પોસ્ટ્સ

જ્યાં વિચારોની કદર હશે ત્યાં સબંધો એટલા જ મજબૂત હશે

છબી
  ૐ જ્યાં વિચારોની કદર હશે ત્યાં સબંધો એટલા જ મજબૂત હશે..... ખોરાકથી તો આપણા શરીરણુ પોષણ થાઈ પરંતુ મનનું શું? આપણે સમાજમાં રહીએ છે અને આપણે ના ઇચ્છવા છતાં પણ આપણે જે આપણો પરિવાર કે પછી આપણા પતિ/પત્ની કે બાળકો પાસે અપેક્ષા બાંધી જ લઈએ છે. આપણે માણસને શેની ભૂખ છે, પૈસાની, ધનની , સંપતીની. હા!! આ બધી જ વસ્તુઓ તો માણસ જીવન આખી કમાઈ છે. પરંતુ આ બધું મેળવી લીધા પછી પણ જયારે કંઈ અધુરાપણું લાગે ત્યારે સમજવું કે આપણે કંઈક ખૂટે છે. આપણે ધન સંપત્તિ અને રૂપિયા પૈસા તો છે પણ તે છતાં કઈંક જોઈએ છે. જીવનમાં બધું જ હોઈ પણ આપણા જે સંબધો છે તેમાં આપણું માન કે સમ્માન ના હોઈ તો બધું નકામું છે. જો આપણી પાસે ખૂબ પૈસા હશે તો આપણી ખુશામત કરનારાઓ તો ઘણા હશે પણ આપણને આપણા મોઢા ઉપર સાચું કહેનારા અને આપણી ભૂલો બતાવનારા ખૂબ ઓછા હશે. આપણે ભલે ગમે તેટલા અમીર કે ગરીબ હોઈએ પરંતુ જીવનમાં આપણા વિચારોની કિંમત કે કદર કરવાવાળું કોઈ ના હોઈ તો બધું જ નકામું લાગે છે. આપણે જીવનમાં શું જોઈએ, થોડું માન સમ્માન થોડી કદર અને  થોડો પ્રેમ. ખાસ કરીને સ્ત્રીઓને. આજની ઝડપી જીંદગીમાં બધા પોતપોતાની રીતે ખૂબ હોશિયાર અને બુદ્ધિશાળી છ...

આંતરાષ્ટ્રીય યોગ દિવસ / International યોગ day

છબી
  ૐ આંતરાષ્ટ્રીય યોગ દિવસ / International યોગ day  ઘણી વખત આપણે આપણી જ ખૂબીઓ વિશે અજાણ હોઈ છે. જયારે સામેની વ્યક્તિ એ વિશે આપણને કહે અથવા આપણા વખાણ કરે ત્યારે આપણે એ વિશે થોડું વિચારીએ છે. એ પછી બીજા બે ચાર આપણા એ ગુણોની કે આપણી પ્રશંસા કરે ત્યારે ગંભીરતાથી લઈએ છે અને તેની ઉપર ગંભીરતાથી કાર્ય કરીએ છીએ. બસ તેવી જ રીતે આપણે ભારતીયો આપણી આધ્યાત્મિક, સાંસ્કૃતિક, યોગિક અને વિવિધતામાં જે એકતા છે, તે કસ્તુરી હરણની કસ્તુરી જેવી છે. જેવી રીતે કસ્તુરી મૃગને કસ્તુરીની સુગંધ તો આવે છે અને તેને તે ચારે બાજુ શોધે છે પરંતુ અજ્ઞાનવશ પોતાની અંદર જ છે એમ નથી જોતું કે વિચારતું, બસ શોધમાં ભટક્યા જ કરે છે. પહેલા આપણે ભારતીયો પાસે કદાચ ટેકનોલોજી જ્ઞાન એટલું નોહતું પરંતુ આધ્યાત્મિકતા, યોગ, જુદી જુદી સંસ્કૃતિની વિવિધતા આ બધું જ આપણી પાસે સદીયોથી હતું જ. જોકે અત્યારે તો આપણે ટેકનોલોજીમાં પણ આગળ છે અને સ્વાવલંબન ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે બધાએ ગૌરવ લેવું જ જોઈએ. અમને પણ વિદેશોમા ભારતીય અને એમાં પણ ગુજરાતી હોવાનું ગૌરવ છે. આપણી આટલી બધી ધરોહરોમાં એક અમૂલ્ય છે તે છે યોગ. જે આજ આખી દુનિયામાં...

પિતૃદિન / Father's day

છબી
 ૐ પિતૃદિન / Father's day मातृदेवो भव  पितृदेवो भव માતા પિતાને ઈશ્વરનો દરજ્જો મળ્યો છે. આપણે ઈશ્વરને નથી જોયા પરંતુ આ ધરતી ઉપરના જીવતા અને સાક્ષાત કોઈ ઈશ્વર હોઈ તો તે માતાપિતા છે. હંમેશા તેમનો આદર સત્કાર કરવો જોઈએ. અહીંયા UKમાં જૂન મહિનાની દર વીસ તારીખે પિતૃદિન એટલે કે Father's day ની ઉજવણી કરવામાં આવે છે. મા નો સંબંધ બાળક સાથે પિતા કરતા નવ મહિના વધારે છે. મા જે પીડા અને યાતનાઓ વેઠી બાળકને જન્મ આપે છે, આથી માનું સ્થાન બેશક ઊંચું છે પિતા કરતા પણ જેવું બાળક દુનિયામાં આવે એટલે તેની દરેક જરૂરિયાતો, તેની ઈચ્છઓ અને માંગો પૂરી કરવાની જવાબદારી પિતા લઈ લ્યે છે. પોતાના બાળકને ખોળામાં લઈને, ખભે બેસાડીને, આંગળી પકડીને અને પછી ખભે હાથ દઈને જીવનની દરેક રાહ પિતા તેના બાળકને બતાવે છે. પોતાના બાળકોને સુખી કરવા ખાતર માતાપિતા પોતાના સુખનું બલિદાન આપે છે. પોતે એક એક પૈસાની બચત કરશે અને બાળકો માટે ભેગું કરશે. મા પોતાનો પ્રેમ અને લાગણીઓ સરળતાથી દર્શાવી શકે છે જયારે પિતા તેની લાગણીઓ એટલી જલ્દી નહી બતાવે. ઘરના મોભીનો દરજ્જો પિતા પાસે છે આથી ક્યારેક તેમને સખ્ત કે કઠોર થવું પડે છે પરંતુ અંદરથી સાવ નરમ ...

આપણું નસીબ ક્યારે સાથ આપે છે...../ When does our destiny give us accompany ....

છબી
  ૐ આપણું નસીબ ક્યારે સાથ આપે છે...../ When does our destiny give us accompany .... આપણે ઘણી વખત આપણા વડીલો પાસે સાંભળ્યું હશે કે, પહેલાના ઝમાનાના માણસો ખૂબ ભોળા હતા. તેઓમાં કોઈ છળકપટ નોહતું એટલે કે તેઓ ખૂબ ચોખ્ખા દિલના હતા. ખૂબ શાંતિમય લાંબું અને નિરોગી આયુષ્ય ભોગવતાં. વગેરે વગેરે...... જોકે આ વાત સાચી પણ છે. પહેલા લોકો એસી નેવુંની આજુબાજુ તો આરામથી પહોંચી જતા. તેમને ના તો ચશ્મા હોઈ કે ના મોઢામાં બત્રીસી અને  વૃધો યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી કામ કરે. અત્યારે જે ચિત્ર વિચિત્ર બીમારીઓ છે તેના નામ પણ નોહતા સાંભળીયા. શારીરિક બીમારીઓ વિશે જ જાણતા હતા, માનસીક રીતે પણ બીમારીઓ હોઈ તે ઘણા થોડા વર્ષો પહેલા જ ખબર પડી છે. આટલુ બધું ત્યારે સુંદર હતું તો અત્યારે એવું શું થઈ ગયુ કે આપણને ક્યાંય શાંતિ નથી?? આપણે શા માટે બીમારીઓના ઘર બની ગયા છે?? આપણને શા માટે એવું લાગ્યા રાખે કે માથા ઉપર જાણે બોજનો ટોપલો સતત ઉપાડીને ચાલી રહ્યા છે?? આપણને હંમેશા કોઈ ડર સતાવ્યા રાખે છે?? શા માટે???? મને આ બધાનું એક જ કારણ લાગે છે અને તે છે આપણે અંદરથી જુદા   છીએ અને બહારથી પણ જુદા હોઈએ છીએ. આપણે ...

સંબંધોને સાચવવા માટે બુદ્ધિ નહી પણ હૃદયની શુદ્ધિ જોઈએ... / To preserve relationships, the purity of heart is needed not intelligence....

છબી
  ૐ સંબંધોને સાચવવા માટે બુદ્ધિ નહી પણ હૃદયની શુદ્ધિ જોઈએ... / To preserve relationships, the purity of heart is needed not intelligence.... આજકાલ દુનિયામાં બધા ખૂબ જ બુદ્ધિશાળી બની ગયા છે. અરે!! કયારેક તો નાનકડું છોકરું પણ એટલા બુદ્ધિ પૂર્વકના જવાબો આપતું હોઈ કે આપણે સાંભળીને દંગ રહી જઈએ. જોકે બધા જ પોત પોતાની જાતને ખૂબ જ હોશિયાર સમજે છે અને પહેલા કરતા આજ માણસો હકીકતમાં ખૂબ શિક્ષિત થયા છે, ખૂબ જ્ઞાની થયા છે અને ખૂબ જ બુદ્ધિશાળી પણ થયા છે. પોતાની જાતને એટલા હોશિયાર સમજે છે કે ક્યારેક પોતાની જ હોશિયારીમાં એવા ફસાઈ છે કે એના પોતા માટે જ એમાંથી બહાર આવવું મુશ્કેલ બની જાય છે. આપણે હોશિયાર હોઈએ એમાં જરાય વાંધો નથી. વ્યક્તિએ બુદ્ધિશાળી હોવુંજ જોઈએ અને આપણે ભગવાન પાસે બુદ્ધિ માંગીએ પણ છીએ. પણ આ બુદ્ધિ સદબુદ્ધિ હોવી જોઈએ. બુદ્ધિમાં અને સદબુદ્ધિમાં બહુ તફાવત છે. એકલું બુદ્ધિશાળી હોવું એટલે પોતા વિશે જ વિચાર કરવો એટલે કે સ્વાર્થી હોવું. જયારે સદબુદ્ધિ હોવી એટલે હોશિયારીની સાથે, પોતાના કલ્યાણની સાથે બીજાના સુખનો, બીજાના કલ્યાણનો વિચાર પણ હોવો. જયારે હોશિયારીની સાથે સદબુદ્ધિનો સમન્વય થાઈ ત્યાર...

મરજી તમારી...../As you wish....

છબી
  ૐ મરજી તમારી...../As you wish.... કેવી મજા આવે કે આપણને કોઈ આપણી મરજી પૂછે તો??? તમને સવારે વહેલું ઉઠવું ફાવશે??? ને આપણે જવાબ દઈએ.......... તમને આ કામ કરવું ગમશે??? ને આપણે જવાબ દઈએ....... તમે શું પીશો ?? ચા કે કોફી?? તેની સાથે નાસ્તામાં શું બનાવું?? ભાખરી કે પૌવા?? તમને કયો ડ્રેસ પહેરવો ગમશે?? તમને ક્યાં ફરવા જવું ગમશે?? તમને શું ભણવું ગમશે?? તને શું કરવું ગમશે?? નોકરી કે ધંધો ?? તને કેવી છોકરી કે છોકરો ગમશે?? આપણે તને ગમશે તેવી રીતે જ બધું કરશું. બસ તારી મરજી શું છે તે કહે??? આવું બધું આપણને કોઈ પૂછે તો કેવી મજા આવી જાય!!! આપણને હકીકતમાં કોઈ પૂછે તો??? આ પ્રશ્ન મેં બે વખત પૂછ્યો છે કારણ કે કોઈ આપણને આવી રીતે વાતે વાતે આપણી મરજી નથી પૂછતું. ક્યારેક કોઈ પૂછી નાંખે છે પરંતુ તે આપણી મરજી માટે નહી પણ ખાલી પૂછવા ખાતર પૂછતાં હોઈ છે. ક્યારેક પૂછી પણ નાંખે અને આપણે કહી પણ દઈએ આપણી મરજી, પણ થાઈ તો એ જ જે પૂછનારની મરજી હોઈ તે પ્રમાણે. ઘણી વખત આપણને કોઈ પૂછે છે એ આપણને ગમે છે પણ આપણે તો ઈચ્છીએ કે એની મરજી પ્રમાણે થાઈ. જયારે અતૂટ પ્રેમ હોઈ ત્યારે એવી રીતે બને છે. આ વાત તો થઈ આપણી, આ બાહ્ય ...

ક્યારેક ઈચ્છા તો એવીય થાઈ કે કોઈને હેરાન કરું પણ પછી થાઈ કે શાંતિથી જીવે છે જ કોણ???/Sometimes I want to annoy someone but then I feel that who lives in peace ???

છબી
  ૐ ક્યારેક ઈચ્છા તો એવીય થાઈ કે કોઈને હેરાન કરું પણ પછી થાઈ કે શાંતિથી જીવે છે જ કોણ???/Sometimes I want to annoy someone  but then I feel that who  lives in peace ??? આપણા બધાની અંદર એક નાનકડું બાળક હંમેશા હોઈ છે. તે નાનકડું બાળક હંમેશા સમયે સમયે બહાર આવે છે. બાળપણ હંમેશા ભોળું અને નિર્દોષ હોઈ છે. તેમાં આપણે ઘણા તોફાન મસ્તી કરતા રહેતા હોઈએ છે. બાળપણમાં આ તોફાન મસ્તી માટે આપણને ઘણા ઇનામો પણ મળ્યા હશે અરે!! સજાના ઇનામો. આ તોફાન અને આ અલગારી મસ્તીના લીધે જ તો બાળપણ જાણીતું છે. જો બાળકો તોફાન મસ્તી ના કરે તો કોણ કરે, ઘરના વડીલો??? જોકે આ બાળકને હંમેશા ભીતરમાં જીવતું રાખવું અને જયારે એમ થાઈ કે બધું સાવ નીરસ અને નિરાશાજનક લાગે ત્યરે બાળકની જેમ બધું કુતુહલથી જોવું બધામાં નવીવતા જોવા મળશે. જયારે આપણે નાના હતા ત્યારે આપણે ઘણી મસ્તીઓ કરી જ હશે. કોઈ સૂતું હોઈને એના કાનમાં પીંછાથી ગલગલીયા કરવા એને હેરાન કરવું, આજુબાજુમાં કોઈના ફળિયામાં  કોઈ ફળનું ઝાડ હોઈ તો ના પડે તોયે તોડવા જવા, નાની વસ્તુઓ માટે મિત્રો સાથે ઝઘડા કરીને કિટ્ટા કરવા અને સવારે પાછા મનાવીને બિચા કરવા, આવી તો અનેક ...