શું ઈન્વેસ્ટ કરવું અને શેમાં ઈન્વેસ્ટ કરવું???/What to invest and what to invest in ???
ૐ શું ઈન્વેસ્ટ કરવું અને શેમાં ઈન્વેસ્ટ કરવું???/What to invest and what to invest in ??? આપણે બધા આપણા જીવનને ચલાવવા માટે નાનું મોટું કામ કરીએ છીએ. ઘણા મોટા મોટા ધંધા કરતા હોઈ, ઘણા નોકરી કરતા હોઈ, ઘણા કંઈ જ નાં કરતા હોઈ ખાલી સમય પસાર કરવા અહીં તહીં ફરતા હોઈ પણ કઈંક ને કઈંક તો કરતા જ હોઈ છે. આપણે મનુષ્યોને બધું ડબલ અને અનેકગણું કરવું ખૂબ ગમે છે આથી હંમેશા આપણી બચત હોઈ તેની માટે આપણે સારી જગ્યાએ રોકાણ કરવાનું વિચારતા જ રહેતા હોઈ છે. કોઈ શેર ભંડોળમાં કે સોનુ ખરીદવામાં કે જમીન મકાન કે પ્લોટ વગેરે ખરીદવામાં આપણી બચત ઈન્વેસ્ટ કરતા હોઈએ છે. બધું આપણે ભવિષ્ય સુરક્ષિત કરવા કરતા હોઈ છે. પણ આજ હું જે રોકાણની ( investment ) વાત કરવાની છું તે પૈસાની નહી પણ પૈસાથી પણ કિંમતી જે છે, એ સમય વિશે વાત કરવાની છું. બધાને ખબર છે કે કરોડો રૂપિયા દેતા પણ વીતેલો સમય ક્યારેય ખરીદી શકાતો નથી અને છતાએ આપણે સમય બરબાદ કરવામાં ખૂબ હોંશિયાર છે અને એ કરીએ પણ છીએ. થોડી ક્ષણની મજા કરવામાં આપણે કલાકો વિતાવી દઈએ છે અને ગજબની વાત એ કે આપણે અફસોસ પણ નથી થતો. કદાચ ગુમાવેલા પૈસા, સંપત્તિ, ધન બધું જ પાછુ મળશે પણ વી...