પોસ્ટ્સ

એવું શું છે જે આપણે ધ્યાનથી સાંભળીએ છે???/What is it that we listen to carefully???

છબી
  ૐ એવું શું છે જે આપણે ધ્યાનથી સાંભળીએ છે???/What is it that we listen to carefully??? આપણે મનુષ્યો ઈશ્વરની સર્વ શ્રેષ્ઠ રચના છીએ. એકદમ સુંદર એકદમ સંપૂર્ણ. આ શરીર આપણા આત્માનું મંદિર છે. ઈશ્વરે જો આ શરીરમાં આત્માની સાથે ઇન્દ્રિયો ( આંખ, નાક, કાન, જીભ અને સ્પર્શ ) ના આપ્યા હોત તો આપણે એના વગર આ દુનિયાનો અનુભવ જ ના કરી સકત. કોઈ અંધને કે કોઈ મૂંગા બહેરા હોઈ એને જોશો તો ખબર પડશે. પણ ખાલી અનુભવ કરવો હોઈ તો આંખ બંધ કરીને પોતાના ઘરમાં જ ચાલીને જોજો. આપણને ખબર છે છતાએ આપણે ભટકાશું અને બીક પણ લાગશે. તો વિચાર કરો કે જે જન્મથી અંધ કે કોઈ તકલીફ વાળા હશે એનું જીવન કેટલું મુશ્કેલ હશે.જો આત્મા અને મન એને કાબુમાં ના રાખે તો આપણને ફસાવનાર પણ આપણી ઇન્દ્રિયો જ છે. કહેવાય છે કે મનુષ્યના અંત સમયમાં આ ઇન્દ્રિયો સૌવથી પહેલા કામ કરવાનું બંધ કરે છે પણ એક સાંભળવાની શક્તિ છે તે મર્યા પછી પણ ઘણીવાર સુધી સક્રિય હોઈ છે. જીભેથી આપણે બોલીએ અને કાનેથી સાંભળીએ છીએ પરંતુ આમાં બોલવા કરતા સાંભળવાનું વલણ વધારે હશે તો જીવન સુખી વધારે હશે. કોઈ પણ વસ્તુ ઉપર વિશ્વાસ કરવો હોઈ તો આંખ, કાન અને જીભ આ ત્રણેયનો સમન્વય હોઈ તો જ ...

ક્યારેય વિચાર્યું છે કે તુરિયા કડવા નીકળે તો ફેંકી દઈએ પણ કરેલા કડવા હોઈ છતાં તેને શા માટે ખાઈએ છે???

છબી
  ૐ  ક્યારેય વિચાર્યું છે કે તુરિયા કડવા નીકળે તો ફેંકી દઈએ પણ કરેલા કડવા હોઈ છતાં તેને શા માટે ખાઈએ છે??? હું બહુ વિચારવાવાળી વ્યક્તિ નોહતી. જીવનના અમુક અનુભવો આપણને જ્યારે અંદરથી હલાવી જાય ત્યારે આપણને એક જ વિચાર આવે કે આવું શા માટે? મારી સાથે જ કેમ? મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી કર્યુ તો મને સજા કેમ??? અને આવા તો કેટલાય સવાલો સાથે જીંદગી ઉભી રહી જાય. આમાં બને એવું કે કાં તો આ સવાલો સાથે હંમેશા ફરિયાદી બની રહો કે કાં પછી એ સવાલોનું વિશ્લેષણ કરતા જાવ, ચિંતન કરતા જાવ અને સમજતા જાવ એટલે બધા જ સવાલોના જવાબ આપોઆપ પોતાની અંદરથી જ આવતા જશે. હવે દરેક વસ્તુને ખૂબ નજીકથી જોવી, જાણવી અને સમજવી ગમે છે. મને હંમેશા નવું શીખવું અને નવું જાણવું ગમે છે પરંતુ હવે ધીમે ધીમે એવી દ્રષ્ટિ કેળવાતી જાય છે કે દરેકમાંથી કઈંક નવું શીખવાની અને જાણવાણી કોશિષ કરતી રહૂં છું. હમણાં મિત્રો વચ્ચેની ચર્ચામાં ખબર પડી કે દૂધી પણ કડવી નીકળે, જોકે મારે ક્યારેય નથી નીકળી એટલે ખબર નોહતી પણ તુરિયા કડવા નીકળે એ ખબર પણ હતી અને અનુભવ પણ કરીયો હતો. એટલે દર વખતે શાક બનાવતી વખતે સેજેક બટકું કાપી ચાખીને ચકાસી લવ  જેથ...

ઘણું બધું ભેગું કરીએ છીએ ફક્ત ખાલી હાથે જવા માટે...../We combine a lot just to go empty handed......

છબી
  ૐ ઘણું બધું ભેગું કરીએ છીએ ફક્ત ખાલી હાથે જવા માટે...../We combine a lot just to go empty handed...... આપણે આ દુનિયામાં આવીએ તે છેક છોડીને જઈએ ત્યાં સુધી આપણા મનમાં એક વસ્તુ હંમેશ હોઈ છે અને એ છે, રૂપિયા પૈસા ધનસંપત્તિ. માનવ જીવનના જે ચાર પાયા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ મુજબ માણસ જયારે દુનિયા છોડે ત્યારે મોક્ષના, ઈશ્વરના અને પોતાના આત્મ કલ્યાણના વિચારો હોવા જોઈએ. પરંતુ બધું એનાથી ઉલ્ટુ છે. કોઈ વડીલ ખાટલામાં બીમારી ભોગવતું હોઈ તો ત્યારે એને એની સંપત્તિનુ શું થશે એની ચિંતા હોઈ છે. ઘણા લોકો તો આ સંપત્તિના ચક્કરમાં મર્યા પછી પણ પિતૃ બની પરિવારની આજુબાજુ જ ફરતા રહેતા હોઈ છે. આમ તો ઈશ્વરની આ દુનિયામાં બધું જ આપણી માટે ખુલ્લું મૂક્યું છે અને મહેનત રૂપી ચાવી આપીને કહ્યું કે મેળવી લે બધું પણ ધ્યાન રાખજે રસ્તો નિતીનો અને પોતાની મહેનતનું અને હકનું ખાવાનું રાખજે એટલે ક્યારેય મહાભારત નહી સર્જાઈ. દરેકની એક હદ હોઈ છે જયારે તે ઓળંગાઈ જાય ત્યારે વિનાશ જ હોઈ છે. પછી તે કામની હોઈ, ખાવાની હોઈ, પ્રેમની હોઈ, સહનશીલતાની હોઈ કે પછી નફરતની હોઈ ગમે તે હોઈ પણ એની હદ બહાર જાય એટલે વિનાશ જ વિનાશ વેરે છે...

દાન કરવાથી પૈસા જાય છે, લક્ષ્મી નહી....../ if we do charity goes money not laxmi....

છબી
  ૐ દાન કરવાથી પૈસા જાય છે, લક્ષ્મી નહી....../ if we do charity goes money not laxmi.... આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણે એવી ધનસંપતી ભેગી કરીએ કે આપણે મર્યા પછી પણ આપણી સાથે લઈ જઈ શકીએ અને જયારે જરૂર પડે ત્યારે વાપરી શકીએ અને આપણી માટે સુખ-શાંતી ખરીદી શકીએ. જોકે આપણે આપણી જીંદગીનો મોટોભાગ લગભગ ધન કમાવવા પાછળ જ વાપરીએ છીએ અને આપણી માટે તથા આપણી આવતી પેઢીઓના સુખનો વિચાર કરી તેની માટે પણ ભેગું કરીએ જ છીએ. પણ ક્યારેય વિચાર્યું છે કે આપણે આટલુ ધન, આટલા બધા રૂપિયા અને આટલી બધી મિલ્કત ભેગી તો કરીએ છીએ પણ આપણે તેનો પૂરો ઉપયોગ કરી શકીએ છીએ???? આપણે હંમેશા વિચારીએ કે આપણી પાસે જયારે હશે ત્યારે કરશું આથી આપણે બેવડું જોર લગાવીને કમાવા લાગી જઈએ છે. કોઈ મદદ માંગવા આવે તો પણ કહીએ કે ભાઈ અમારું માંડ માંડ પૂરું કરીએ છીએ તો તમને કેવી રીતે મદદ કરી શકીએ!! જો હોત તો ના ન પાડત, કઈંક આવા જ જવાબો આપણે આપતાં હોઈએ છે. પરંતુ આપણે આપણી પાસે પૂરતું ના હોઈ ને બીજાને થોડી મદદ કરીએ તો એમની દુઆ કે આશીર્વાદ પ્રાપ્ત થાઈ તો એ એવી કમાણી છે જે મર્યા પછી પણ કામ લાગે છે. આથી ભૌતિક કમણીની સાથે સાથે દુઆઓની અને આશીર્વાદની કમાણી...

ભેળસળિયા અમૃત કરતા ચોખ્ખુ ઝેર સારુ...../ pure poison is better then impure nector...

છબી
  ૐ ભેળસળિયા અમૃત કરતા ચોખ્ખુ ઝેર સારુ...../ pure poison is better then impure nector... આ બ્રહ્માંડમાં બધું બદલાતું રહે છે કારણ કે તે કુદરત છે. પરિવર્તન એ સંસારનો અને કુદરતનો નિયમ છે. દરેક, જે આ સંસારમાં પંચભુતોનું (ધરતી, વાયુ, અગ્નિ, જળ અને આકાશ ) બનેલું છે, તે બધું જ પરિવર્તનશીલ અને નાશવંત છે, એ એકસો ને દસ ટકા સાચું છે. એટલે કે આ દુનિયા, આપણે બધા જીવો બધું જ. બધાનો એના અમુક સમય પછી નાશ થાઈ જ છે. જો કંઈ નાશ ના પામતું હોઈ તો એ છે આપણો આત્મા અને આપણા સુકર્મો. બાકી આ દુનિયામાં કોઈ આ શરીર સાથે અમર નથી થઈ શકતું. આપણે બધા ખૂબ મહાન પરમાત્માના દિવ્ય અંશ છીએ અને આપણે એ સાંભળીએ છીએ પણ ક્યારેય એ વિશે જાણવાની કે આપણે હકીકતમાં  છીએ કોણ તે શોધ કરવાની તકલીફ લેતા જ નથી. આ બધું સાંભળીએ છીએ, જાણીએ પણ છીએ પરંતુ ક્યારેય સ્વાનુભવ કરવાની તકલીફ લેતા નથી. જો એ કોશિષ થોડી કરીએ તો થોડી કોશિષમાં પણ આપણા સામાન્ય સંસારી મનુષ્યની જીંદગી ઘણી સરળ થઈ જાય. પરંતુ હંમેશા અધૂરું જ્ઞાન નાશનું કારણ બને છે કારણ કે અધૂરું જ્ઞાન અભિમાનનું કારણ બને છે અને આપણે બધા જ જાણીએ છીએ કે અભિમાને તો ભલભલાના માથા કપાવી નાખ્યા છ...

દિલાસો કે ખુલાસો સમયસર હોઈ તો જ કામનો...../If you give consolation or explanation, give it on time otherwise its not worth it....

છબી
  ૐ દિલાસો કે ખુલાસો સમયસર હોઈ તો જ કામનો...../If you  give consolation or explanation, give it on time otherwise its not worth it.... આપણે બધા સમયનું મહત્વ જાણીએ જ છીએ છતાંએ આપણે ઘણી વખત બેદરકારી દાખવીએ છીએ. જીવનમાં બધું સમયસર થઈ જતું હોઈ તો કેટલું સરસ!!! બધાને સમયનો સદુપયોગ તો  કરવો છે પણ કોઈને કોઈ કારણોસર આપણે આપણા કામ સમયસર નથી કરતા કે કરી શકતા. જો કે આ બાબતની જવાબદારી આપણે બીજા ઉપર નાખતા હોવાથી આપણી ભૂલ સમજાતી જ નથી. પરંતુ જીવનમાં અમુક કામ સમયસર થઈ જ જવા જોઈએ, તેમાના આ બે કામ મુખ્ય છે. દિલાસો આપવાનું અને બીજું ખુલાસો કરવાનું. મને લાગે કે તે સમયસર થઈ જવું જોઈએ. આપણે બધા પરિવાર, મિત્રો, આડોસી-પાડોસી અને આપણા સહકાર્યકર્તાઓની વચ્ચે રહીએ છીએ.  બધાને પોતપોતાની જીંદગીઓ છે. આપણા કામકાજ અને સમય અનુસાર બધાની સાથે હળવા મળવાનું બનતું હોઈ છે. ઘણી વખત ખૂબ મોટા પરિવારો હોઈ એમાં પણ લોકો ખૂબ શાંતિ અને સંપથી રહેતા હોઈ છે તો ક્યારેક નાનો પરિવાર હોઈ તો પણ કોઈને બોલે વ્યવહાર ના હોઈ. એવું આપણે ઘણીવાર જોવામાં આવતું હોઈ છે અને ત્યાં મને સમજદારીનો અભાવ જણાય છે. હંમેશા યાદ રાખવું કે આપણે...

ક્યારેય તમે આની માટે પ્રાર્થના કરી છે???/Have you ever prayed for this ???

છબી
  ૐ ક્યારેય તમે આની માટે પ્રાર્થના કરી છે???/Have you ever prayed for this ??? આજે સવારે જયારે હું બેઠી હતી અને બહાર જોતી હતી ત્યારે થોડીક ચકલીઓ અને કબુતરો મારા ગાર્ડનમાં ચણતા હતાં અને એટલા પ્રેમથી અને સરસ રીતે ચણતા હતાં કે જોઈને આનંદ થતો હતો. જ્યાં થોડીવાર થઈ ત્યાં તો બીજા થોડા પક્ષીઓ આવ્યા અને તેઓ પણ ચણવા લાગ્યા. એમાંથી થોડાએ તેમને ભગાડવાનો પ્રયત્ન પણ કરીયો પણ પછી બધા ઉડી ગયા. મને એક વિચાર આવ્યો કે આ લોકોની પણ એક અદ્ભૂત દુનીયા હશે કે જ્યાં પરિવાર હશે, મિત્રો હશે, તેમની વચ્ચે લડાઈ ઝઘડાને બધું હશે. તેમની પણ વાતો કરવાની તેમની ભાષા હશે. તેઓ પણ કદાચ કેટલા જન્મો પછી પક્ષીના અવતારોમા જનમ્યા હશે...... કેટલું અજબ લાગે જયારે આવી રીતે કંઈ વિચારો કરીએ ત્યારે..... આપણે બધા જ એ પરમપિતા પરમેશ્વરના દિવ્ય અંશો છીએ અને દિવ્યાત્માઓ છીએ. જેમણે બધાએ પોતપોતાના કર્મો અનુસાર જુદા જુદા શરીરો રૂપી કપડાં પહેરી રાખ્યા છે. હિંદુ માન્યતા ધરાવતા લોકો આ વાત માનતા હશે પરંતુ બીજા લોકો કદાચ પૂર્વજન્મ કે બીજા જન્મો વિશે નહી માનતા હોઈ. પરંતુ આ હકીકત નથી કે માણસ જેવો માણસ હરતો ફરતો, બોલતો ચાલતો, મજાક મસ્તી કરતો જયારે...