મિત્રોનું મહત્વ જીવનમાં / The importance of friends in life
ૐ મિત્રોનું મહત્વ જીવનમાં / The importance of friends in life આજ મારે મારાં પ્રિય મિત્રો વિશે વાત કરવી છે. મારી પાસે ઘણા બધા સુંદર, સમજુ, સંસ્કારી, જ્ઞાની અને મારાં સુખદુઃખમાં ભાગ લેવાવાળા ઘણા મિત્રો છે. ઘણાની મિત્રતા બાળપણની છે એટલે કે નિશાળના વખતની. તે બધા મિત્રો હજારો માઈલો દૂર છે પણ આંગળીના ટેરવે જ છે. લગભગ બધા જ મારાં ફોનમાં છે. બધા જ પોતપોતાના સંસારમાં વ્યસ્ત પણ છે. બીજા ઘણા મિત્રો મેં અહીંયા પણ બનાવ્યા છે અને મને અભિમાન છે કે મારી પાસે એવા સાચા મિત્રો છે કે મારાં સુખમાં યાદ કરું તો નહી આવે પણ જો મારાં દુઃખની જરાએ ભણક આવી જશે તો તરત હાજર થશે. આવા મિત્રો જીવનમાં આપ્યા એ માટે હંમેશા મારાં ઈશ્વરની હું આભારી છું. અહીંયાના બાવીસ વર્ષમાં એવો પણ સમય હતો કે સગાવહાલા તો ઘણા હતા પણ મિત્ર કોઈ નોહતું. સગા સગા હોઈ છે મિત્ર મિત્ર હોઈ છે. મને મારાં મિત્રો પણ મારી માતૃભાષાના કારણે જ મળ્યા છે, ને એવા મળ્યા છે કે હું કદાચ તેઓની ખબર ના પણ પૂછું તોયે એ મારી ચિંતા કરતા હોઈ. એનું નામ જ તો સાચી મિત્રતા છે. જીવનમાં કોને મિત્રો વગર ચાલે છે?? કોઈને નહી. ભગવાનને પણ સુદામા, અર્જુન અને દ્રૌપદી જે...