પોસ્ટ્સ

જિંદગીની મજા શેમાં?

છબી
કેવું લાગે? જયારે બધું જ જીવનમાં સરસ ચાલતું હોય, બધું જ એકદમ પરફેક્ટ હોય. તમે કહેશો કે એવું થોડું બને કોઈ દિવસ, અથવા તો તમે કહેશો કે, જો એવું બને તો તો મજા જ આવી જાય! બરોબર ને! પણ હકીકતમાં વિચાર કરવો જોઈએ કે જો જીવનમાં બધું જ સુંદર રીતે ચાલતું હોય ત્યારે આપણા મનની સ્થિતિ કેવી હોય? જોકે ત્યારે એ સમયમાં તો આપણે સાવ અલગ જ મનોસ્થિતિમાં હોતા હોઈએ છે. તમે, આ ખાલી વાંચશો જ નહિ, તેને કરીને પણ જોજો. થોડા દિવસ એવા કોઈ રસ્તા ઉપર ચાલવા જજો જ્યાં ક્યાંય કોઈ ઉબડ ખાબડ ના હોય. સરસ મજાનો એક સરખો સુંદર સમથળ રસ્તો હોય. એક દિવસ મજા આવશે, બે દિવસ મજા આવશે, ત્રણ દિવસ મજા આવશે, અરે બહુ તો અઠવાડિયું કે દસ દિવસ પછી તમે પોતે જ કેશો કે આજે આપણે બીજી બાજું ચાલવા જઈએ. આ હકીકત છે અને અજમાવવા જેવી છે. એટલે જો જીવનમાં પણ બધું પરફેક્ટ જ હોય તો આપણે પોતે જ કંઈક એવું કરશું કે થોડું બદલાય. ક્યારેય કોઈને એક સરખી ઘટમાળ ભરી જિંદગી નથી ગમતી. એટલે જ કદાચ આપણા પૂર્વજોએ આ એક સરખી ઘટમાળમાંથી બહાર આવવા માટે આ તહેવારો અને તેની ઉજવણી, આનંદ ઉલ્લાસ માટેની વ્યવસ્થા કરી હશે. અને જેટલાં નાના મોટાં તહેવાર ભારતીય સંસ્કૃતિમાં છેને તેટલા કદ...

ફરી મળ્યા.../ Meet again....

છબી
આજે લગભગ બે વર્ષથી પણ વધારે સમય થઈ ગયો. શું લખુ? શેના વિશે લખુ? કંઈ ખબર નથી. પણ આ બે વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. હું એમ નહિ કહું કે ખરાબ કારણ કે સમયની સાથે ચાલવું મને પહેલાથી જ ગમે છે. હું હંમેશા આજમાં જીવવામાં માનું છું પણ એમ નહિ કહું કે કાલનો વિચાર ના કરવો. ચોક્કસ કરવો કારણ કે ક્યાં જવું છે, એ તો આપણને ખબર હોવી જ જોઈએ. આથી કોઈ પણ કામ કરીએ તેની માટે  નિર્ધારિત ધ્યેય નક્કી કરવું, કેવી રીતે ત્યાં પહોંચવું? ત્યાં પહોંચતા પહેલા શું શું તકલીફો આવશે? એની માટે શું શું તૈયારી રાખવી વગેરે વગેરે વિચારવું તો જોઈએ જ. આ બધું કરવું એટલે એમ નહિ કે આપણે વર્તમાનમાં નથી જીવતા. આપણે આપણી બધી જવાબદારીઓ નિભાવતા, જોતા આપણે ભવિષ્ય માટે પણ જોવાનું છે. લોકો આ કરે પણ છે પણ એક ભૂલ ત્યાં કરે છે કે જયારે ભવિષ્યમાં વધારે ખુશ થવા માટે વર્તમાનની નાની મોટી ખુશીઓ માણવાનું અને જીવવાનું મોકૂફ કરી દયે છે. આપણે ભવિષ્ય માટે બધું જ કરીએ પણ આજના બદલામાં નહિ. ભવિષ્યના કામોની તૈયારીમાં ચોક્કસ ધ્યાન દઈએ પણ તેના પરિણામ વિશેની ચિંતા આજથી નહિ. જયારે આપણે કામમાં આપણું 100% આપીએ એ પછી પરિણામની ચિંતા ઈશ્વરના હાથમાં સોંપી દેવ...

હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others .....

છબી
  ૐ હંમેશા કોશિષ કરવી કે જેની ખોટ આપણે હોઈ તેની  ખોટ બીજાને ના થાઈ...../ Always try not to lose what we have lost to others ..... આ દુનિયામાં કોઈ માણસ એવું નહી હોઈ કે જેની પાસે બધું જ હોઈ. દરેકને ઈશ્વરે કંઈને કંઈ તો આપવાનું બાકી રાખ્યું જ છે. આપણી આજુબાજુ જ નજર નાખીએ તો તમને જોવા મળશે જ કે જેને જીવનમાં કોઈને કોઈ કમી કે ખોટ છે જ. પછી તે સંબંધ હોઈ, ખુશી હોઈ, ભૌતિક વસ્તુઓની કમી હોઈ કે પછી જીવનમાં વ્યક્તિઓની કમી હોઈ પણ કઈંક તો ખૂટતું હોઈ જ છે. ઈશ્વર જયારે બધાને માગ્યા પ્રમાણે બધું આપતો તો ત્યારે તેણે મનુષ્યને બધું જ આપ્યું પણ મનની શાંતિ પોતાના પગ નીચે સંતાડી દીધી આથી જયારે જયારે મનુષ્ય આ દુનિયાની મોહ માયાથી થાકે ત્યારે ઈશ્વરના ચરણમાં જ શાંતિ પામે છે. પરંતુ આપણી આજુબાજુ જ નજર દોડાવીએ તો જોશો કે કોઈ કરોડોપતિ  હશે પણ સંતાનની ખોટ હશે, કોઈનો ભરોપૂરો પરિવાર હશે પણ પૈસા નહી હોઈ, કોઈને પૈસાને સંતાનો બધું હશે પણ બાળકોમાં સંસ્કાર નહી હોઈ, કોઈને બધું જ હશે પણ બાળકોમાં કોઈ ખોડખાપણ હશે. બીજું કંઈ ના હોઈ તો છેલ્લે કઈંક બીમારીઓ કે એવું કંઈક એટલે કે કોઈ પણ વ્યક્તિ એમ કહીં જ ના શકે હૂં સંપૂર્...

સુંદર પરિવર્તન

છબી
  ૐ આજ ખૂબ જ ગરમી હતી. ઇંગ્લેન્ડની અંદર ઋતુઓની જેટલી વિવિધતા તેટલી ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં નથી. આપણે ગુજરાતમાં ત્રણ ઋતુઓ, શિયાળો, ઉનાળો અને ચોમાસુ. એની પેટા ઋતુઓ પણ છેજ હેમંત, વસંત ને ગ્રીષ્મ ને એવી બધી પણ બોવ મોટા તફાવત પ્રકૃતિમાં નથી જોવા મળતો. જોકે ઇંગ્લેન્ડ જેવી ઋતુઓ કાશમીર બાજુ છે પણ આપણે ત્યાં જઈને માણી શકતા નથી.  આથી ઉનાળામાં ખૂબ ગરમી, શિયાળામાં નરમ ગુલાબી ઠંડી અને ચોમાસામાં ક્યારેક ધોધમાર તો ક્યારેક કોરુંધાક એકદમ અનિશ્ચિત વરસાદ હોઈ છે પણ છતાએ આપણે ઋતુઓ બદલવાની વાટ જોતા હોઈ છે. આપણે મનુષ્ય આ પ્રકૃતિ અને યુનિવર્સના જ અંશ છીએ આથી પ્રકૃતિ સાથે આપણો તાલમેલ હોવો જ જોઈએ પરંતુ આપણે હંમેશા પ્રકૃતિના પરિવર્તનને માણવાની બદલે ફરિયાદ જ કરીએ છીએ. ઠંડી હોઈ તો કે ઠંડી છે, હવે તો ક્યારેય ઉનાળો આવે, બોવ વરસાદ પડ્યો હવે તો બંધ   થાઈ તો સારૂ. કેટલી ગરમી છે હવે તો વરસાદ પડે તો સારૂ વગેરે વગેરે..... ક્યારેય એવી કોઈ પરિસ્થિતિ નથી હોતી કે આપણે ફરિયાદ ના હોઈ. આપણી મનુષ્યની આ નબળાઈ કહો કે અવગુણ કે બધામાં સ્વીકાર ભાવના ઓછી અને ખામીઓ શોધવાની ઉતાવળ. આ આપણને કોઈ પણ વસ્તુ કે વ્યક્ત...

જીવનમાં સૌવથી સહેલું અને સૌવથી અઘરું શું છે?/What is the easiest and the hardest thing in life?

છબી
  ૐ જીવનમાં સૌવથી સહેલું અને સૌવથી અઘરું શું છે?/What is the easiest and the hardest thing in life? ઘણા એમ કહે કે જીંદગીમાં કંઈ સહેલું નથી અને ઘણા એમ કહે કે શું અઘરું છે?? કંઈ જ નહી. શોધોતો ભગવાન પણ મળી જાય તો પછી બીજી સામાન્ય વસ્તુઓની તો શું ઓકાત છે. બસ આમ જ માણસના વિચારો અને અભિગમ પ્રમાણે સૌવના જીવનમાં બધું ચાલતું જ હોઈ છે એટલે જીંદગીને જોવાનો પોત પોતાનો એક અભિગમ હોઈ છે. છતાં એવું કઈંક તો છે જે અઘરું અને સહેલું બંને છે અને એ છે ભૂલ. આપણે જ આ કહેવત બનાવી હશે કે માણસ માત્ર ભૂલને પાત્ર. એટલે કે આપણે આપણી ભૂલોને ન્યાય આપીએ છીએ કે હા ભૂલ થઈ શકે અને ભૂલો ના કરીએ તો શીખીએ કઈ રીતે? ભૂલ જો અજાણતા થાઈ તો એ માફ કરવાને યોગ્ય છે અને એ પણ પહેલી કે બીજી હોઈ તો માફીને લાયક છે. પરતું એજ ભૂલ આપણે જાણી જોઈને કરીએ તો એ કદાપિ માફીને યોગ્ય નથી. ભૂલ તો બધાથી થાઈ નાના મોટા બધાથી થાઈ છે પરંતુ આપણે એ ભૂલોને કઈ રીતે જીવનમાં જોઈએ છે તે ખૂબ જ મહત્વનું છે. આપણામાંથી એવા પણ ઘણા છે જે ક્યારેય પોતાની ભૂલ સ્વીકારતા જ નથી. માફી મંગાવી તો બવ દૂરની વાત છે. સૌવથી કમાલની વાત તો એ છે કે એજ ભૂલ બીજાથી થાઈ તો આપણે તરત જ ...

આજ શિક્ષકદિન..../ Today is Teacher's Day ....

છબી
  ૐ આજ શિક્ષકદિન / Today is Teacher's Day આજ શિક્ષકદિન એટલે કે teachers day. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષકદિન તરીકે ઉજવીએ છીએ, પરંતુ એ ભારતના બીજા રાષ્ટ્ર્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ છે અને તેમણે જ પોતાનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઉજવવાનું કહ્યું અને શરૂઆત પણ કરી હતી. જયારે તેઓ ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના વિધાર્થીઓએ તેમના જન્મદિવસને ખાસ તરીકે ઉજવવાનું કહ્યું ત્યારે તેમણે એના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઉજવવાનું કહ્યું. તેમના મતાનુસાર એક સાચો શિક્ષક જ આ સમાજને સારા સુશીક્ષિત નાગરિક આપી શકે છે. એક ગુરુ જ આ માનવપિંડને જ્ઞાની મનુષ્ય બનાવી શકે છે. આ સમાજમાં શિક્ષકોનું જે યોગદાન છે તેને બિરદાવવા માટે તેમણે પોતાનો જન્મદિવસ શિક્ષકદિન તરીકે ઉજવાઈ તેમ કહ્યું અને તે પછીથી ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન તરીકે ઉજવવામાં આવે છે.ખરેખર સુંદર!!! શિક્ષકદિનની ઉજવણી અમે પણ ખૂબ કરી જયારે અમેં ભણતા. આમારા ગુરુકુળમાં એક દિવસ માટે વિધાર્થીનીઓ  શિક્ષકો બને અને છોકરાંવને ભણાવે. શિક્ષકો શાળામાં જ હોઈ પણ એ દિવસે તેમને જે કરવું હોઈ એ, તે લોકો કરે અને આખી શાળા બારમા ધોરણમ...

આપણી પર્સનાલિટી કરતા આપણી મેન્ટાલીટી કેવી છે તે મહત્વની છે...../How our mentality is more important than our personality .....

છબી
  ૐ આપણી પર્સનાલિટી કરતા આપણી મેન્ટાલીટી કેવી છે તે મહત્વની છે...../How our mentality is more important than our personality .... હંમેશા દુનિયામાં લોકો આંતરિક દેખાવ કરતા બાહ્ય સુંદરતાને વધારે મહત્વ આપતાં આવ્યા છે. હકીકતમાં તો એ સાવ સીધીસાદી અને સમજાઈ એવી વાત છે અને સુંદરતા કોને ના ગમે!!! ફૂલોનાં ગુલદસ્તાને જ લઈ લ્યો, જેમાં બે ગુલાબ હોઈ અને બીજા બધા બીજા જુદા ફૂલો હોઈ તો આપણી નજર પહેલા સુંદર ગુલાબ ઉપર જ પડશે પછી ભલેને તેમાં ધારદાર લોહી કાઢે એવા કાંટા હોઈ તો પણ આપણે ગુલાબને જોશું, એને અડશું, એની સાથે બીજા પણ સુંદર ફૂલો હોઈ પણ આપણી નજર જે વધુ સુંદર હોઈ ત્યાં જ જાય છે. માણસો સાથે પણ આપણે એવું જ કઈંક કરીએ છીએ. જયારે આપણે કોઈને પહેલીવાર મળતા હોઈએ તો આપણે એના બાહ્ય દેખાવ ઉપરથી જ એ માણસ વિશે થોડી ધારણા બાંધી લેશું. થોડી વાતચિત્ત થાઈ પછી આપણને એના વિશે થોડી માહિતી મળે છે પણ સંપૂર્ણ જાણકારી તો એ વ્યક્તિ સાથે થોડો સમય રહીએ એ પછી જ ખબર પડે. આપણે એક સમાજમાં રહીએ છીએ જ્યાં બધું જ એકબીજાથી સાવ જુદું અને એકદમ વિપરીત છે. એક જ માના પાંચ બાળકો પણ સરખા ના હોઈ તો સ્વભાવ તો ક્યાંથી હોઈ?? આપણે હંમેશા બહા...