જરૂરી નથી કે જે આપણને દેખાય તે બીજાને પણ દેખાય.../ What we see is not necessarily visible to others
ૐ જરૂરી નથી કે જે આપણને દેખાય તે બીજાને પણ દેખાય.../ What we see is not necessarily visible to others ... ભગવાન કેવડો મોટો કલાકાર છે!!! દુનિયામાં આટલી બધી વસ્તુઓ અને જીવશ્રુષ્ટિ બનાવી છે પણ તમે એક તો એવી શોધી દયો કે જે સરખી હોઈ??? મેં સાંભળ્યું છે કે આપણા જેવા સાત માણસો દુનિયામાં હોઈ છે પણ મેં જોયા નથી પણ મને લાગે છે કે એક જ માની કુખે જન્મેલા બેલડાના બે બાળકોમાં પણ કઈંક તો જુદાંપણું હોઈ જ છે. આટલી વનસ્પતિ શ્રુષ્ટિમાં પણ કેટલી વિવિધતા, એટલી વિવિધતા પ્રાણીઓમાં અને પક્ષીઓમાં પણ. અરે!! નાનકડામાં નાનકડા જીવજંતુઓમાં પણ કેટલી વિવિધતા અને નવીનતા. આખા આ બ્રહ્માંડમાં પણ દિવસ રાત, સવાર સાંજ, ઉગતી ઉષાના સુંદર રંગો અને આથમતી સંધ્યાની સોનેરી લાલી. આ બધું જ અદ્ભૂત છે અને આપણા સામાન્ય મનુષ્યો માટે તો સાવ અકાલ્પનિય. ખરેખર!!! આ બધું વિચારતા તો ગમે તેવો નાસ્તિક મનુષ્ય હોઈ તો પણ તે આ કુદરત નામનો જે અદ્ભૂત કલાકાર છે તેના અસ્તિત્વને સ્વીકાર્યા વગર ના જ રહે. આવડી મોટી આ શ્રુષ્ટિમાં ઈશ્વરે બધાને પાંચ ઇન્દ્રિયોની જે ભેટ આપી છે તે તો ખરેખર અદ્ભૂત છે. આંખ, નાક, કાન, સ્પર્શ (ચામડી ), સ્વાદ આ તો દરેક જ...