બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં, આપણે કેવા છે એ સાબિત થઈ જાય છે
ૐ બીજા લોકો કેવા છે એ સાબિત કરવામાં, આપણે કેવા છે એ સાબિત થઈ જાય છે / In proving what other people are like, we become what we are આપણે દિવસે દિવસે આપણા જીવન મૂલ્યો ભૂલતા જઈએ છે. આપણા આત્માના જે ઓરીજનલ સદગુણો છે, તેને ભૂલતા જઈએ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા, બીજાની અદેખાઈ કરવી, બીજાનું પચાવી પડવું, પોતાના સ્વાર્થ ખાતર ખોટું બોલવું, બીજાને નીચા પાડવા, ચોરી કરવી વગેરે વગેરે વગેરે........... જેટલા સદગુણો છે એટલા દુર્ગુણો પણ છે અને નવાઈની વાત તો એ છે કે આપણામાં ગમે તેટલા દુર્ગુણ હોઈ તો પણ આખી દુનિયામાં આપણી નજરમાં આપણે જ બધા કરતા સર્વ શ્રેષ્ઠ હોઈએ છે. ઘણી વખત આપણે ખુબ સજ્જન હોઈએ પણ ક્યારે આપણી અંદર ઈર્ષા અદેખાઈ જેવા દુર્ગુણો પ્રવેશી જાય છે તે ખબર જ નથી પડતી. આપણે પોતાના નીજી સ્વાર્થ ખાતર કે પછી અદેખાઈના કારણે તે માણસને નીચે પાડવાનો એકેય મોકો છોડતાં નથી. તેનું અપમાન કરવું, બધાની વચ્ચે તેમના વિશે અપશબ્દો વાપરવાં, તેમના વિશે ખોટી બાબતોનો પ્રચાર કરવો, તેમની ઉન્નતિ અને પ્રગતિમાં બાધાઓ અને અડચણો ઉભી કરવી જેવા હીન કામો કરીએ છીએ અને એમ કરતા કરતા આપણે તેમને નીચા પાડવાની દાનતમાં પોતે જ...