સાહ જોઈએ. જેની પાસે ગમે તે કાર્ય કરવાનો ઉત્સાહ છે ને તે વૃદ્ધ હોવા છતાં યુવાન છે. ઉત્સાહ વગર કંઈ પણ કરવું એ એવું છે જાણે ધરાર કોઈને ઢસરડીને લઈ જવું. ઉત્સાહ સાથે કરેલું દરેક કાર્ય ઉત્સવ બની જાય છે. આથી ઉત્સાહ ખાલી યુવાનોએ જ નહી નાના મોટા બધાએ રાખવો જોઈએ. કોઈને આપણો ઉત્સાહ જોઈને જ આપણી સાથે કામ કરવાની મજા આ...

આદતો બદલવી છે પણ કેવી રીતે?? / But how to change habits ??

છબી
  ૐ આદતો બદલવી છે પણ કેવી રીતે?? / But how to change habits ?? આપણને બધાને એક સુંદર, તંદુરસ્ત, શિસ્તવાળું, સકારાત્મક જીવન જોઈએ છે. આપણને બધાને એમ થાઈ કે આપણે આપણને જોઈતું હોઈ એવું જીવન બનાવી શકીએ તો કેટલું સારુ કહેવાય. દર દિવાળીએ અને પહેલી જાન્યુઆરીએ આપણે નવા વર્ષમાટેના goals ધ્યેય નક્કી કરીએ જ છીએ પણ આપણે કેટલા સફળ રહીએ છે?? જોકે હું પણ બનવું છું પણ અડધે રસ્તે જ છુટ્ટી જાય છે. ચાલુ તો એક જોશભેર થાઈ છે પણ ધીમે ધીમે એ ઉત્સાહ ક્યાં વયો જાય છે કે ખબર જ નથી પડતી!!! અત્યારે બધાનો મહત્વનો પ્રશ્ન હોઈ તો તંદુરસ્ત કેમ રહેવું અને મોટાપામાંથી મુક્તિ કેમ મેળવવી??? આ બધાનો બર્નિગ પ્રશ્ન એટલે કે સળગતો પ્રશ્ન છે.  જયારે જોશમાં હોઈ ત્યારે વજન ઓછું તો કરી લઈએ પણ લાંબો સમય ટકાવી નથી શકતા. જયારે કોઈ પણ સારી બાબત લાંબા સમય સુધી ટકાવી રાખવી હોઈ તો થોડા દિવસ માટે જ નહી પણ હંમેશ માટે સારી આદતો ટકાવવી પડે. સવારે વહેલું ઉઠવું અને રાતે સમયસર સૂવું એ સારી આદત છે,  દરરોજ ધ્યાન કરવું, કસરત કરવી એ સારી આદત છે, લીલા શાકભાજી અને ફળ નિયમિત રીતે ખાવા એ સારી આદતની સાથે જરૂરિયાત પણ છે, આપણા દરેક કાર્ય પૂરી ...

જેવા છો તેવાજ રહો કારણ કે ઓરીજનલની કિંમત ઝેરોક્ષ કરતા વધારે હોઈ છે...

છબી
  ૐ જેવા છો તેવાજ રહો કારણ કે ઓરીજનલની કિંમત ઝેરોક્ષ કરતા વધારે હોઈ છે... આપણને કોઈ પૂછે કે આ તમને કેવું લાગે છે તો આપણે હંમેશા આપણો અભિપ્રાય દેવા તૈયાર જ હોઈ છે. જોકે માનવ સ્વાભાવ જ છે કે દરેક બાબતમાં આપણે બોલવું જ જોઈએ. ઘણાતો કોઈ માંગ્યો ના હોઈ તો પણ પોતાનો અભિપ્રાય દેતા રહેતા હોઈ છે. ઘણી વખત તો લોકો અભિપ્રાય આપી આપીને વ્યક્તિની ઓળખ જ સાવ બદલી નાખતા હોઈ છે. આપણા બધા પાસે ઘણા મિત્રો, સગા સ્નેહીઓ અને પરિવારજનો હોઈ છે અને આપણી માટે અમુક બાબતોમાં તેમનો અભિપ્રાય લેવો જરૂરી જ છે. કોઈ પણ બાબતમાં અભિપ્રાય લેવો એમાં કંઈ ખોટું નથી પણ લીધા પછી વિચાર્યા વગર આંધળું અનુસરણ કરવું એ યોગ્ય નથી. ઘણી વખત નવા નવા લગ્ન થયા હોઈ ત્યારે પતિ પત્ની બંને એકબીજાને પોતાના ઋતબા મુજબ બનાવવાની કોશિશ કરતા રહેતા હોઈ છે. બંને એકબીજાની વાત માની એકબીજાની મરજી મુજબ બદલાઈ તો એમાં કંઈ જ વાંધો નથી પરંતુ જો એ બદલાવ પોતાની ઈચ્છા કે મરજી વગરનું હોઈ તો એ બદલાવ નહી પણ બોજો છે. અને માથા ઉપર બોજ લઈને માણસ લાંબું ચાલી ના શકે. જે તમને સાચો પ્રેમ કરતું હોઈને તો એ તમે જેવા છો એવા જ સ્વીકારશે. હા!!  ઘણી એવી આદત આપણામાં હોઈ કે ...

જયારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોઈ ત્યારે મનની સ્થિતિ બદલી નાખવી, જીવનમાં બધું જ એની મેળે બદલાઈ જશે...../ Changing the state of mind when it is impossible to change the situation, everything in life will change accordingly

છબી
 ૐ જયારે પરિસ્થિતિ બદલવી અશક્ય હોઈ ત્યારે મનની સ્થિતિ બદલી નાખવી, જીવનમાં બધું જ એની મેળે બદલાઈ જશે...../ Changing the state of mind when it is impossible to change the situation, everything in life will change accordingly . જીવન જ સ્થિતિ - પરિસ્થિતિનું એક વહેણ છે જેમાં ક્યારેક ખુશીઓની ભરતી હોઈ તો ક્યારેક દુઃખની. જીવનમાં એવો પણ સમય હોઈ છે કે જયારે ખુશી અને દુઃખ બંનેની ઓટ હોઈ. બધાના જીવનને અને જીવનમાં આવતી પરિસ્થિઓને જોવાની પોતાની જ એક નજર હોઈ છે અને એ પ્રમાણે તેનું જીવન હોઈ છે. આપણા જીવનમાં આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તે બધાનો મુખ્ય ઉદેશ સુખ શાંતિ મેળવવાનો જ હોઈ છે. જીવનમાં દરેક હસતો માણસ સુખી હોઈ એ જરૂરી નથી. હસતો અને શાંત ચહેરો રાખવાવાળાની અંદર ખૂબ મોટીજંગ ચાલતી હોઈ છે. આપણે આપણા બાળકોને કેવી રીતે કમાવું, કેવી રીતે વ્યવસ્થિત રહેવું એતો શીખવ્યે છે પણ જીવનમાં આવતી મુશ્કેલીઓમાં કેવી રીતે વરતવું એ તો નથી આપણે શીખવાડતા કે નથી કોઈ નિશાળમાં શીખવાડતું. જોકે દરેક માણસ પોતાના અનુભવના આધારે જીવનની મુશ્કેલીઓનો સામનો કરતા શીખી જ જાય છે. તેમ છતાં એમ થાઈ કે જો પૂર આવે એ પહેલા પાળ બાંધી લીધી હોઈ...

કઈ બે વસ્તુ માણસને દુઃખી કરે છે? કઈ બે વસ્તુ માણસને સુખી કરે છે? / What two things make a man miserable? Which two things make a man happy?

છબી
 🕉 કઈ બે વસ્તુ માણસને દુઃખી કરે છે? કઈ બે વસ્તુ માણસને સુખી કરે છે? / What two things make a man miserable?  Which two things make a man happy? આપણા માનવ સ્વભાવમાં ઈશ્વરે ઘણા સદગુણો અને ઘણા દુર્ગુણો મુક્યા છે. આ અમુક ગુણો પૂર્વસંસ્કારના હોઈ છે ને અમુક આપણે આપણી પરવરીશ પ્રમાણે અપનાવ્યે છે. જેમકે બાળકો નાના હોઈ ત્યારે ઘરનું વાતાવરણ કેવું છે એ પણ અસર કરે છે. સંયુક્ત કુટુંબમાં મોટું થયેલું બાળકના વર્તન વ્યવહાર જુદા હોઈ છે  અને એકલા રહેતા પરિવારના બાળકોના વર્તન વ્યવહાર પણ જુદા હોઈ છે. અમુક સારી વસ્તુ હોઈ છે અમુક ખરાબ વસ્તુ હોઈ છે. ફાયદા ગેરફાયદા તો દરેકના હોઈ જ છે. આપણો મુખ્ય ધ્યેય તો જીવનમાં સુખ શાંતિ મેળવવાનો છે. બધા કાંઈ સદગુણોનો ભંડાર ના હોઈ પણ અમુક સદગુણો તો હોવા જોઈએ કે જીવનમાં અપનાવવા જ જોઈએ. તેમનો એક છે જતું કરવું એટલે કે let go કરવું. આ ગુણ હોવો જરૂરી છે. સંસાર છે, તો લોકો છે, લોકો છે તો, સમસ્યા છે અને જ્યાં સમસ્યા છે ત્યાં ઝગડા અને બોલાચાલી પણ થાઈ. જો આવે સમયે કોઈ સદસ્યમાં જતું કરવાનો સદગુણ હોઈ તો સમસ્યા ઝઘડાનું રૂપ ધારણ કરતા પહેલા જ સુલજી જાય છે. હંમેશા સમજદાર વ્યક...