આગળ વધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી....../People who are moving forward Never stop others from moving forward ......
ૐ આગળ વધવા વાળા બીજાને ક્યારેય અટકાવતા નથી....../People who are moving forward Never stop others from moving forward.. આ સત્ય હોવું જોઈએ કે જેઓ પોતે આગળ વધી રહ્યા છે તેઓએ બીજાને આગળ વધતા અટકાવવા જોઈએ નહિ પરંતુ આજે આનાથી ઉલ્ટુ બને છે. જેઓ પોતે આગળ વધી રહ્યા છે તેઓ એવો પ્રયત્ન કરતા રહે છે કે બીજા તેના કરતા આગળ ના નીકળી જાઈ. જોકે આ વાત બધાને લાગુ નથી પડતી. ઘણા એવા પણ છે કે બીજાની એટલી મદદ કરે છે કે પોતે પાછળ રહી જશે પણ બીજાને એની મંઝિલ સુધી પહોંચાડવામાં મદદ કરશે અને તેને તેની મંઝિલ સુધી પહોંચાડ્યો તેનો તેને આનંદ અને સંતોષ પણ રહે છે. જોકે ભગવત ગીતા મુજબ સચ્ચાઈ અને દિલથી કરેલું કોઈ પણ કર્મ ક્યારેય નિષ્ફળ જતું જ નથી. સમય આવ્યે ઈશ્વર એનો બદલો જરૂર આપી જ દયે છે. આથી ફળની આશામાં નહિ પણ સારૂ કાર્ય કરવું જોઈએ એ રીતે માનીને કર્મ કરતા રહેવું જોઈએ. ઘણાને થશે કે આવું તો ફક્ત સ્વપ્નમાં બનતું હશે પણ નહિ આ ધરતી પર હકીકતમાં પણ એવું બને છે. દુનિયામાં મદદ કરવાવાળા પણ ઘણા છે અને પગ ખેંચવાવાળા પણ ઘણા છે. પરંતુ આપણે દુનિયાની જવાબદારી નથી લેવાની આપણે આપણી જ જવાબદારી લેવાની છે. આપણું કર્યુ કંઈ નથી થ...