પોસ્ટ્સ

જીંદગીમાં આગળ વધવું હોઈ તો શું કરવું???/What to do to move forward in life ???

છબી
 ૐ જીંદગીમાં આગળ વધવું હોઈ તો શું કરવું???/What to do to move forward in life ??? આપણે બધાને જીવનમાં ખૂબ આગળ વધવું છે. કોઈને ક્યાંય એક જગ્યાએ ટકી રહેવું નથી ગમતું. જીંદગીમાં ગમે તેવા ઉતાર ચઢાવ આવે તોયે જેને આગળ વધવું છે તે આગળ વધીને જ રહેશે. એની હિંમત જોઈને જ કોઈને એને રોકવાની હિંમત નથી થતી. જોકે દુનિયામાં હિંમત તોડવાવાળાની કમી નથી. કમી તો હિંમત આપવાવાળાની છે. આ દુનિયામાં અડધાથી વધારે લોકો પોતાની પ્રગતિ કે ઉન્નતિ નથી કરી શકતા કારણ કે તેઓ હંમેશા એ વિચાર કરીને પાછળ રહી જાય છે કે લોકો શું કહેશે!! લોકોની અને સમાજની બીકમાં ને બીકમાં લોકો પોતાની ઈચ્છઓને મારીને જીવે છે. લોકો જ છે જે કોઈના દુઃખમાં સાથ આપવાને બદલે, હિંમત આપવાને બદલે તેને કમજોર અને નબળા બનાવે છે વાતોથી. કોઈક જ એવું હોઈ છે કે જે હિંમતથી અને આત્મવિશ્વાસથી કહે કે છે હશે આ જ દુનિયાનો નિયમ છે આવવું અને જવું પણ હિંમતથી કામ લેજે. બીજાનું આપેલું જીંદગીમાં કોઈ દિવસ નથી ટકતું. ટકે છે એ જે આપણું છે અને આપણા નસીબનું છે. બાકી લોકોના ડરથી જીવવાવાળા ક્યારેય જીવી નથી શકતા. જેને લોકોનો ડર છે કે લોકો શું કહેશે, એવા લોકોને અને સમાજને બીજું કંઈ...

માણસને સૌવથી મોટો ભ્રમ ક્યો???/What is the biggest illusion to man ???

છબી
  ૐ માણસને સૌવથી મોટો ભ્રમ ક્યો???/What is the biggest illusion to man ??? આપણે મનુષ્યો જ્યારે આપાર સુખમાં રચતા હોઈ ત્યારે એમ લાગે જયારે આવુંને આવું જ રહેશે. દુઃખ હોઈ ત્યારે કંઈ નથી ભુલાતું પણ જયારે સુખ આવે ત્યારે બધું જ ભુલાઈ જાય છે. જોકે આ સુખ દુઃખ પણ મનના ભ્રમ જ છે. આપણા મનને હંમેશા કંઈક માનવા માટે કઈંક બહાનું જોઈએ. દુઃખી થવા માટે પણ અને સુખી થવા માટે પણ. પેલા દારૂડિયાની જેમ, જે દુઃખી હોઈ તો દુઃખ ભુલાવવા પીવે અને ખુશ હોઈ તો ખુશી મનાવવા પીવે. એમ આપણું પણ એવું જ છે. ઘણા લોકો કહેતા હોઈ છે કે ઈશ્વર પણ ભ્રમ છે, કોણે જોયો છે?? સ્વર્ગ - નર્ક પણ ભ્રમ છે, કોણે મુલાકાત લીધી છે?? પણ આ સંસારમાં થતા સારા ખરાબ અનુભવો જ અહીંયા જ એની પુષ્ટિ આપે છે. આપણે મનુષ્યો સાથે ખરાબમાં ખરાબ  અનુભવ થાઈ તે નર્ક જ છે અને જીવન માં જે આત્મિક સુખ અને સંતોષ આપે તે સ્વર્ગની અનુભૂતિ છે. આપણે દરેક હવા, પાણી, અગ્નિ, ભૂમિ અને આકાશને જોઈ શકીએ છીએ અને એનો સ્પર્શ અનુભવી શકીએ છીએ અને એજ ભગવાન છે આથી કોઈ એમ કહે કે મે ઈશ્વર જોયા નથી કે અનુભવ્યા નથી તો એ એના ભ્રમમાં છે. માણસને એમ થાઈ કે આજ કરશુંને કાલે કરશું દિવસના ક્યા...

સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી.....

છબી
 ૐ સાંભળી લેવું અને પછી સંભાળી પણ લેવું એ દરેક વ્યક્તિના ગજાની વાત નથી..... આ સંભળાવવું અને સાંભળવું, એવું નથી કે આપણા સમાજમાં જ બને છે દુનિયાના દરેક દેશના લોકો વચ્ચે થાઈ જ છે.બસ એટલું જ કે આપણા ભારતીય પરિવારોમાં વધારે થાઈ છે કારણ કે આપણા ભરતીયોમાં બીજા કરતા વધારે સંયુક્ત પરિવારો હોઈ છે. જ્યાં બધા સાથે રહેતા હોઈ ત્યાં કંઈક તો ખટરાગ ચાલુ હોઈ જ છે. પેલી કહેવત છે ને કે ચાર વાસણ ભેગા હોઈ તો ખખડે પણ ખરા. આ વાસણોને આપણે જ મૂકીએ છીએ અને આપણે જ ખખવાડીએ છીએ. પણ સબંધોમાં એવું નથી. સાથે હોઈ પણ એકબીજા વચ્ચે સમજણ ના હોય તો વાસણોની જેમ સબંધો પણ ખખડે છે. દરેક ઘર અને પરિવારોમાં સાથે રહેતા હોઈ કે જુદા રહેતા હોઈ પણ એવા સભ્યો હોઈ જ છે જેને વાતે વાતે દુઃખ લાગે, ગમે તેટલું કરો તોયે ઓછું આવે અને જરાક એવી પણ ભૂલ થાઈ તો બોલ્યા  વગર કે સંભળામળી કર્યા વગર ના જ રહે. આપણે બધાએ આ જોયું જ હશે. જયારે પણ તૈયારી કરતા હોઈએ ત્યારે એને ચોક્કસ યાદ કરશું અને કહેશું પણ ખરા કે સરખી રીતે કરજો નહીંતર એમનું સાંભળવું પડશે. આ બધા આપણા મનુષ્ય સ્વાભાવના ખેલ છે. પણ પરિવારમાં કોઈ એવું પણ ચોક્કસ હોઈ છે જે બધું સાંભળ્યા પછી પણ...

જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing ....

છબી
  ૐ જાણવા કરતા સમજવું ઘણું મહત્વનું છે..../Understanding is more important than knowing .... આ દુનિયામાં બધા પાસે એક સામાન્ય ફરિયાદ હોઈ તો એ એક જ છે કે, મને કોઈ સમજતું નથી. નાનકડા બાળકથી માંડીને મરણ પથારીએ પડેલા વડીલ સુધી બધાને આ તકલીફ છે. બધા પોતાની વાત મનાવવા લડી રહ્યા છે. કેટલું અજબ કહેવાય કે આપણે જાણીએ અને ઓળખીએ તો બધાને છીએ. મા, બાપ, ભાઈ, બહેન, પત્ની, બાળકો, મિત્રો અને બધા સાગસ્નેહીઓ આ બધાને આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ અને કયો માણસ કેવો વ્યવહાર કરે તેની પણ ખબર હોઈ છે પણ શું આપણે એ વ્યક્તિના એ વ્યવહાર પાછળના કારણો જાણીને એને સમજવાની કોશિષ કરીએ છીએ ક્યારેય??? કદાચ ના. જો બીજાને ઓળખવા કરતા સમજવાની કોશિષ કરીએ તો સંબંધો વધુ મજબૂત અને લાંબા ચાલશે. એક મા એના બાળકો નાના હોઈ ત્યાં સુધી તો એ પોતાના બાળક વિશે બધું સમજે અને જાણે છે પરંતુ જેવું એ બાળક મોટું થઈને પોતાની પસંદગી મુજબ કંઈ કરે ત્યારે તે બાળકને સમજવા કરતા પોતાની વાત મનાવવા અને પોતાને સમજવા બાળકને કહે છે.    નાનપણથી બધી જ વાતો સમજનારી તેની મા એ બાળકને ખૂબ ના સમજ લાગે છે જયારે એની વાત મા સમજવા તૈયાર નથી થતી ત્યારે. આવું...

આજ જન્માષ્ટમી.......

છબી
  ૐ આજ જન્માષ્ટમી....... આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપે જન્મ લીધો હતો. તેઓ ભગવાન વિષ્ણુના આઠમા અવતાર હતાં.  સૌવથી વધારે પૂજાતા ઈશ્વરના અવતાર હોઈ તો એ ભગવાન રામ, શ્રી કૃષ્ણ અને બુદ્ધ છે જેને અત્યારે પણ મોટી સંખ્યામાં લોકો મને છે અને પૂજે છે. આજથી લગભગ પાંચ હજાર વર્ષો પહેલા શ્રાવણ મહિનાની અંધારી આઠમે, મધ્ય રાત્રીએ પ્રભુએ જન્મ લીધો. લોકો કહે છે કે સતયુગમાં બધું સુંદરને સારૂ જ હતું પણ જ્યારથી દુનિયા બની છે ત્યારથી સારૂ અને ખરાબ સાથે જ ચાલતું આવે છે. જો બધું સારૂ સારૂ જ હોત તો ઈશ્વરે ધરતી ઉપર આવવું જ ના પડ્યું હોત. ઈશ્વર આપણને આ દુનિયામાં આપણા આત્માને કઈંક શીખવા અને તેનો પરમાત્મા તરફ ગતિ અને વિકાસ કરવા મોકલે છે અને આપણને સાથે આ સુંદર દુનિયામાં ફસાવવા માટે બધા સંબંધો, લાગણીઓ અને મોહથી બાંધે પણ છે. બસ આમાંથી આપણે જળકમળવત રહી, કેવી રીતે જીવીએ છીએ તેજ આપણી સૌવથી મોટી કસોટી છે. પણ આપણે મનુષ્યો એની એ લીલાને સમજતા નથી અને સંસારના કાદવમાં ફસાતા જઈએ છે અને સારા નરસા કર્મોના બંધનની ગાંઠો વાળતા જઈએ છીએ અને પછી જન્મોજન્મના ફેરા કરતા રહીએ છીએ અને ગાંઠો છોડવા કરતા...

આજ શીતળા સાતમ......

છબી
  ૐ આજ શીતળા સાતમ...... આખા વર્ષમાં આ એક જ દિવસ એવો હોઈ કે ઓફીસીયલી સ્ત્રીઓને રસોડામાંથી છુટ્ટી મળે. જોકે આ એક દિવસનું સાટુ આગલા બે દિવસમાં વળી જ ગ્યું હોઈ. કંઈ કેટલા નાસ્તા અને મીઠાઈઓ બનાવ્યા હોઈ એટલે આ એક આખા દિવસની રસોડામાંથી રજા મળવી જ જોઈએ. આખા દિવસમાં ગેસ ચાલુ ના કરવાનો હોઈ એટલે કેટલીય વખત બૈરાઓ બોલશે, " હાશ, આજ તો ઠંડુ ખાવાનું છે એટલે રસોઈ કરવાની નિરાંત છે ". કેટલો હાશકારો અને શાંતિ જણાશે એના અવાજમાં. પુરુષોતો જયારે કામમાંથી નિવૃત્તિ લ્યે એટલે પછી સાવ નિરાંત હોઈ છે પરંતુ સ્ત્રીઓ જયારે નોકરીમાંથી નિવૃત્તિ લ્યે તો પણ રસોઈ અને રસોડામાંથી તો એ મરે ત્યાં સુધી જોડાયેલ રહે છે. પહેલાના જમાનામાં પુત્રવધુ આવે તો બધું સંભાળી લ્યે છતાએ રસોડા અને રસોઈ સાથે સંબંધ તૂટતો નથી. ક્યારેક  જો બીમાર પડી જાય કે તોજ નહીંતર તે કંઈને કંઈ રસોડામાં કર્યે જ રાખશે. અત્યારે તો આધુનિક, ભણેલી અને કામ કરતી પુત્રવધુ ઘર કરતા બહાર વધારે કામ કરે છે. ક્યારેક થકી જાય તો હોટેલ કે રેસ્ટોરન્ટમાં જમી આવે. પણ આપણા મમ્મી કે દાદીને પૂછી જોજો કે તેઓ ક્યારેય રેસ્ટોરન્ટ જોયતા??? સ્ત્રીઓને એવું નથી કે રસોઈ કરવી ગમતી નથ...

આજ રાંધણ છઠ......

છબી
  ૐ આજ રાંધણ છઠ...... શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો. આ મહિનો ભોળાશંભુ મહાદેવનો છે અને તે જ મહિનામાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપે જન્મ લીધો અને આ વિશ્વને ગીતા વચનો આપ્યા. એ શ્રાવણી અંધારી આઠમ એ જન્માષ્ટમી અને તેની એક દિવસ પહેલા સાતમ અને તેની પહેલા આવે રાંધણ છઠ. આજ એ જ રાંધણ છઠ છે. આ તહેવારના નામમાં જ તેના વિશેની માહિતી આવી જાય છે. આજે જે લોકો સાતમ પાળે છે તે લોકો બે દિવસ માટે રસોઈ બનાવે છે કારણ કે સાતમ પાળવી એટલે એ દિવસે બધું ઠંડુ ખાવાનું. તમે ખાવાનું ગરમ ના કરી શકો. ખાલી ચા દૂધ ને પાણી શિવાય. જેના ઘરમાં નાના બાળકો હોઈ તે લોકો ખાસ સાતમ પાળે છે. શીતળામા  બાળકોનું રક્ષણ કરે છે. નાના હતાં ત્યારેથી જોયેલ આ તહેવાર એટલે ઘણી બધી યાદો જોડાયેલી છે આ તહેવાર સાથે. અમે સાતમ આઠમ જ કહીએ. ભારતના તહેવારો ભારતમાં ઉજવવવી જે મજા આવે તે મજા ક્યાંય ના આવે. અહીંયા ઇંગ્લેન્ડમાં ઉજવીએ તો છીએ પણ ભારત જેટલી રોનક નથી આવતી. ક્યારેક રજા હોઈ ક્યારેક કામે પણ હોઈ છતાં સાતમ અચૂક પાળીએ છીએ. આજ પણ યાદ છે, જયારે નાના હતાં ત્યારે સાતમ આઠમની લગભગ અઠવાડિયા સુધી રજાઓ પડતી અને ચારથી પાંચ દિવસ સુધી મેળો હોઈ. નાગ...